Abtak Media Google News

ઝુલ્ફો કો હટાલો ચહેરે સે…. થોડા સા ઉઝાલા હોને દો!!

પહેલા લાંબા હિપ્પીવાળને ગાલ પર લાંબી જાડી કટની ફેશન બાદ શોર્ટ હેરની ફેશન આવી

વર્ષો  પહેલા ‘સાધના કટ’નો યુગ હતો અને આજે વિવિધ હેર સ્ટાઇલમાં યુવા વર્ગ જોવા મળે છે

આપણા દેશમાં ર૦૦૦ની સાલ સુધી હેર સ્ટાઇલનું બહુ મહત્વ ન હતું પણ છેલ્લા બે દાયકાથી ખાસ કરીને યુવા વર્ગ ફિલ્મ સ્ટાર અને ક્રિકેટરોને જોઇને નીતનવી હેર સ્ટાઇલ  રાખતા થયા. ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી વિવિધ પ્રકારની હેર સ્ટાઇલનો યુગ શરૂ થયો. હાલ યુવા વર્ગમાં ફેડ કટ, અંડર કટ, અપ સ્ટાઇલ, બાઝિલ કટ, ઓલ ફ્રેડ, સ્પાયક અને અંડર એન્ડ લો કેટેગરીવાઇઝ હેર સ્ટાઇલ યુવાનની પ્રથમ પસંદગી છે. હાલ ફેડ કટનો યુવા વર્ગમાં જબ્બર ક્રેઝ છે.

અગાઉ ‘છાલીયા કટ’ જેવો શબ્દ સાંભળેલો જે આજે મશરૂમ કટ નામથી જાણીતી થઇ ગઇ છે. જાુના જમાનામાં હિપ્પી કટની ફેશન હતી શશી કપુર, ફિરોઝ ખાન, સુનિલ દત્ત, રાજેશ ખન્ના, વિનોદ મહેતા વિગેરે લાંબા વાળ રાખતા હતા. એક સમયે સાવ વાળ કટ કરીને મુંડન જ ની ફેશન આવી જેમાં ઘણા ફિલ્મ સ્ટારા જેવા કે રાકેશ રોશન, ફિરોઝખાન, પ્રેમ ચોપડા વિગેરે મુંડન સાથે જોવા મળતાં નાના બાળકની પણ પ્રતમ હેટ કટે ‘મુંડન વિધી’ આજે પણ જાણીતી છે.

છેલ્લા ૮ વર્ષથી ઘણા ફિલ્મસ્ટારો, ક્રિકેટરોને જોઇને યુવા વર્ગ આછી દાઢી રાખતો થયો. હોઠની નીચે સેમી કટ પણ ફેશન બની ગઇ છે. લેડીઝમાં પણ યુ શેઇપ, સ્પોટ કટ, લોંગ લેયર, અપર-લો કટ જેવી વિવિધ ફેશનનો આજે ઝમાનો છે. અત્યારે લોંગ લેયરનો યુવતિમાં ક્રેઝ  જોવા મળે છે. વર્ષો પહેલા પરવિન બાબી જે રાખતી તેજ સ્ટાઇલ હેર પ્રિયંકા ચોપડાના જોવા મળે છે. યુવકના સ્ટાઇલીસ્ટ હેર કટના રૂા ૩૦૦ થી પ૦૦ તો યુવતિઓના હેર કટ માટે પ૦૦ થી ૧૦૦૦ જેવો ખર્ચ થાય છે.

અબતક સાથેની મુલાકાતમાં જાણિતા હેર કટીંગ અને હેર ટ્રીટમેન્ટ કરતા અશ્ર્વિન અને હિતેષ હિરાણીએ જણાવ્યું કે ફિલ્મ સ્ટારો પણ વાળ  ઓછા હોય તે જગ્યાએ પેચ અથવા હેર સિસ્ટમ પહેરે છે. જેથી નાના અને રૂપકડા લાગે છે. હેર કલરનો પણ યુવા ધનમાં ક્રેઝ આજકાલ જોવા મળે છે. જેમાં હાઇ લો-લાઇટ, ગ્લોબલ, ગ્રે બ્લુ- યેલો ટોન આપે તો આધુનિક જમાનામાં નવા નવા શેડ યુવક-યુવતિઓ કરાવે છે. ટ્રીટમેન્ટમાં પણ સ્પા- પાવરની કસકરાવે છે. મુખ્યત્વે ક્રિકેટરો ફિલ્મ  સ્ટારોને જોઇને તેવા હેર કટ કરવાની યુવાધનમાં ઘેલછા વધી છે.

Img 20200218 Wa0085 2

આજકાલ હેર ટેટુ પણ યુવા વર્ગ કરાવે છે જેમાં બ્લેડ થી ખાચા મારીને ટ્રાયબલ જેવી વિવિધ ડિઝાઇનો કરાવે છે. ગુજરાતી યુવા ધનમાં વર્ષોથી ચાલી આવતી મશરૂમ કટ, ચાઇનીઝ કટ, વાડીલાલ કટ, મિલેટરી કટ ફેમશ છે, સાથો સાથ નયે જમાને કી નઇ સ્ટાઇલમાં યુવા વર્ગ લેઇટરી કટ હેર કટ કરાવતા જોવા મળી રહ્યા છે. છેલ્લા ૧૦ વર્ષમાં યુવા વર્ગ હેર કેર પ્રત્યે વધુ જાગૃત થયો છે. તે હેર કટ માટે પસંદગીના સ્થળે જ જાય છે. ખરેખર તો ચહેરા પ્રમાણેની હેર સ્ટાઇલથી લુકમાં વધારો થાય છે. જેમાં ગોળ, ઓવલ, ચૌકોર જેવા ચહેરામાં કઇ સ્ટાઇલ સુટ થાય તે વધુ આકર્ષક લાગે છે.

બાળકો પણ આજે ર૧મી સદીમાં ફેશન સાથે તાલ મિલાવીને સાઇડ એન્ડ બેકમાં શોર્ટ હેર, લેટર સ્ટાઇલ તો ગ્લર્સ સ્ટ્રેટ બલન્ટ, વેઝ બલન્ટ હેર સ્ટાઇલ રાખે છે. લેડીઝ પણ હાય પોનીટેલ, કર્લીસાઇડ પોનીટેલ, ટાયસીટેલ હેર સ્ટાઇલ, બબલ પોની ટેલ અને ડચ બ્રેડ જેવી વિવિધ સ્ટાઇલ રાખે છે. રાતે વાળ તૂટવા, ગુંચ વળવી આવી વિવિધ મુશ્કેલીમાં સ્કાર્ફ બાંધવો વાળની ડ્રાયનેસ રોકવા રબ્બર બેંડનો ઉપયોગ કરો. હેર સ્ટાઇલ ની પસંદગી પણ વાળનું જતન કરે છે. એવી સ્ટાઇલની પસંદગી કરો જેમાં વાળ તુટી નહી, બગડે નહીં. હેર ટ્રીટમેન્ટમાં પણ હેર સ્પા, સ્ટ્રેટનીંગ, કેરાટીન, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, હેર પ્રોટીન વિટામીન માટે ઘણી પ્રોડકટસનો વપરાશ થાય છે આનાથી વાળ, સુંદર, લાંબા અને સાઇનીંગ વાળા બને છે.

આજન ફેેશન બેલ યુગમાં યુવા ધન પોતાના લુકને આકર્ષક બનાવવા વસ્ત્રો સાથે હેર સ્ટાઇલને પણ મહત્વ આપતો થયો છે. અમુક સ્ટાઇલીસ હેર સ્ટાઇલમાં દાઢી-મુંછને પણ સામેલ કરીને લુક ને વધુ આકર્ષક કરવા સતત જાગૃત યુવા વર્ગ થયો છે. ઇરફાનખાન અભિનિત ‘બિલ્લુ બાર્બર’નામની ફિલ્મ પણ આવી હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ દયા ભાભીએ પણ રાજકોટમાં હેર કટ કરાવેલા

Img 20200219 Wa0373

રાજકોટમાં ખુબજ સુંદર પાર્લર તથા હેર સ્ટુડીયોથી આકર્ષણથી ક્રિકેટરો ચેતેશ્ર્વર પુજારા, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, શિખર ધવન, જાણીતા ગાયક કલાકારો ગુરૂ રંઘાવા, દર્શન રાવલ, કૈલાસ ખેર સાથે ફિલ્મ સ્ટાર શર્મન જોશી, આફતાબ, મલ્હાર ઠાકર, દિશા વાંકાણી (દયાભાભી) સુધા ચંદ્રન તેમજ જુના ક્રિકેટરો સુરેશ રૈના, ગાંગુલી જેવા પણ રાજકોટમાં વિવિધ હેર સ્ટાઇલ હેર ટ્રીટમેન્ટ કરાવી ચુકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.