Abtak Media Google News

મધ્યપ્રદેશ સરકાર નર્મદા કંટ્રોલ ઓથોરીટી સામે સુપ્રીમમાં જતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્યકત કરી નારાજગી: ડેમને ૧૩૮ મીટર સુધી ભરવા સામે મધ્યપ્રદેશ સરકારનો વિરોધ

નર્મદા ડેમને ૧૩૮ મીટર સુધી ભરવા સામે મધ્યપ્રદેશ સરકાર વિરોધ દર્શાવી રહી છે. આ ઉપરાંત નર્મદા ડેમના પ્રશ્ર્નને લઈ મધ્યપ્રદેશ સરકાર નર્મદા કંટ્રોલ ઓોરીટી સામે કોર્ટમાં જતા તેની સામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નારાજગી વ્યકત કરી કહ્યું કે, મધ્યપ્રદેશ સરકાર ચોરી પે સીના જોરી કરી રહી છે. ડેમમાંથી પાણી છોડવું એ અમારી મજબૂરી છે અને નર્મદાને પૂર્ણ ભરવો એ અમારો અધિકાર પણ છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ઓચિંતી પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ સરકાર નર્મદા મામલે ચોરી પે સીના જોરી કરી રહી છે. મધ્યપ્રદેશ સરકારે ૧૩૮ મીટર સુધી ડેમ ભરવાનો જે વિરોધ કરી રહી છે તે ખોટો છે. ડેમને સંપૂર્ણ ભરવો એ અમારો અધિકાર છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તે અમારી મજબુરી છે. મધ્યપ્રદેશ સરકારે પોતાનું કામ પૂર્ણ કર્યું ની. આ ડેમને લઈને વિસપન મુદ્દે મધ્યપ્રદેશ સરકારનું વલણ ઢીલુ રહ્યું છે. ત્યાંની સરકાર ડેમની જાણે વિરોધી હોય તેવું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ સરકાર પહેલાી જ આ ડેમમાં અવરોધ ઉભા કરી રહી છે. જેના ભાગરૂપે મધ્યપ્રદેશ સરકાર ખોટા વિવાદો છેડી રહી છે. વિસપિતોને ગુજરાત સરકારે પુરતી રકમ આપી દીધી છે છતાં આ ડેમ સામે અવરોધો ઉભા થઈ રહ્યાં છે. મધ્યપ્રદેશ નર્મદા ડેમના પ્રશ્ર્નના પ્રશ્ર્નને લઈ નર્મદા કંટ્રોલ ઓથોરીટી સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે તેની સામે પણ મુખ્યમંત્રીએ નારાજગી વ્યકત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાશે તો રાહત અને પુન:વસનના કામ પર અસર ઈ શકે તેવા આરોપ મુકી મધ્યપ્રદેશ સરકારે વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે ગુજરાત સરકાર ૧૩૮ મીટર સુધી નર્મદા ડેમને ભરવા સામે મક્કમતા દર્શાવી હતી. જેથી બન્ને રાજ્યની સરકારો વચ્ચે રાજકીય યુદ્ધ જામ્યું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનો કેન્દ્રીય જળ ઉર્જા મંત્રીને પત્ર લખીને વિરોધ પણ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર શરતોનો ભંગ કરીને નર્મદા ડેમ ભરી રહ્યી છે. જો નિયત સમય કરતા વહેલો ડેમ ભરવામાં આવે તો મધ્યપ્રદેશમાં રાહત અને પુન:વસનના કામો પર નકારાત્મક અસરો પહોંચી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.