Abtak Media Google News

વિશ્ર્વમાં કેટલાક એવા પણ સ્થળો છે જયાં મનુષ્યોને રહેવા માટે વધારે ખતરનાક છે.આમાંથી કેટલાક ક્ષેત્રો એવા પણ છે જયાં લોકોને જવા માટે પ્રતિબંધ હોય છે.આજે અમે તમને ધરતીના કેટલાક એવા જ સ્થળો વિષે જણાવવાના છીએ.

ખૂની પોખર,જાપાન :- આ જાપાનની સૌથી ફેમસ જગ્યામાંથી એક છે. આ તળાવમાં તરવાની મનાઈ છે.કારણકે આનું તાપમાન ૧૯૪ ફેરનહાઈટમાં રહે છે.તળાવમાં  લોખંડ અને મીઠાની માત્રા વધારે છે તેથી આનું પાણી ખૂની લાલ રંગનું હોય છે.આ પાણીમાં વરાળની સપાટીથી બાષ્પીભવન થાય છે.આને જોતા એવું લાગે છે કે જાણે આ નરકનું દ્વાર હોય.

કીવું લેક,આફિકા:- આફિકાના મહાદ્વીપમાં કોંગો ઓફ ડેમોક્રેટિક રિપબ્લિક અને રવાંડાની સીમાની વચ્ચે આ લેક આવેલ છે.આ પાણીની નીચે ઊંડાઈએ મિથેન ગેસ આવેલ છે.જો આ ઝેરીલા ગેસથી બનેલા વાદળો સપાટી પર આવી જાય તો આ ક્ષેત્રમાં વસેલા ૨૦ લાખ લોકોનું મૃત્યુ થાય.

માઉન્ટ મેરાપી જવાળામુખી, ઈન્ડોનેશિયા:- માઉન્ટ મેરાપી એક સક્રિય જવાળામુખી છે.જે ઈન્ડોનેશિયાના યાગ્યકાર્ટામાં આવેલ છે.ઈન્ડોનેશિયામાં આ સૌથી સક્રિય જવાળામુખી છે.૧૫૪૮થી સક્રિય છે.જયારે આમાં વિસ્ફોટ નથાય ત્યારે પણ આમાંથી વધારે ધુમાડાઓ નીકળે છે. આ ધુમાડો આકાશમાં ૨ માઈલ ઊંચાઈ સુધી દેખાય છે. આની આજુબાજુ ૪ માઈલથી પણ નજીક ૨,૦૦,૦૦૦ લોકો રહે છે.જો આ જવાળામુખી અચાનક મોટો થાય તો લોકો પાયમાલ થઈ શકે છે.

રામ્રી આઈલેન્ડ, બર્મા:- આ આઈલેન્ડ બર્મામાં આવેલ છે આ આઈલેન્ડને ગિનીસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એટલા માટે જગ્યા મળી છે કે અહીના ખતરનાક જાનવરોએ સૌથી વધારે લોકોને નુકશાન પહોચાડયું  છે. આ આઈલેન્ડમા ખારા પાણીના ઘણા બધાં તળાવો આવેલ છે.અને આ દ્વીપ ખતરનાક મગરોથી ભરેલ છે.

Knowledge Corner Logo

મિયાકેઝીમા આઈલેન્ડ,જાપાન :- જાપાન સ્થિત આ આઈલેન્ડમાં ન્યુકિલયર અકસ્માતો સિવાય પણ ભૂકંપ ઘટનાઓ ખુબ ઘટે છે.અહીના શ્યામા ઓથામાં જવાળામુખી ફાટતો રહે છે.આ જવાળા મુખીને કારણે અહી લોકો સ્વચ્છ શ્ર્વાસ પણ નથી લઈ શકતા આ આઈલેન્ડમાં જીવતું રહેવા માટે લોકોને હમેશા ગેસ માસ્ક લગાવી રાખવું પડે છે, કારણકે અહી વાતાવરણમાં ઝેરી વાયુઓનું પ્રમાણ સામાન્ય કરતા વધું માત્રામાં છે. આ ઉપરાંત આ દ્વીપમાં એક નહિ પણ અનેક જોખમો છે.

સ્નેક આઈલેન્ડ, બ્રાઝીલ :- બ્રાઝીલના આ સાઓ પાલો ટાપુનો કિનારો  છે. આને ગોલ્ડન લાંસહેડ  સાપની પ્રજાપતિનું ઘર કહેવામાં આવે છે. અહી આ સાપોની સંખ્યા એટલી વધુ માત્રામાં છે.કે દરેક એક ચોરસ મીટરને પાંચ સાપ એટલે કે તમારો સિંગલ બેડ જેટલી જગ્યા છે.તેટલી જગ્યામાં દસ સાપ, અને ડબલ બેડની જગ્યામાં વીસ સાપ. આ સાપની  ગણતરી વિશ્ર્વના સૌથી ઝેરીલા સાપોમાં કરવામાં આવે છે.આ સાપ જયારે કરડે છે ત્યારે માણસ ૧૦ થી ૧૫ મિનીટને અંદર જ મરી જાઈ છે.આખા બ્રાઝીલમાં સાપ કરડવાથી થયેલ મૃત્યુમાંથી ૯૦ ટકા મોત માટે સાપોને જ જવાબદાર માનવામાં આવે છે.હાલમાં બ્રાઝીલન લોકોએ આજગ્યાપર પ્રતિબંધ મુકેલ છે.

સેબલ આઈલેન્ડ, જહાજોને ખાનારો આઈલેન્ડ,કેનેડા:- કેનેડાના હેલિફેકસ પાર્ટની પાસે આ દ્વીપ ઝાકળમાં સતત છુપાયેલ રહે છે.આને જોતા એવું લાગે છે.કે તે હંમેશા શિકારની શોધમાં સાવધ રહે છે.આ અખાતની ગરમ લહેર લેબ્રાડોરની ઠંડી હવાને મળે છે. ઝડપી પવનો અને ઘણાં ઊંચાં મોજાની વચ્ચે લગભગ આ દ્વીપ દેખાતો નથી, એટલા માટે અહી કેટલાક જહાજો દુર્ઘટનાગ્રસ્ત થાય છે.આ જમીનની રેતીનો રંગ સમૃદ્રના પાણીની જેમ બદલાતો રહે છે.આને દુનિયાના સૌથી ખતરનાક સ્થળમાંથી એક માનવામાં આવે છે.

રોયલ પાથ,સ્પેઈન:- દુનિયાના સૌથી ખતરનાક સ્થળમાંથી એક છે સ્પેઈનનો  રોયલ પાથ. અલોરા નામના એક ગામની પાસે જયોર્જ એલ ચોરની બાજુમાં આવેલ છે.આ ખતરનાક રસ્તો ૩૦૦ થી ૯૦૦ ફુટની  ઊંચાઈ, લંબાઈ ૧.૮ મીટર અને પહોળાઈ ૩ ફુંટ છે.સ્પેઈનના આ રોયલ  પાથને પબ્લિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પર્યટકોની વચ્ચે હજુ પણ આ એક રોમાંચ બનેલ છે.અહી દર વર્ષે કેટલાક લોકોનું  પડવાથી મોત  થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.