Abtak Media Google News

કાર્ટોસેટ-૩ સાથે અમેરિકાની ૧૩ નેનો સેટેલાઈટ ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાઈ

ભારત અવકાશ ક્ષેત્રે અનેકવિધ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યું છે ત્યારે ચંદ્રયાન-૨ મિશનને નિષ્ફળતા મળ્યા બાદ ઈસરો દ્વારા અર્થ ઈમેજીંગ અને મેપીંગ સેટેલાઈટને અંતરીક્ષમાં છોડવામાં આવી હતી જેમાં હવે ભારતનો ખૂણેખુણો નિહાળી શકાશે અને તમામ પ્રકારની ગતિવિધિઓ ઉપર બાજ નજર રખાશે. હાલ પીએસએલવી સી-૪૭ મારફતે કાર્ટોસેટ-૩ની સાથોસાથ અમેરિકાની ૧૩ નેનો સેટેલાઈટને ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવી છે.

7537D2F3 3

ભારતીય સંસ્થા ઈસરોએ બુધવારે આંધ્ર પ્રદેશના હરીકોટાના એડ્વાન્સ રિમોટ સેંસિંગ સેટેલાઈટ કાર્ટોસેટ-૩ને સફળતાપૂર્વ લોન્ચ કરી દીધું છે. આ ઈસરોનું પાચમું સફળ મિશન છે. કાર્ટોસેટની સાથે અમેરિકાના ૧૩ નાના કોમર્શિયલ ઉપગ્રહ પણ ભારતની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આ લોન્ચિંગ પીએસએલવી-સી૪૭ રોકેટથી કરવામાં આવ્યું છે. કાર્ટોસેટનો ઉપયોગ હવામાન અને સૈન્ય માહિતી ભેગી કરવા માટે થશે. કાર્ટોસેટ-૩નું વજન લગભગ ૧૫૦૦ કિલો છે. આજે થર્ડ જેનરેશન એડ્વાન્સ હાઈ રિઝોલ્યુશન વાળા અર્થ ઈમેજિંગ સેટેલાઈટમાં પહેલું છે. એજન્સી ૧૯૮૮થી રિમોટ સેટેલાઈઠ લોન્ચ કરી રહી છે. આ સેટેલાઈટ દ્વારા ઈસરોને પૃથ્વીની હાઈ રિઝોલ્યુશન વાળી તસવીરો મળી શકશે. તેનો ઉપયોગ ૩-ડી મેપિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ખેતી, પાણીના સોર્સ અને સીમાની સુરક્ષા માટે કરવામાં આવશે. કાર્ટોસેટ-૩ પોતાની સિરીઝનો આ નવમો સેટેલાઈટ છે. કાર્ટોસેટ-૩નો કેમેરો એટલો તો શક્તિશાળી હશે કે તે અંતરિક્ષમાં ૫૦૯ કિલોમીટરની ઉંચાઈ પરથી જમીન પર ૧ ફૂટથી પણ ઓછા અંતર એટલે કે ૯.૮૪ ઈંચ સુધીના સ્પષ્ટ ફોટા લઈ શકશે, એટલે કે તમારા કાંડા પર બાંધવામાં આવેલી ઘડિયાળમાં સમયની પણ સટીક જાણકારી મેળવી લેશે.

કાર્ટોસેટ-૩માં કાર્ટોસેટ-૩નો કેમેરો એટલો શક્તિશાળી છે કે સંભવત: અત્યાર સુધીનો આ સૌથી સટીકતા વાળા સેટેલાઈટ કેમેરા કોઈ પણ દેશ દ્વારા લોન્ચ કરાવમાં આવ્યા નથી. અમેરિકાની ખાનગી સ્પેશ કંપની ડિજીટલ ગ્લોબના જીયોઆઈ-૧ સેટેલાઈ ૧૬.૧૪ ઇંચની ઉંચાઈ સુધી ફોટા લઈ શકે છે. કાર્ટોસેટ સિરીઝના પ્રથમ સેટેલાઈટ કાર્ટોસેટ-૧ પાંચ મે,૨૦૦૫ ના રોજ પ્રથમ વખત લોંચ કરવામાં આવ્યું હતું. ૧૦મી જાન્યુઆરી,૨૦૦૭ના રોજ કાર્ટોસેટ-૨, ૨૮મી એપ્રિલ, ૨૦૦૮ના રોજ કાર્ટોસેટ-૨એ, ૧૨મી જુલાઈ,૨૦૧૦ના રોજ કાર્ટોસેટ-૨બી, ૨૨મી જૂન, ૨૦૧૬ના રોજ કાર્ટોસેટ-૨ સિરીઝ સેટેલાઈટ, ૧૫મી ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ કાર્ટોસેટ-૨ સિરીઝ સેટેલાઈટ, ૨૩મી જૂન, ૨૦૧૭ના રોજ કાર્ટોસેટ-૨ સિરીઝ સેટેલાઈટ અને ૧૨મી જાન્યુઆરી,૨૦૧૮ના રોજ કાર્ટોસેટ-૨ સિરીઝ સેટેલાઈટ લોન્ચ કરાવમાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.