Abtak Media Google News

મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ સાથે કરાર થયા: દ્વારકા,ભાવનગર, કચ્છ, ગીર સોમનાથના દરિયા કિનારે પ્લાન્ટ સ્થપાશે

ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકિનારે દેવભૂમિ દ્વારકા, ભાવનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૪ સી-વોટર ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ જઙટ સાથે સમજૂતિ કરાર કર્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના પાણી પૂરવઠા વિભાગ હસ્તકની ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ અને મુંબઇની શાપુરજી પાલનજી એન્ડ કંપની તથા એકવાટેક સિસ્ટમ એશિયા પ્રાયવેટ લિમિટેડની જોઇટ વેન્ચર જઙટ વચ્ચે આ કરાર સંપન્ન થયા છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યવ્યાપી વોટર ગ્રીડ તથા નર્મદાના એકમાત્ર પીવાના પાણીના સોર્સ પર અવલંબિત રહેવાને બદલે ૧૬૦૦ કિ.મી. વિશાળ દરિયાકાંઠે ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપીને દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠા પાણી બનાવી જળ સલામતિ પ્રદાન કરવાનો જે અભૂતપૂર્વ નિર્ણય કર્યો છે તેની પુષ્ટિ કરતાં આ કરાર કરવામાં આવ્યા છે.ગુજરાત સરકારે આ એસપીવી સાથે જે કરાર કર્યા છે તે મુજબ ૪ સ્થળોએ ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે.

Img 9223

તદ્દઅનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામ નજીક રોજના ૭ કરોડ લીટર, ભાવનગરના ઘોઘા નજીક દૈનિક ૭ કરોડ લીટર તેમજ કચ્છના માંડવી તાલુકાના ગુંદીયાલી ગામ પાસે ૧૦ કરોડ લિટર અને ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામ પાસે ૩ કરોડ લીટર પ્રતિદિન સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવતા ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાવાના છે. આ ચારેય પ્લાન્ટની સ્થાપનાના પ્રોજેકટને આનુષાંગિક જરૂરી પર્યાવરણીય તથા અન્ય પરવાનગીઓ એસ.પી.વી. એ મેળવવાની રહેશે અને રાજ્ય સરકાર તે હેતુસર સહયોગ કરશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આવી પરવાનગી મળ્યા બાદ પ્લાન્ટની બધી જ કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરી તમામ પ્લાન્ટ કાર્યરત કરાશે અને રોજનું ર૭ કરોડ લીટર દરિયાનું ખારૂં પાણી પીવાલાયક મીઠું પાણી બનશે.

આ ચારેય ડીસેલીનેશન પ્લાન્ટને રાજ્યવ્યાપી વોટર ગ્રીડ સાથે સાંકળીને સૌરાષ્ટ્ર-કચ્છની વધુ જળ સલામતિ આપવાનું પણ રાજ્ય સરકારનું આયોજન છે.

આ કરાર આદાન-પ્રદાન અવસરે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ચેરમેન અને સચિવ  ધનંજ્ય દ્વિવેદી, શાપૂરજી પાલનજીના હેડ ઓફ વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર ગૃપ  રેબિ થોમસ તેમજ જીડબ્લ્યુઆઈએલના આર. એસ. નિનામા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.