મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ૧૨ જગ્યા માટે ૭૦૦૦ જ્યારે ફિમેલ હેલ્થ વર્કરની ૮૧ જગ્યાએ ૬૦૦૦ અરજીઓ આવતા તંત્ર ધંધે લાગ્યું
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલી ૧૪૫ જગ્યાઓ તદન હંગામી ધોરણે ભરવા માટે તાજેતરમાં અરજીઓ મંગાવવામાં આવી છે. રાજ્યમાં જાણે બેરોજગારીએ અજગરી ભરડો લીધો હોય તેમ ૧૪૫ જગ્યાઓ માટે ૨૧૩૮૦ અરજીઓ આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહાપાલિકા વિસ્તારમાં આવેલા શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરની ૧૧ જગ્યા, ફાર્મસીસ્ટની ૧૨ જગ્યા, લેબ ટેકનીયન્સની ૧૪ જગ્યા, ફિમેલ હેલ્થ વર્કર ૮૧ જગ્યા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ૧૨ જગ્યા, મહિલા નર્સીંગ સ્ટાફની ૧૩ જગ્યા અને એકસે ટેકનીસીયરની ૨ જગ્યાએ કુલ ૧૪૫ ખાલી જગ્યાઓ ભરવા માટે તાજેતરમાં અરજીઓ મંગાવવામાં આવી હતી.
જેમાં મેડિકલ ઓફિસરની ૧૧ જગ્યા માટે ૨૦૦ અરજી, ફાર્માસીસ્ટની ૧૨ જગ્યામાં ૩૦૦૦ જગ્યા, લેબ ટેકનીસીસયરની ૧૪ જગ્યા માટે ૨૫૦૦ અરજી, ફિમેલ હેલ્થ વર્કરની ૮૧ જગ્યાએ માટે ૬૦૦૦ અરજી, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કની ૧૨ જગયા માટે ૭૦૦૦ અરજી, નર્સીંગ સ્ટાફની ૧૩ જગ્યાએ માટે ૨૫૦૦ અરજી અને ૨ એકસરે ટેકનીસીયન માટે ૧૮૦ જેટલી અરજીઓ આવી છે.
હાલ આ અરજીનું શોર્ટીંગ ચાલી રહ્યું છે. જે પૂર્ણ યા બાદ પરીક્ષા લેવાની કાર્યવાહી હા ધરવામાં આવશે. ૧૪૫ જગ્યાઓ માટે ૨૧૩૮૦ અરજીઓ આવતા તંત્ર ધંધે લાગી ગયું છે. પરીક્ષા માટે પણ ૧૦ જેટલા કેન્દ્રો ખોલવા પડે તેવી શકયતા ઉભી વા પામી છે.