Abtak Media Google News

નાગરિકોને હેલ્મેટ વિરોધી કાયદાનો સવિનય કાનુન ભંગ કરવા પ્રતિજ્ઞા લેવડાવશે

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાવેલ નવા ટ્રાફીક નિયમનના કાયદા વિરુઘ્ધ રાજકોટ ફરજીયાત હેલ્મેટ વિરોધ સમીતીના આગેવાનોના જણાવ્યા મુજબ સમગ્ર શહેરની પ્રજામાં રોષ, ઉચ્ચાટ અને આક્રોશ છે.

Advertisement

સમીતીએ અગાઉ મીટીંગમાં નિર્ણય કર્યા મુજબ બીજી ઓકટોબરને ગાંધી જયંતિના દિવસે રાજકોટના નાગરીકોનું નાગરીક સઁમેલન યોજી કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરેલ ટ્રાફીક નિયમન કાયદો જે અસુસંગત છે. તેના વિરોધમાં લડતના મંડાણ કરવા જઇ રહેલ છે અને જેના અનુસંધાને રાજકોટના નાગરીકોને રાષ્ટ્રીય શાળા ખાતે ગાંધી જયંતીના દિવસે બીજી ઓકટોબરે બુધવારે સાંજે પ વાગ્યે નાગરીક સંમેલનનું આયોજન કરેલ છે. જેમાં રાજકોટના નાગરીકને સંગઠીત થઇને ફરજીયાત હેલ્મેટ વિરોધી કાયદાનો સવિનય કાનુન ભંગ કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે અને જો સરકાર દ્વારા ફરજીયાત હેલ્મેટ અમલીકરણ કાયદો છે તેનો જડ રીતે અમલ કરશે તો આગામી સમયમાં ચિંઘ્યા રાહે રાજકોટમાં જબરદસ્ત જન આદોલન કરવામાં માટેની ભુમિકાની જાહેરાત કરવામાં આવશે. તેમ હેલ્મેટ ીવરોધી સમીતીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.