Abtak Media Google News

ગણપતિની મૂર્તિ ફરતે પ્રદક્ષિણા કરતો જીવંત ઉંદર આકર્ષણનું કેન્દ્ર: આ સાથે વિવિધ કાર્યક્રમોની વણઝાર લઈ આયોજકો અબતકને આંગણે

શિવ શકિત યુવા ગ્રુપ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી ગણપતિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે. રાજકોટમાં ગો-ગ્રીન ગણપતિ એટલે કે ગણપતિના ઈકોફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. જે.કે. ચોક આલાપ એવન્યુ પાસે યુનિ. રોડ ખાતે ૭૫-૭૫ ફૂટના વિશાળ ડોમમાં વિઘ્નહર્તાનું સ્થાપન કરાય છે.

આશરે ૧૫ હજારથી વધારે ભાવિક દર્શનાર્થે આવે છે આ વર્ષે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોક ડાયરો, શ્રીનાથજીની ઝાંખી, હાસ્યકલાકાર ગુણવંત ચુડાસમાનો હસાયરો, રામામંડળનું પણ આયોજન કરાયું છે. આ સાથે ડાન્સ કોમ્પીટીશન અને પાણીપુરી સ્પર્ધા પણ યોજાશે. સૌ.યુનિ. ઉપર આવેલ આલાપ એવેન્યુ પાસે જે.કે. ચોકમાં છેલ્લા ૧૦ વર્ષથી ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન શિવશકિત યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે, ગણેશ ચતુર્થીના દિવસથી ૧૧ દિવસ સુધી ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગણપતિજીની મૂર્તિ ફરતે પ્રદક્ષિણા કરતા જીવંત ઉંદરો ભાવિક દર્શનાર્થીઓ માટે વંદનીય દ્રશ્ય ખડુ કરે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ૨૦૦૮ની સાલમાં ગણપતિ ફરતે જીવતા ઉંદરો પ્રદક્ષિણા કરતા હોય તેવું દ્રશ્ય શીવશકિત યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યુ હતુ અને આજે પણ આ દ્રશ્ય નિહાળી શકાય છે.

શહેરમાં ઈકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવમાં પ્રથમ સ્થાને શિવશકિત ગ્રુપના ગણપતિ વિજેતા થયેલ અને ગણેશ ઉત્સવ એસોસીએશન, અમદાવાદ દ્વારા શિવશકિત યુવા ગ્રુપને શીલ્ડ એનાયત કરવામાં આવેલ. ગણપતિ ઉત્સવના પાવન પ્રસંગને વધાવવા માટે શિવશકિત યુવા ગ્રુપના જે.કે. જાડેજા કુલદિપસિંહ જાડેજા, બલરાજસિંહ રાણા, જીગર મહેતા, મહેશભાઈ સરવૈયા સહિત યુવાનોએ અબતકની મુલાકાત લીધી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.