Abtak Media Google News

અસુરક્ષિત જાતિય વ્યવહારોનું વધતું પ્રમાણ એઇડ્સ નાબુદીમાં બાધારૂપ છે

વિશ્ર્વનો સૌથી વધુ પ્રચાર પ્રસાર પામેલો એઇડસ વિશ્ર્વમાં ૧૯૮૧માં પ્રથમવાર અને ભારતમાં ૧૯૮૬માં જોવા મળ્યો. આજે ૩૯ વર્ષે પણ  મેડીકલ સાયન્સ કોઇ ચોકકસ રસી કે દવા શોધી શકયું નથી. તેનીસાથે સારી રીતે જીવન જીવી શકાય તેવી એચ.આઇ.વી. વાયરસ સામેની એન્ટીરીટ્રો વાયરસ દવા ચોકકસ આવે છે.

માત્ર ચાર પ્રકારે ફેલાતા એચ.આઇ.વી. વાયરસ ને ત્રણ પ્રકાર જેમાં માતા દ્વારા બાળકને દુષિત લોહી ચડવાને કારણે, એકથી વધુવાર વપરાયેલી સિરીઝ નિડલ કે ઓપરેશનના સાધનો આ બધામાં મહદ અંશે સફળતા પ્રાપ્ત કરી છે. પરંતુ અસુરક્ષિત જાતીય વ્યવહારો હાઇરીસ્ક બિહેવયરમાં આપણે કશું કરી શકવા સક્ષમ ન હોવાથી ૧૪ થી ર૪ વર્ષના યુવા વર્ગમાં એચ.આઇ.વી. નો ચેપ ઝડપથી પ્રસરી રહ્યો છે. વિશ્ર્વનાં વિકસીત દેશો તો ત્યાંના શિક્ષણ વ્યાપને કારણે બહાર નીકળી શકયા પરંતુ  ભારત જેવા દેશમાં નિરક્ષરતા ગરીબી જેવા કારણે તેના નિયંત્રણ બાબતે લાંબી મઝલ કાપવી પડશે.

હાલ વિશ્ર્વભરમાં ૪૦ મીલીયનથી વધારે એચ.આઇ.વી. ના વાહકો છે ત્યારે દરરોજ નો મૃત્યુઆંક એકલા બાળકોનો જ ૩૦૦ થી વધારે છે. જે ગંભીર બાબત છે.

શોધ, સંશોધન, હયુમન ટ્રાયલનાં પરિણામો મળી રહ્યા છે. પરંતુ એચ.આઇ.વી. વાયરસમાં ભિન્નતા આવવાથી ફરી મહેનત વિજ્ઞાનિકોએ કરવી પડે છે.

7537D2F3 19

હાલ વિશ્ર્વમાં એન્ડ એઇડસ ૨૦૩૦ પર કામ શરૂ થઇ ગયેલ છે. અર્થાત આગામી ૩ હજાર દિવસોમાં તેની રસી કે દવા શોધાઇ શકવાની આશા છે.

હાલ વાયરસ સાથે જીવતો માણસ લાંબુ કવોલીટીસભર જીવન જીવી શકે તેવી દવા છે. પણ તે તેનો કોઇ ચોકકસ ઇલાજ નથી.જનજાગૃતિ વિવિધ સહયોગ, સહાય સાથે મફત મળતી મેડીકલ સારવારને કારણે એચ.આઇ.વી. ના વાહકો લાંબુ તંદુરસ્ત જીવી શકે છે. વિશ્ર્વમાં આફ્રિકા નાઇઝીરીયા તથા ભારતમાં એઇડસના વાહકોની સંખ્યા સૌથી વધુ છે.

બ્લડ બેંકમાં રકતની તપાસમાં લેઇટેસ્ટ કીટને કારણે હવે વિન્ડો પિરિયડ જેવી સમસ્યાના અંત તરફ વિજ્ઞાન મેડીકલ જગત છે ત્યારે હજુ પણ દુષિત રકતથી ચેપનાં બનાવો જોવા મળી રહ્યા છે. હાલની ટેસ્ટીંગ કીટ માત્ર ર૪ કલાક પહેલાની સ્થિતિ પણ પકડી પાડે છે જે પહેલા  ૪ થી ૬ વીકનો સમયગાળો હતો.

આગામી દિવસોમાં નવી શોધ સંશોધન થશે ને આશા છે કે આગામી ત્રણ હજાર દિવસોમાં તેની અકસીર દવા શોધાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.