રાજ્ય સરકારને નિયમો ઘડવાની સત્તા પણ છે પરંતુ નિયમો બનાવ્યા જ નથી

સૌરાષ્ટ્રમાં ચીટ ફંડ કંપનીઓની રાફડો ફાટયો છે. જેના ઉપર સરકારનો કોઈ અંકુશ ન હોવાથી લોકો મોહજાળમાં સફાઈ છે અને નુકસાની ભોગવી છે. કર્ણાટકથી સૌરાષ્ટ્રમાં આવેલી ચીટ ફંડ કંપનીઓમાં એક સમયે સહારાના સુબ્રોતો રોયની પણ કંપની ચાલુ હતી ત્યારે હવે ચીટ ફંડ મુદ્દે બનાવેલા કાયદાઓનો કડકાઈથી અમલ કરવાની માંગ થઈ છે. ચીટ ફંડ મુદ્દે બનાવેલા કાયદાનો કડકાઇથી અમલ કરો: હાઇકોર્ટ

ચીટ ફંડ કંપનીઓની લોભામણી મોહજાળમાં ફસાવતી કંપનીઓ પર અંકુશની માગ સાથે થયેલી રિટમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને મહત્ત્વપૂર્ણ આદેશ કર્યો છે કે, સરકારે આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે જે કાયદો હાલના વર્ષમાં જ બનાવ્યો છે તેનું કડકાઇથી અમલ કરવામાં આવે. આવી કંપનીઓમાં રોકાણ કરીને ફસાઇ જતા નાગરિકો માટેના કાયદાની અમલવારી થાય અને ચીટ ફંડ કંપનીઓ સામે પગલાં લેવામાં આવે. આવી કંપનીઓ સામે પગલાં લેવા માટે પોલીસ ઓથોરિટીની નોડલ એજન્સી પણ બનાવવામાં આવે.ચીટ ફંડ કંપનીઓના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેમાં અગાઉ હાઇકોર્ટની ખંડપીઠે ચીટ ફંડ કંપનીઓની છેતરપિંડીને રોકવા નિયમો ઘડવાનો નિર્દેશ કર્યો હતો. આ કેસમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે,રાજ્યમાં કેટલીક ચીફ ફંડ કંપનીઓ દ્વારા મોટા પાયે નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. કાયદા હોવા છતાં તંત્ર દ્વારા આવી બોગસ કંપનીઓને રોકી તેની સામે પગલાં લેવામાં આવતા નથી. જેથી સરકારે આવી રીતે છેતરાયેલા લોકોને નાણાં આપવા જોઇએ. તેમજ આવી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઇએ. આવી ચીટફંડ કંપનીઓને કારણે સામાન્ય નાગરિકો જ લૂંટાય છે. લોકો પોતાની જીવનભરની કમાણી પણ ગુમાવે છે. જ્યારે કે બીજી તરફ સરકાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે,સરકાર આવા કેસોમાં યોગ્ય પગલાં લઇ શકાય તે માટે કાયદામાં કેટલીક કડક સુધારા કરવા જઇ રહી છે. આગામી ટૂંક સમયમાં આ સુધારા લાગુ થશે. જેથી આવા બનાવો પર અંકુશ લગાવી શકાય.જન ધન સુરક્ષા ટ્રસ્ટ તરફથી એડવોકેટ એસ. કે. પટેલે રિટ પિટિશનમાં એવી રજૂઆત કરી હતી કે,લોકોના રૂપિયા પડાવીને છેતરપિંડી કરતી કંપનીઓને ડામવા સરકાર કોઇ પગલાં લેતી નથી. ૧૯૭૮માં આ માટે કાયદો ઘડવામાં આવ્યો હતો. જે હેઠળ રાજ્ય સરકારને નિયમો ઘડવાની સત્તા પણ છે પરંતુ સરકારે નિયમો બનાવ્યા જ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.