Abtak Media Google News

નાગરિકતા સંશોધન કાયદાના સમર્થન અને જનજાગૃતિ માટે રાજકોટ જિલ્લા યુવા ભાજપની બેઠક મળી

નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાં નાગરિકતા સંશોધન ખરડો પસાર થયેલ છે. જે ખરડાને કાયદાનું સ્વરૂપ મળવાથી દેશદ્રોહી અને અરાજકતાવાદી તત્ત્વો દ્વારા દેશને અને દેશના લોકો ગુમરાહ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે. જે કાયદાની ખરેખર આવશ્યકતા અને ઉપયોગીતા બાબતે લોકોમાં ખરી જાગૃતતા લાવવા અને સમર્થન મેળવવા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા જે કાર્યક્રમો આપવામાં આવ્યા છે એ કાર્યક્રમોને લોકો સુધી પહોંચાડવા માટે રાજકોટ જિલ્લા કાર્યાલય ખાતે રાજકોટ જિલ્લા યુવા ભાજપની બેઠક યુવા અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં પ્રદેશ કારોબારી સભ્ય અને જિલ્લા પ્રભારી મનીષભાઈ સંઘાણી, સહ-પ્રભારી હિતેશભાઈ ચનીયારા, મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, રોહિતભાઈ ચાવડા, પ્રદેશ કારોબારી સભ્યો યોગેશભાઈ કયાડા, સતીશભાઈ શિંગાળા, ઉપપ્રમુખો મુકેશભાઈ મેર, કમલેશભાઈ વરૂ, હિરેનભાઈ જોશી, મંત્રી સંજયભાઈ કાકડિયા સહિત જિલ્લાના તમામ મંડલોના પ્રમુખ-મહામંત્રીઓ અને જિલ્લા કારોબારી સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Patto Ban Labs 2

આ કાયદા અંગે અને આગામી કાર્યક્રમો અંગે અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ અને મનીષભાઈ સંઘાણી તેમજ હિતેશભાઈ ચનીયારા દ્વારા પત્રિકા વિતરણ, પોસ્ટકાર્ડ લેખન, સ્કૂલ કોલેજ સંપર્કો, ગ્રુપ મીટીંગો, મિસ્ડ કોલ અને સહી ઝુંબેશ અંગે માહિતી અને માર્ગદર્શન આપેલ સાથે આગામી ૧૨ જાન્યુઆરીનાર સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિના કાર્યક્રમો તેમજ આગામી તા.૨૫ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લાના તમામ મંડલોમાં જિલ્લા યુવા મોરચા દ્વારા એક સાથે ત્રિરંગા યાત્રા સાથે બાઈક રેલી યોજવામાં આવશે. દરેક કાર્યક્રમોના ઈન્ચાર્જોની નિમણૂંક પણ કરવામાં આવેલ છે. જેમાં પત્રિકા વિતરણમાં પરેશભાઈ વાગડિયા, સ્કૂલ કોલેજ કેમ્પેઈનમાં મુકેશભાઈ મેર, મિસ્ડકોલ ઝુંબેશમાં કમલેશભાઈ વરૂ, એસી. એસ.ટી. સમાજ ગ્રુપ મીટીંગોમાં સંજયભાઈ કાકડીયા, સહી ઝુંબેશમાં સરજુભાઈ માંકડિયા, ગ્રુપ મીટીંગોમાં સુરેશભાઈ રાણપરીયા, સ્વામી વિવેકાનંદ પુષ્પાંજલિમાં યોગેશભાઈ કયાડા ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન યુવા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતું અને આભારવિધિ ઉપપ્રમુખ મુકેશભાઈ મેરે કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.