Abtak Media Google News

શહેરના રૈયા રોડ પરના અગ્રણી ફાર્મસી આનંદમયી મેડીકલ સ્ટોરના સંચાલક અંકિતભાઈ કાછેલાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે ઓનલાઈન ફાર્મસી જ અમને ગળે ઉતરતી નથી કારણ કે પ્રિસકીપ્શન આવે છે તે જૂના પ્રિસકીપ્શન પર દવા આપે છે. અને જે સસ્તુ મળે છે. એ દર વખતે સારીકવોલીટીનું હોતુ નથી ધણી વખત ગ્રાહકને પણ ખરાબ અનુભવ થાય છે. દવા મંગાવે છે તેના કરતા બીજી કવોલીટીની આવેલ છે. ઓનલાઈન ફાર્મસીને ડીલેવરીમાં ૮ થી ૧૦ દિવસનો સમય લાગે છે. જયારે દવા એ એવી વસ્તુ છે જે તાત્કાલીક જ‚રીયાત વાળી હોય હું પોતે આ લાઈનમાં ૧૩ વર્ષથી જોડાયેલો છું અને અમારો મેડીકલ ૩૦ વર્ષથી કાર્યરત છે. પ્રમાણિકતાએ અમારી નીતિ છે નિયમિત ગ્રાહકોને ફ્રી હોમ ડીલીવરીની સાથે ડિસ્કાઉન્ટ પણ આપીએ છીએ.

1 13

 

ડાયાબીટીસ, બીપીના દર્દીને ડોકટર એક સાથે વર્ષની પણ દવા લેવાનું કહેતા હોય છે. પરંતુ દર્દી પોતાની અનુકુળતા પ્રમાણે મહિના મહિનાની દવા લેતા હોય છે. પરંતુ અમે પ્રિફર કરીએ તો નવા પ્રિફકીપ્શન પર જ દવા લેવી હીતાવહ છે. મારા મેડીકલ સ્ટોર વિવિધ કંપનીઓની અંદાજે ૭૦ હજાર જેટલી દવાઓને સ્ટોક હંમેશા ઉપલબ્ધ હોય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.