Abtak Media Google News

સાંજે ત્રિકોણબાગ ખાતે કાર્યક્રમ

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ તથા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે શહેરી વિસ્તારમાંથી હેલમેટ ના કાયદો દુર કરવા માટે સહિ ઝુંબેશ અભિયાનનાં ભાગ રૂપે મહાત્મા ગાંધીની રાષ્ટ્રીય શાળા પાસેથી શહેરી વિસ્તારમાં હેલમેટ નાબુદી સહિ ઝુંબેશ કરવામાં આવેલ હતી.

Dsc 0772

જેમાં શહેરીજનોનો હેલમેટના કાયદા સામે પ્રચંડ રોષ પ્રગટાવી રહ્યા હતા અને સામેથી ઉભા રહી સહિ ઝુંબેશમાં પોતાનો સાથ સહકાર આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે જ્યારે રાજકોટમાં હેલ્મેટના વિરોધમાં રેલી યોજાશે ત્યારે ભાગ લેશું તેમજ પોતાના ગુસ્સો ઠલવી બોલી રહ્યા હતા કે લોકોને આ તધલધી કાયદાથી ભાજપ સરકાર હેરાન-પરેશાન કરે છે તેને દેખાડી દેશુ તેમજ આજે સાંજે ૫:૦૦ કલાકે ત્રીકોણ બાગ ખાતે પણ હેલમેટ નાબુદી સહિ ઝુંબેશ કરવામાં આવશે આ કાર્યક્રમ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત ની આગેવાની હેઠળ યોજવામાં આવેલ.Dsc 0760

આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર,રાજકોટ શહેર કોંગ્રેસ યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, લોક સરકાર સૌરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ ભાર્ગવ પઢીયાર, વોર્ડ નં ૭ કોંગ્રેસ પ્રમુખ કેતન જરીયા, નાગજીભાઈ વિરાણી, દેવેન્દ્ર સિંહ ભટ્ટી, કિશોર સિંહ જાડેજા, ગોપાલ બોરાણા,હીરલબેન રાઠોડ, ગુલામ મોઈનુદ્દીન નવાબ, લાખાભાઈ ઉંધાડ, આંનદ વાગડીયા, ભાવેશ જરીયા, મહેશભાઈ,રમેશભાઈ તલાટીયા, પ્રવિણભાઇ મુછડીયા, તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.