Abtak Media Google News

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે, જેને પગલે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાશે, જેમાં કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડશે.ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં સાર્વત્રિક વરસાદ થયો છે. આજથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

https://www.instagram.com/reel/CRs66PSjVeO/?utm_medium=copy_link

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ છે ત્યારે આજ રોજ રાજકોટમાં સવારથી વરસાદ જામ્યો છે. રસ્તાઓ પાણી-પાણી થયા છે. નાના ભૂલકાઓ રસ્તા પર વરસાદની મોજ માણી રહ્યા છે. ઘણા સમય બાદ વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી છે. બફરા બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.