Abtak Media Google News

ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી, તાલુકા પંચાયત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ રાણા સહિતના અગ્રણીઓએ લખતરના માલિકા ગામની મુલાકાત લઇને સર્વે કર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના માલિકા ગામની મુલાકાત કોંગ્રેસના આગેવાનોએ લીધી હતી. આ વર્ષે પડેલા ભારે વરસાદના પગલે ધારાસભ્ય સહિતના આગેવાનોએ માલિકા ગામની મુલાકાત લઇને નુકસાનીનો સર્વે કરવાની કામગીરી હાથ ધરી હતી. લખતર તાલુકામાં છેલ્લા પંદર દિવસી ભારે વરસાદ પડતાં ખેત જમીનમાં પાણી ભરાઈ રહેવા પામ્યા છે, ત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતોના ઉભો પાકમાં પાણી ભરાઇ રહેવાના કારણે બળી જવાની ભીતિ વ્યક્ત થવા પામી છે, ત્યારે આ બાબતે ખેડૂતોએ સરકાર સમક્ષ અને તંત્ર સમક્ષ નુકસાની સર્વે કરવાની માંગ ઉઠાવી છે, તેવા સમયે દસાડા લખતરના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, તાલુકા પંચાયત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ રાણા, તાલુકા પંચાયત પ્રમુખ અજયસિંહ રાણા, ભરતસિંહ પરમાર, મહેન્દ્રભાઈ વાઘેલા વિગેરેઓએ ડ્રોન ઉડાડીને નુકસાની નો સર્વે હાથ ધરવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે, લખતર તાલુકાના વણા, તરમણીયા, કળમ, માલિકા સહિતના ગામોનો સમાવેશ થાય છે. આ નુકસાની સર્વે રિપોર્ટના આધારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદભાઈ એ સરકાર સમક્ષ માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.