Abtak Media Google News

Table of Contents

નવરાત્રીમાં નાચવું કે ન્હાવું ?

નવરાત્રિમાં ભારે વરસાદની આગાહીથી ખેલૈયાઓ અને રાસ-ગરબાના આયોજકો ચિંતામાં ગરકાવ

સૌરાષ્ટ્ર પર મજબૂત સાયકલોનિક સર્ક્યુલેશન જે આગામી ૨૪ કલાકમાં લો-પ્રેસરમાં  ફેરવાશે અને ૪૮ કલાક બાદ વધુ મજબૂત બનશે: સોમવાર સુધી ભારે વરસાદની સંભાવના: દરિયાકાંઠા વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ  ખાબકે તેવી દહેશત

ગણેશ મહોત્સવ બાદ હવે નવરાત્રિનો તહેવાર પણ મેઘરાજા ધોઈ નાખે તેવી ભીતિ: સાંજી ફરી ગાજવીજ સાથે વરસાદ શરૂ થાય તેવી શકયતા: ખેતરોમાં તૈયાર થઈ ગયેલા પાકને વ્યાપક નુકશાની: સતત વરસાદ અનેક લોકોના બજેટ વેર-વિખેર કરી નાખશે

આવતીકાલી વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રી પર્વનો આરંભ થઈ ર્હયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગામી આપવામાં આવી હોય. નવલા નોરતામાં જ મેઘરાજા રમઝટ બોલાવે તેવી ભીતિ સર્જાઈ છે. નવરાત્રીના તહેવારમાં નાચવું કે, ન્હાવું તે વાત પણ સમજાતી નથી. ખેલૈયાઓ અને રાસ ગરબાના આયોજકો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. આજી એક પખવાડિયા પહેલા એવું કહેવામાં આવતું હતું કે, સવાયું વર્ષ સાબીત શે પરંતુ સતત વરસાદના કારણે સૌરાષ્ટ્ર પર હવે લીલા દુષ્કાળની ભીતિના વાદળો ઝળુંબી રહ્યાં છે. ખેતરોમાં તૈયાર થઈ ગયેલા પાકને સતત વરસાદી ભારે નુકશાની પહોંચી રહી છે. અનેક વિસ્તારોમાં તો પાક નિષ્ફળ પણ ગયો છે. વરસાદે લોકોનું બજેટ વેર-વિખેર કરી નાખ્યું છે. ગણેશ મહોત્સવની માફક નવરાત્રી મહોત્સવને પણ મેઘરાજા ધોઈ નાખે તેવો ડર લોકોને અંદર ખાને સતાવી રહ્યો છે.

સોમવાર સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદની આગાહી ઉચ્ચારવામાં આવી છે. સીસ્ટમ વધુ મજબૂત બને તેવી શકયતા પણ હાલ નકારી શકાતી નથી. ચોમાસુ વિદાય લે તેવા કોઈ જ સંજોગો દેખાતા નથી. અડધા નોરતા પર મેઘરાજા પાણી ફેરવી દે તે વાત ફાઈનલ છે. પણ લોકોને એવો પણ ડર સતાવી રહ્યો છે કે, નવરાત્રી નવ દિવસ સતત વરસાદ ચાલુ રહેશે. લાખો-કરોડો રૂપિયા ખર્ચીને અર્વાચીન દાંડીયા-રાસનું આયોજન કરનાર આયોજકો સતત વરસાદના કારણે ચિંતામાં મુકાઈ ગયા છે તો પ્રાચીન ગરબીના આયોજકોને પણ ચિંતા સતાવી રહી છે. ખેલૈયાઓમાં તો રીતસર નિરાશા વ્યાપી જવા પામી છે. ખેતરોમાં હાલ પાક તૈયાર વાની અણી પર છે ત્યારે જ સતત વરસાદ ચાલુ રહેવાના કારણે હવે પાક નિષ્ફળ જવાની પણ ભીતિ સર્જાઈ રહી છે. ટૂંકમાં જે વરસાદી સારા વર્ષની આશાનું સંચાર થયું હતું તે જ વરસાદે હવે લોકોને ચિંતાની ગર્તામાં ડુબાડી દીધા છે. અનેક લોકોના બજેટ ખોરવાઈ ગયા છે. એવી ચિંતા પણ મનમાં સતાવી રહી છે કે, શું દિવાળી સુધી વરસાદ ચાલુ રહેશે.

સૌરાષ્ટ્ર અને તેની સો જોડાયેલા ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર એક સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જે આગામી ૨૪ કલાકમાં લો-પ્રેસરમાં પરિવર્તીત થશે અને ૪૮ કલાક બાદ વધુ મજબૂત બનશે જેની અસરતળે આજી સોમવાર સુધી સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે બપોરબાદ ફરી ગાજવીજ સો મેઘાના મંડાણ થાય તેવી શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. દરિયાકાંઠા વિસ્તારમાં અમુક સ્ળોએ અતિ ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્ર અને તેની સાથે જોડાયેલા ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દરિયાઈ સપાટીથી ૭.૬ કિ.મી.ની ઉંચાઈ પર એક સાયકલોનિક સર્ક્યુલેશન બન્યું છે. જે આગામી ૨૪ કલાકમાં લો-પ્રેસરમાં પરિવર્તીત થશે અને ત્યારબાદ ૪૮ કલાકમાં વધુ મજબૂત બને તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આ સર્ક્યુલેશનની અસર તળે આજી સોમવાર સુધી સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં અમુક સ્થળે અતિભારે વરસાદ પણ વરસી શકે છે. ગઈકાલે જ હવામાન વિભાગ દ્વારા એવી ઘોષણા કરવામાં આવી હતી કે, નૈઋત્યનું ચોમાસુ વિદાય લે તેવી શકયતા દેખાતી નથી. એક પછી એક નવી સીસ્ટમ બની રહી છે જે ભારે વરસાદ આપે છે.

ગણેશ મહોત્સવમાં સતત ૧૦ દિવસ વરસાદ ચાલુ રહ્યો હતો. નવરાત્રીનો તહેવાર પણ મેઘરાજા ધોઈ નાખે તેવી ભીતિ વર્તાઈ રહી છે. સતત વરસાદની કારણે પાકને વ્યાપક નુકશાની થવા પામી છે. સૌરાષ્ટ્રમાં હવે લીલા દુષ્કાળનો ખતરો ઝળુંબી રહ્યો છે. મગફળી, કપાસ, મકાઈ સહિતના પાકોને ખુબજ નુકશાની થઈ છે. જો હજુ વરસાદ ચાલુ રહેશે તો તમામ પાક લગભગ નિષ્ફળ જશે.

આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિ ભારે જ્યારે મહેસાણા, સારકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મધ્યમી ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. આવતીકાલે રવિવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જ્યારે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિ ભારે અને પાટણ, મહેસાણા, સાંબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ અને જૂનાગઢમાં મધ્યમી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સોમવારે આણંદ,વડોદરામાં ભારેથી અતિ ભારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં મધ્યમી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર પર સર્જાયેલ સાયકલોનિક સર્ક્યુલેશન આગામી ૨૪ કલાકમાં લો-પ્રેસરમાં પરિવર્તીત થાય અને ત્યારબાદ ૪૮ કલાકમાં વધુ મજબૂત બને તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. સોમવાર સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે પરંતુ જો આ સીસ્ટમ વધુ મજબૂત બનશે તો આવતું આખુ સપ્તાહ સૌરાષ્ટ્રમાં સતત વરસાદ ચાલુ રહે તેવી દહેશત હાલ જણાય રહી છે. આવતીકાલી નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ બે નોરતામાં વરસાદનું વિઘ્ન નડે તે લગભગ નિશ્ચિત છે. જો સીસ્ટમ વધુ પાવરફૂલ બનશે તો ગણેશ મહોત્સવની માફક નવરાત્રીનું પર્વ પણ વરસાદમાં ધોવાઈ જશે. સતત વરસાદના કારણે ખેલૈયાઓ અને રાસોત્સવના આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે. આજી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે સવારી ૪૨ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. પાટણમાં સવારે ૨ કલાકમાં સુપડાધારે ૫ ઈંચ વરસાદ ખાબકયો હતો તો સૌરાષ્ટ્રમાં દ્વારકામાં પણ અનરાધાર ૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લામાં સવારી વરસાદ વરસી રહ્યો છે. સવારના સમયે અમુક વિસ્તારોમાં ભલે વરાપ વર્તાતો હોય પરંતુ સાંજે ફરી ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ જશે તેવી શકયતા પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં લીલા દુષ્કાળનો ઝળુંબતો ખતરો: અડધાી સાડા પાંચ ઈંચ સુધી વરસાદ

જોડીયામાં ૫॥ જેતપુરમાં ૩, ગાંધીધામ, રાજુલામાં ૩, ભાવનગર, ખાંભા, ચોટીલા, જામકંડોરણા, મહુવામાં ૨॥ ચુડા, ઘોઘા, તળાજા, દસાડા, મુંદ્રામાં ૨ ઈંચ વરસાદ: રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૨૧૫ તાલુકાઓમાં વરસાદ

સૌરાષ્ટ્રમાં હવે લીલા દુષ્કાળનો ખતરો ઝળુંબી રહ્યો છે. અષાઢ માસ આખો કોરો ધાકોડ ગયા બાદ શ્રાવણ અને ભાદરવામાં મેઘરાજા ભરપુર વરસી જતાં હવે મેઘાને ખમૈયા કરવા માટે સૌરાષ્ટ્રવાસીઓ રીતસર વીનવી રહ્યાં છે. ચોમાસાએ પુછડીયો પ્રહાર કર્યો હોય તેમ છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં વરસાદ પડયો છે. ૧૧૫ તાલુકાઓમાં હળવા ઝાપટાી લઈ ૭ ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. આજ સુધીમાં રાજ્યમાં ૧૩૧.૫૬ ટકા જેટલો વરસાદ પડી ગયો છે.

સૌરાષ્ટ્રમાં ગઈકાલે મેઘો અનરાધાર વરસ્યો હતો. જામનગરના જોડીયામાં સૌથી વધુ ૫॥ જ્યારે જેતપુરમાં ૩, ગાંધીધામ, રાજુલામાં ૩, ભાવનગર, ખાંભા, ચોટીલા, જામકંડોરણા, મહુવામાં ૨॥ ચુડા, ઘોઘા, તળાજા, દસાડા, મુંદ્રામાં ૨, ધ્રોલ, માળીયા, અંજાર, ખંભાળીયા, વિંછીયા, થાનગઢ, જામનગર, જાફરાબાદમાં ૧॥ ઈંચ, લખતર, વઢવાણ, ઉનામાં ૧ ઈંચ, ટંકારા, વેરાવળ, નખત્રાણા, લોધીકા, રાજકોટ, હળવદમાં : ઈંચ, લીંમડી, સાયલા, ગોંડલ, જસદણ, કોટડા સાંગાણી, બોટાદ, માણાવદર, કોડીનાર, પાલીતાણા, ભુજ, મુળી, કાલાવડ, સાવરકુંડલા, વડીયામાં ॥ ઈંચ, જામજોધપુર, માંગરોળ, વંલી, વિસાવદર, ધોરાજી, વાંકાનેર, ધ્રાંગધ્રા, મેંદરડા, ગીર ગઢડામાં ॥ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં ૧૩૨.૮૬ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે અને હજુ ત્રણ દિવસ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.