Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લો એ કપાસ નું હબ ગણવા માં આવે છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં અનેક તાલુકાઓ માં કપાસ નું ઉત્પાદન સમગ્ર ગુજરાત માં ડંકો વગાડે છે જેમાં ખાસ કરી ને મુળી પંથક ના ગામડાઓ ના ખેડૂતો સારું એવુ કપાસ નું ઉત્તપદન કરી સારી એવી આવક મેળવે છે.ત્યારે આ વર્ષ ખરાબ હોવા છતાં પણ આ ગામ ના ખેડૂતોએ કપાસ ઉત્પાદન માં પોતાનો ડનકો વગાડ્યો છે.

Advertisement

7537D2F3

ત્યારે આ મુળી તાલુકા ના ખેડૂતો નો ત્યાર થયેલો કપાસ હાલ અત્યાર સુધી પુર જોશ માં વેચાણ શરૂ હતું અને ખેડૂતો ને જેમ જેમ કપાસ ત્યાર થાય તેમ તેમ વેચી રહા હતા.ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લા ના મુળી માં આજુબાજુ ના ગામો માં કપાસ ની ખરીદી અચાનક બન્ધ કરવા માં આવતા ખેડૂત પુત્ર માં રોસ વ્યાપ્યો છે.

ત્યારે આ બાબત ની ઉપર લેવલે ચંદ્ર સિંહ પરમાર નાયકા વાળા એ રજુઆત કરી હતી.અને ફરી કપાસ ની ખરીદી શરૂ કરવા માગ પણ કરવા માં આવી હતી.ત્યારે આ મુળી શેખપર અને આજુબાજુ ના ગામ સુરેન્દ્રનગર જિલ્લા માં કપાસ ઉત્પાદન નું હબ છે અને અહીં સૌ થી વધુ કપાસ નું વાવેતર કરવા માં આવે છે. ત્યારે આગામી સમય માં ખરીદી શરૂ કરવા ખેડૂતો અને ખેડૂત આગેવાનો દવારા કરવા માં આવે તેવી માંગ કરવા માં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.