Abtak Media Google News

જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં નબળા ચોમાસાના ડાકલા વાગતા હતા ત્યારે જ ‘અબતક’એ સારા વરસાદના ઉજળા સંજોગોનો પ્રસિધ્ધ કરેલો અહેવાલ આજે અક્ષરસ: સાચો પુરવાર થઈ રહ્યો છે: સૌરાષ્ટ્રમાં સોળ આનીથી સવાયુ વર્ષ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યારે નબળા ચોમાસાના ડાકલા વાગી રહ્યાં હતા ત્યારે ગત પાંચમી ઓગષ્ટના રોજ ‘અબતક’ દૈનિકમાં એવો અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો કે, રાજકોટ શહેરમાં ૫૦ ઈંચ કે તેથી વધુ વરસાદ પડશે તેવા ઉજળા સંજોગો વર્તાઈ રહ્યાં છે. આજે ‘અબતક’ની આ આગાહી સચોટ પુરવાર થઈ રહી છે. શહેરમાં મેઘરાજાએ અડધી સદી ફટકારી દીધી છે અને ૫૧ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આજી, ન્યારી, લાલપરી સહિતના શહેરની જળ જરૂરીયાત સંતોષતા જળશયો ઓવરફલો થઈ ગયા છે અને વિશાળ જળ રાશી ડેમમાં હિલોળા લઈ રહી છે. સૌરાષ્ટ્ર માટે આ વર્ષ સોળ આનીથી પણ સવાયુ સાબીત થયું છે. જુલાઈ માસમાં સંતોષકારક વરસાદ ન પડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને છાને ખુણે એવો ભય સતાવી રહ્યો હતો કે, આ વર્ષે ચોમાસુ નબળુ રહેશે અને દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં હતા. તેવા સમયે લોકોને ધરપત આપતા ગત ૫મી ઓગષ્ટના રોજ ‘અબતક’ દૈનિકમાં અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો કે, રાજકોટમાં ૫૦ ઈંચથી વધુ વરસાદ પડે તેવા ઉજળા સંજોગો વર્તાઈ રહ્યાં છે. આટલું જ નહીં આજી ડેમ પણ છલકાઈ જશે. ગઈકાલે શહેરમાં પડેલા ૮ ઈંચ જેટલા વરસાદે ‘અબતક’ના એકમાસ પહેલાના અહેવાલને સચોટ પુરવાર કર્યો છે. શહેરમાં મેઘરાજાએ અડધી સદી ફટકારી છે અને ૫૧ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. શહેરની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયો ઓવરફલો થઈ ગયા છે અને જળ સંકટ હલ થઈ ગયું છે.

વાતાવરણ અને અલગ અલગ વરતારાના આધારે ‘અબતક’એ વરસાદ અંગે કરેલી આગાહી અક્ષરસ: સાચી સાબીત થઈ છે. ફરી એક વખત સમાચારો આપવામાં ‘અબતક’ અન્યથી અગ્રેસર પુરવાર થયું છે.

ભાદર સહિતના ૩૮ જળાશયોમાં ૧૧ ફૂટ સુધી પાણીની ધીંગી આવક

મેઘરાજાએ મહેર કરતા ભાદર સહિતના ૩૮ જળાશયોમાં પાણીની ધીંગી આવક થવા પામી છે. કેટલાંક જળાશયો ઓવરફલો પણ થઈ ગયા છે. સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા તથા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં નવું ૦.૩૦ ફૂટ, મોજમાં ૦.૩૩ ફૂટ, ફોફળમાં ૨.૨૦ ફૂટ, આજી-૧માં ૧.૩૮ ફૂટ, આજી-૨માં ૧.૪૪ ફૂટ, આજી-૩માં ૦.૮૨ ફૂટ, ગોંડલીમાં ૧.૪૮ ફૂટ, વાછપરીમાં ૦.૩૯ ફૂટ, ન્યારી-૧માં ૦.૩૩ ફૂટ, મોતીસરમાં ૦.૬૬ ફૂટ, ફાળદંગ બેટીમાં ૦.૬૬ ફૂટ, છાપરવાડી-૧માં ૦.૩૩ ફૂટ, છાપરવાડી-૨માં ૩.૨૨ ફૂટ, ઈશ્ર્વરીયામાં ૦.૪૯ ફૂટ, કરમાળમાં ૩.૬૧ ફૂટ, ભાદર-૨માં ૧.૧૫ ફૂટ, ઘોળાદ્રોઈમાં ૦.૪૯ ફૂટ, ડેમી-૩માં ૦.૧૬ ફૂટ, સસોઈમાં ૧.૧૮ ફૂટ, પન્નામાં ૦.૬૨ ફૂટ, ફૂલઝર-૧માં ૨.૨૬ ફૂટ, સપડામાં ૦.૬૬ ફૂટ, ફૂલજર-૨માં ૧૧ ફૂટ, વિજખડીમાં ૧.૫૪ ફૂટ, ફોફળમાં ૧.૫૭ ફૂટ, રંગમતીમાં ૧.૪૮ ફૂટ, ઉંડ-૧માં ૦.૧૬ ફૂટ,

વાડીસંગમાં ૧.૪૧ ફૂટ, ‚પાવટીમાં ૦.૩૩ ફૂટ, ‚પારેલમાં ૦.૬૬ ફૂટ, વર્તુ-૧માં ૨.૯૫ ફૂટ, વેરાળી-૧માં ૦.૬૬ ફૂટ, વઢવાણ ભોગાવો-૨માં ૦.૫૦ ફૂટ, લીંબડી ભોગાવો-૧માં ૧.૩૧ ફૂટ, મોરસલમાં ૬.૫૬ ફૂટ, લીંબડી ભોગાવો-૨માં ૦.૪૯ ફૂટ અને નિંભળી ડેમમાં ૦.૬૬ ફૂટ નવા પાણીની આવક થવા પામી છે.

પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ અને કચ્છમાં આજે વરસાદની સંભાવના

કચ્છ પર સાયકલોનિક સકર્યુલેશન સર્જાયું છે. સાો સા ર્નો વેસ્ટ મધ્યપ્રદેશમાં પણ એક સાયકલોનિક સકર્યુલેશન બન્યું છે. મોન્સુન ટ્રફ જેસલમેરી બંગાળ સુધી વિસ્તરેલો છે જેની અસરતળે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી આગાહી આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે. આ ઉપરાંત આજે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ અને દમણ દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ ભારે વરસાદની શકયતા છે. આવતીકાલી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. કાલે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, તાપી જ્યારે ગુ‚વારે વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે અને વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ૬ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, નવસારીમાં ભારે અતિ ભારે જયારે આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને બોટાદમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

ગુજરાતમાં ૯૯ ટકા વરસાદ: કચ્છમાં સૌથી વધુ ૧૨૧.૫૬ ટકા

રાજ્યમાં આ વખતે સોળ આનીથી સવાયું વર્ષ રહેશે. આજ સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ ૯૯ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૧ જિલ્લાના ૧૧૬ તાલુકામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. રાજ્યનો એક પણ તાલુકો એવો નથી કે જ્યાં પાંચ ઈંચ કે તેથી ઓછો વરસાદ પડયો હોય. પાંચ થી ૧૦ ઈંચ વરસાદ પડયો હોય તેવા માત્ર બે જ તાલુકા છે. જ્યારે ૬૮ તાલુકાઓમાં ૧૦ થી લઈ ૨૦ ઈંચ સુધી, ૧૨૪ તાલુકામાં ૨૦ થી લઈ ૪૦ ઈંચ સુધી, ૫૭ તાલુકાઓમાં ૪૦ ઈંચથી વધુ વરસાદ પડયો છે. કચ્છમાં સૌથી વધુ ૧૨૧.૫૬ ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ૮૦.૨૮ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૯૫.૭૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૯.૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૦.૩૫ ટકા વરસાદ પડયો છે. રાજ્યમાં આજ સુધીમાં મોસમનો કુલ ૯૯.૦૪ ટકા વરસાદ પડયો છે. સપ્ટેમ્બર માસમાં પણ સારા વરસાદની સંભાવના છે. આ વખતે ગુજરાતમાં ૧૦૦ ટકાથી પણ વધુ વરસાદ પડે તેવા સુખદ સંજોગો જોવા મળી રહ્યાં છે. ખેતી માટે માગ્યા મેહ વરસ્યા છે એટલે મગફળી, કપાસ સહિતના પાકના ઢગલા શે તેવું માનવામાં આવી રહ્યું છે.

લોધિકા અને પાલિતાણામાં ૫॥ ઈંચ વરસાદ, બોટાદમાં ૪ ઈંચ

છેલ્લા ૨૪ કલાક દરમિયયાન રાજ્યના ૩૧ જિલ્લાના ૧૧૬ તાલુકામાં વરસાદ

નવી સીસ્ટમ સક્રિય તથા છેલ્લા બે દિવસી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૧ જિલ્લાના ૧૧૬ તાલુકામાં વરસાદ પડયો છે. રાજકોટ જિલ્લાના લોધીકા અને ભાવનગર જિલ્લાના પાલિતાણામાં ૫॥ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. તો બોટાદમાં ૪ ઈંચ વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રમાં આજે પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ૧ ઈંચ, વઢવાણ અને સાયલોમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. રાજકોટના લોધીકામાં ૫॥ ઈંચ, રાજકોટમાં ૩॥ જામકંડોરણામાં ૧ ઈંચ, મોરબીના ટંકારામાં ૨ ઈંચ, મોરબીમાં ૧॥ વાંકાનેરમાં ૧, માળીયા મિયાળામાં ॥ ઈંચ, જોડીયામાં ૨ ઈંચ, ધ્રોલમાં ૧ ઈંચ, કાલાવાડ અને જામનગરમાં ॥ ઈંચ વરસાદ પડયો હતો. જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૨॥ ઈંચ જ્યારે વંલીમાં ૨ ઈંચ વરીસાદ પડયો હતો. અમરેલીના રાજુલામાં ૧ ઈંચ ધારી અને લીલીયામાં ॥ ઈંચ પડયો હતો. ભાવનગરના પાલિતાણામાં ૫॥ ઈંચ, ઘોઘામાં ૨॥ ઈંચ, બોટાદ શહેરમાં ૪ ઈંચ અને બરવાળામાં ૧ ઈંચ વરસાદ વરસ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.