Abtak Media Google News

સત્ય એ જ પરમેશ્વર છે ગુજરાત કોંગ્રેસનું નવું સુત્ર : જે રાજકોટની શેરીઓ ગલીઓમાં ગુંજશે

૨૮મીએ ગાંધી સંદેશ યાત્રાનું રાજકોટમાં આગમન: રૂટ જાહેર કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની ગાંધી સંદેશ યાત્રા અંગેની બેઠક નાગર બોર્ડીંગ , વિરાણી સ્કુલ સામે બેઠક મળી હતી  આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતદેશના રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધીબાપુની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી ગાંધી સંદેશ યાત્રા નું પોરબંદર થી સાબરમતી અને દાંડી થી સાબરમતી બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

આ યાત્રામાં ગુજરાત રાજ્યના વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની અધ્યક્ષતામાં પોરબંદર થી સાબરમતી રેલી તા.૨૭/૯ ના રોજ પોરબંદરથી યાત્રાનો પ્રારંભ કરી રાજકોટ શહેરમાં  તા.૨૮/૯ ના રોજ આગમન થશે અને રાજકોટ શહેરના અલગ અલગ રૂટ ઉપરથી નીકળશે અને નાગર બોર્ડીંગ ખાતે રાત્રી રોકાણ કરશે અને તા.૨૯/૯ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારો માંથી નીકળશે તેમજ જયુબેલી ગાર્ડન ખાતે આવેલ પૂજ્ય ગાંધીબાપુના સ્ટેચ્યુએ પુષ્પાંજલિ કરી શહેરના અલગ અલગ વિસ્તારમાં બાઈક યાત્રા રવાના થશે અને સમગ્ર રાજકોટ શહેરમાંથી તમામ વોર્ડમાંથી, તમામ વિસ્તારોમાંથી, ફ્રન્ટલ-સેલ સંગઠનો અને સામાજિક અગ્રણીઓ  ગાંધી સંદેશ યાત્રા બાઈક યાત્રામાં બહોળી સંખ્યામાં જોડાશે તેમજ યાત્રાના આયોજન અંગેની બેઠક રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ ઉપ પ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડા, મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, દેવેન્દ્રભાઈ ધામી, મહેશભાઈ રાજપૂત, પ્રદીપભાઈ ત્રિવેદી પ્રદેશ મંત્રી રાજદીપસિંહ જાડેજા, મુકેશભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ  મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ સહમંત્રી મયુરસિંહ જાડેજા, મનપા ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દંડક અતુલભાઈ રાજાણી, ફ્રન્ટલ સેલના વડાઓ ભાવેશભાઈ ખાચરિયા-સેવાદળ, મનીષાબા વાળા – મહિલા કોંગ્રેસ, મુકુન્દભાઈ ટાંક  જીલ્લા યુથ કોંગ્રેસ, રોહિતસિંહ રાજપૂત- જીલ્લા એનએસયુઆઈ, નરેન્દ્ર સોલંકી એનએસયુઆઈ, રાજેશભાઈ આમરણીયા ઓબીસી, યુનુસભાઈ જુનેજા  માઈનોરીટી, નરેશભાઈ સાગઠીયા  એસ.સી.ડીપા., જીગ્નેશભાઈ સભાળ  માલધારી સેલ, આશિષસિંહ વાઢેર  ફરિયાદ સેલ, જીગ્નેશભાઈ વાગડિયા  સોસીયલ મીડિયા, મહેશભાઈ પાસવાન  ઇન્ટુક, સંકેત રાઠોડ  વિચાર વિભાગ, વોર્ડ પ્રમુખશ્રીઓ રમેશભાઈ જુન્જા, ગૌરવભાઈ પુજારા, રાજેશભાઈ કાપડિયા, કેતનભાઈ જરીયા, કેતનભાઈ તાળા, જગદીશભાઈ સખીયા, માણસુરભાઇ વાળા, વાસુરભાઈ ભમ્ભાની, નારણભાઈ હિરપરા, નિમેશભાઈ ભંડેરી.કોર્પોરેટરો દિલીપભાઈ આસવાણી, સીમીબેન જાદવ, રેખાબેન ગજેરા, ઘનશ્યામસિંહ એ. જાડેજા, પરેશભાઈ હરસોડા, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડીયા, જાગૃતિબેન ડાંગર, રવજીભાઈ ખીમસુરીયા, મકબુલભાઈ દાઉદાણી, હારૂનભાઈ ડાકોરા, ગાયત્રીબેન ભટ્ટ, મહિલા કોંગ્રેસ દિપ્તીબેન સોલંકી, ચંદ્રિકાબેન વરાણીયા, હિરલ રાઠોડ, રીટાબેન વદેચા, સરોજબેન રાઠોડ, કોંગ્રેસ આગેવાનો પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, ગોવિંદભાઈ સભાયા, ભીખાભાઈ ગજેરા, ઠાકરસીભાઈ ગજેરા, અનિલભાઈ જાદવ, પ્રભાતભાઈ ડાંગર, રામભાઈ હેરભા, વિજયભાઈ સીતાપરા, સંજયભાઈ કથ્રેચા, રસિકભાઈ ભટ્ટ, છગનભાઈ ચાવડા, નીલેશભાઈ વિરાણી, અનવરભાઈ ઓડિયા, પ્રહલાદસિંહ જાડેજા, અંકુરભાઈ માવાણી, રણજીતભાઈ મુંધવા, ભાર્ગવભાઈ પઢિયાર, રજતભાઈ સંઘવી, અનીશભાઈ હિરાણી, શૈલેશભાઈ રૂપાપરા, દિનેશભાઈ મોલીયા, આનંદભાઈ વાગડિયા, કિશોરસિંહ જાડેજા, ભૂપતસિંહ ઝાલા, વાલજીભાઈ બથવાર, વી ડી વ્યાસ, રમેશભાઈ તાલાટિયા, રોહિતભાઈ બોરીચા, મયુર ખોખર, કિશન પરસાણીયા, અજીતભાઈ વાંક, હરેશભાઈ ડોડીયા, હાજી આસીફ રફાઈ, નારણભાઈ પુરબીયા, અનિલભાઈ રાઠોડ, દર્શન ગોસ્વામી, સંજયભાઈ વડેચા, મોહનભાઈ સિંધવ, હરેશભાઈ પરમાર, જીત વાઘેલા, ડાયાભાઈ શેઠીયા, ભાવેશ પટેલ, ગેલાભાઈ મુછડીયા, હરેશભાઈ સોજીત્રા, લાધાભાઇ ઉંધાડ, નાગજીભાઈ વિરાણી, ઘનશ્યામભાઈ મકવાણા, વિમલભાઈ મુંગરા. વગેરે આગેવાનો કાર્યકરો અને કોંગ્રેસ પરિવારના સભ્યો આ બેઠકમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની અખબારી યાદી જણાવે છે.

ગાંધી સંદેશ યાત્રા રૂ

તા.૨૮/૯/૨૦૧૯ શનીવારના રાજકોટ શહેર કોંગ્રેસ હદ શરુ સાંજે ૬ કલાકે

બાઈક યાત્રા રાજકોટ સીટી આગમન ગોંડલ ચોકડી, રાધે ચોકડી, મવડી ચોકડી, નાના મૌવા સર્કલ, કે કે વી ચોક, કાલાવડ રોડ, મહિલા કોલેજ ચોક, કિશાનપરા ચોક, રેસકોર્સ રીંગ રોડ, જીલ્લા પંચાયત ચોક, ડો.યાજ્ઞિક રોડ, એસ્ટ્રોન ચોક, નાગર બોર્ડીંગ.

તેમજ રાત્રી રોકાણ અને ભોજન: તા.૨૯/૦૯/૨૦૧૯ રવિવારના સવારે ૧૦:૩૦ કલાકે બાઈક યાત્રા પ્રસ્થાન નાગર બોર્ડીંગ, ડો.યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણ બાગ, જયુબેલી બાગ,

ગાંધીજી સ્ટેચ્યુ ફૂલ હાર: નાગરિક બેંક ચોક, ઢેબર રોડ, લાખાજીરાજ રોડ,  દીવાનપરા, કોઠારીયાનાકા પોલીસ ચોકી, રામનાથપરા સ્મશાન પાસેથી ભાવનગર રોડ તરફ, ભાવનગર રોડ, પટેલ વાળી, પાણીનો ઘોડો, (બાલક હનુમાન), રણછોડદાસ આશ્રમ, કુવાડવા રોડ,  ગ્રીનલેન્ડ ચોકડી, બપોરે ૦૧:૦૦ સાત હનુમાન મંદિર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.