Abtak Media Google News

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિએ યુ.કે.માં પ્રતિમાનું અનાવરણ

તા.૨૫મી નવેમ્બરે મહાત્મા ગાંધીજીની ૧૫૦મીજન્મજયંતીને ઉજવતાં માન્ચેસ્ટર કેેડ્રલની બહાર વિશ્વવ્યાપી આધ્યાત્મિક અભિયાન, શ્રીમદૃ્ રાજચંદ્ર મિશન ધરમપુર તરફથી આપવામાં આવી હતી. તેમની ૯ ફૂટ ઉંચી અને ૮૦૦ કિ. વજનની કાંસાની સુંદર પ્રતિમાની ભેટ આપવામાં આવી હતી.

આ અનાવરણ પ્રસંગ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુના સંસપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈની પાવન ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ અવસરે ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ, માન્ચેસ્ટર સીટી કાઉન્સિલના લીડર સર રિચર્ડ લીઝ, આદરણીય ડો. ડેવિડ વોકર, માન્ચેસ્ટરના બિશપ, ભારત સરકારના સિનિયર અધિકારીઓ, હાઈ કમિશન ઓફ ઈંડિયાના પ્રતિનિધિઓ અને અન્ય અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા.

Aaa 2

ભારતના મહાન સંત શ્રીમદૃ્ રાજચંદ્રજી મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક હતા. ગાંધીજીએ તેમની આત્મકા સહિત અનેક જગ્યાએ લખ્યું છે કે શ્રીમદૃ્જીનો તેમના પર કેટલો ગહન પ્રભાવ હતો. સત્ય, કરુણા અને અહિંસા જેવા અનેક સિદ્ધાંતો અને ગુણો તેમણે શ્રીમદૃ્જી પાસેથી ગ્રહણ કર્યા હતાં જે આગળ ગાંધીવાદના મૂળભૂત પાયા બન્યા હતા. આી જ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે તેમની ૧૫૦માં જન્મજયંતી વર્ષે આ પ્રતિમાની સપના કરી હતી.

આ પ્રતિમાનો ખર્ચ કામાણી પરિવારે તેમના દાદા ભાણજી કાનજી કામાણી (૧૮૮૮-૧૯૭૯)ના સ્મરર્ણો કર્યો છે. વિશ્ર્વની  સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસિદ્ધ સર્જક રામ સુતારે સર્જિત આ પ્રતિમા ભારત બહારની ગાંધીજીની સૌી ઉંચી પ્રતિમા છે. આ પ્રોજેક્ટને માન્ચેસ્ટર કેથેડ્રલ, માન્ચેસ્ટર સિટી કાઉન્સિલ, ધ માન્ચેસ્ટર ઈંડિયા પાર્ટનરશીપ અને હાઈ કમિશન ઓફ ઈંડિયાએ સમર્થન આપ્યું છે.

અહિંસા અને શાંતિના વૈશ્વિક દૂત ગાંધીજીની પ્રતિમા સ્થળ, પ્રાપ્ત જગ્યા વગેરેને ધ્યાનમાં રાખીને એવી રીતે આયોજન કરવામાં આવ્યું છે જેથી પદયાત્રીઓ અને અપંગ મુલાકાતીઓને અનુકુળતા રહે.

7537D2F3 3

શ્રીમદૃ્ રાજચંદ્ર મિશન ધરમપુરના યુ.કે.ના પ્રવક્તાએ કહ્યું હતું કે, “ગાંધીજીની આ પ્રતિમા તેમના જીવનસંદેશને ઉજવે છે. માન્ચેસ્ટરમાં સ્થાપિત આ પ્રતિમા દર્શાવે છે કે આપણું રાજકારણ અને લોકશાહી તેમની નિતીઓી પ્રેરિત હોય. મહાત્મા ગાંધીજીના ઉપદેશો આજે પણ એટલા જ પ્રસ્તુત છે, તેમણે કહ્યું હતું કે ‘તમે વિશ્ર્વમાં જે પરિવર્તન લાવવા ઈચ્છો છો તે પ્રમ તમે બનો.’ ૨૦૧૭ના એરેના હુમલાની દૃુર્ઘટનાનો માન્ચેસ્ટરના નાગરિકોએ જે રીતે પોતાની શક્તિ, શિષ્ટતા અને સામાજિક એકતાથી ગૌરવભેર સામનો કર્યો છે તે માટે આપણે ગર્વ અનુભવીએ છીએ.

માન્ચેસ્ટર સીટી કાઉન્સિલના લીડર સર રિચર્ડ લીઝ પ્રતિભાવ આપ્યો હતો કે, “મહાત્મા ગાંધીજી એક એવા નેતા છે કે જેમણે અવિરતપણે શાંતિપૂર્ણ પ્રયત્નો દ્વારા સ્વતંત્રતા સંગ્રામ લડ્યો, તેમનું માન્ચેસ્ટરમાં સ્વાગત છે. આપણે એવા કઠીન સમયમાં જીવી રહ્યા છીએ કે શાંતિના આ વારસાની જ આપણે પ્રેરણા લઈ શકીએ.

માન્ચેસ્ટર એરપોર્ટના સી.ઈ.ઓ. અને માન્ચેસ્ટર ઈંડિયા પાર્ટનરશીપના ચેરમેન એન્ડ્રયુ કોવને કહ્યું હતું કે, “આ પ્રતિમાનું અનાવરણ એ ગ્રેટર માન્ચેસ્ટર અને ભારત વચ્ચેના જીવંત સેતુનું પ્રતીક છે. ૧૮ મહીના પહેલાં જ્યારે માન્ચેસ્ટર ઈંડિયા પાર્ટનરશીપની રચના થઈ ત્યારથી બંન્ને વચ્ચેના સંબંધો ગાઢ બનાવવા ખૂબ મહેનત કરાઈ છે. હું આ પ્રોજેક્ટમાં સામેલ તમામને અભિનંદન આપું છું. શહેરમાં આ નવીન સ્થાપત્યનું સ્વાગત છે અને આવનારા વર્ષોમાં જે કોઈ પણ તેની મુલાકાત લેશે તેઓને તે ખૂબ જ ગમશે તેની મને ખાતરી છે.

મહાત્મા ગાંધીજીએ આપણને સત્ય અને પ્રેમના માર્ગે શાંતિપૂર્ણ રીતે આગળ વધતા શીખવ્યું છે અને આ પ્રતિમા વૈશ્વિક શાંતિમાં તેમના અમૂલ્ય યોગદૃાનને એક શ્રદ્ધાંજલિ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.