Abtak Media Google News

આધારકાર્ડ સિવાયના દસ્તાવેજો મારફતે વિતરણ કરતા દુકાનદારો સામે ઈન્ચાર્જ પુરવઠા અધિકારી ડો.ઓમપ્રકાશ દ્વારા સતત બીજી વખત મેગા ઓપરેશન

રાજ્ય સરકારનાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા નિર્ધારિત થયા મુજબ રાજકોટ જિલ્લાનાં તમામ વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા જણસીનું વિતરણ ફકત આધાર કાર્ડ આધારિત જ કરવાનું રહે છે. પરંતુ, જે વ્યાજબી ભાવની દુકાનદારો દ્વારા આધાર ફેઇલ્ડ, અન્ય માન્ય પુરાવાઓથી કે ઓફલાઇનથી જણસીનું વિતરણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. તેવા દુકાનદારો સામે ખાતારાહે કેસ ચલાવીને કુલ ૪  દુકાનદારોનાં લાયસન્સ કાયમી ધોરણે રદ કરેલ છે, અને કુલ- ૨ દુકાનદારોના લાઈસન્સ ૯૦ દિવસ માટે મોકુફ તથા રૂ.૫૦૦૦/- નો દંડ કરેલ છે તેમજ કુલ-૧૦  જેટલા દુકાનદારો સામે રૂ.૫૦૦/-થી રૂ.૫૦૦૦/-જેટલો કાયદાની જોગવાઇ અનુસાર દંડ કરવામાં આવેલ છે.

7537D2F3 6

વધુ વિગત પ્રમાણે રાજકોટમાં ગાયત્રીનગર વિસ્તારના વિ.એસ.શેઠ, ભગવતીપરાના નરશીભાઇ મકવાણા, કોટક શેરીના હિરેનભાઇ દક્ષિણી તેમજ માસ્તર સોસાયટીના ગ્રાહક સુરક્ષા મંડળનો પરવાનોકાયમી ધોરણે રદ કરવામાં આવ્યો છે. તથા આ તમામને રૂ. પાંચ હજાર દંડ કરવામાં આવ્યો છે. જ્યારે જેતપુરના શીતલબેન લાંઘણોજા,અને આટકોટના મોહનભાઇ ઝાપડીયાના વાજબી ભાવની દુકાનના પરવાનાઓ ૯૦દિવસ માટે મોકુફકરવામાં આવ્યા છે તથાઆ બંનેને રૂ. પાંચ હજારનો દંડકરવામાં આવ્યો છે. તથા અન્ય ૧૦ લોકોને રૂ. ૩૦૦૦ થી રૂ. ૫૦૦૦ સુધીનો દંડકરવામાં આવ્યો છે જેમાં રાજકોટમાં પુનિતનગર સોસાયટીના સુનિલભાઇ ટહેલીયાણી, જંક્શન પ્લોટના નિર્મલભાઇ ક્રિપલાણી, ભગવતીપરાના હસમુખભાઇ ચંદારાણા, રામનાથપરાના અશોકકુમાર, ઉપલેટાના મહિલા ગ્રાહક સહકારી ભંડાર લી. અને રવજીભાઇ કણસાગરાને રૂ. ૫૦૦૦નો દંડ કરાયો છે, જયારે ધોરાજી(કાયમી)ના કે.કે.ચૌધરીને રૂ. ૪૦૦૦/- સાણથલીના મહેશભાઇ વાણીયાને રૂ. ૩પ૦૦/-  ધોરાજી(હંગામી)ના કે.કે. ચૌધરી અને જેતપુરના ગોપાલભાઇ બગડાને રૂ. ૩૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે, તેમ જિલ્લા પુરવઠા અધિકારી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.