Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વડપણ હેઠળની ભાજપ પ્રેરિત એનડીએ સરકારે 9 વર્ષનો સુવર્ણ કાર્યકાળ પૂર્ણ કરતા દેશભરમાં ભાજપ દ્વારા સતત એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. લોકસભાની આગામી ચૂંટણી માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂરા થવાના અવસરે ભાજપ દ્વારા ગઇકાલથી વિશેષ જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી વિજયભાઇ રૂપાણીએ ‘અબતક’ મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતીષકુમાર મહેતા સાથે વડાપ્રધાન મોદીએ છેલ્લા 9 વર્ષમાં લોકોની સુખાકારી માટે લીધેલા નિર્ણયો અને ભાજપે જે વાયદાઓ આપ્યા હતા તે તમામ પૂર્ણ કર્યા છે. તેની વિસ્તૃત જાણકારી આપી હતી. સાથોસાથ તેઓએ એવો પણ અડીખમ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ 350 થી વધુ બેઠકો જીતી કેન્દ્રમાં ફરી સરકાર બનાવશે.

Dsc 0315

ભાજપે સતત ત્રીજી વખત તોતીંગ બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બને તે માટેનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે: દેશના 100 નેતાઓને લોકસભાની અલગ-અલગ બેઠકોની જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે

‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી એવું કહેતા હતા કે અમે કેન્દ્રમાંથી એક રૂપિયો મોકલીએ છીએ પરંતુ પ્રજા સુધી માત્ર 15 પૈસા જ પહોંચે છે એટલે 85 પૈસાનો ભ્રષ્ટાચાર થતો હતો. 2014માં કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર બન્યા બાદ ભ્રષ્ટાચારીઓની દુકાન જાણે બંધ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. 9 વર્ષના કાર્યકાળમાં મોદી સરકાર સામે કૌભાંડનો એકપણ આક્ષેપ લાગ્યો નથી. આ ઉપરાંત ભાજપે ચૂંટણી ઢંઢેરામાં દેશની જનતાને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવાનું, કાશ્મિરમાંથી કલમ-170 હટાવવાનું અને ત્રિપલ તલાકને નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. જેનું પાલન કરવામાં આવ્યું છે.

કોરોના કાળમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જે રિતે ભારતે લડત આપી તે સમગ્ર વિશ્ર્વ માટે પ્રેરણાદાયી રહી છે.દેશની જનતાને મફ્તમાં અનાજ પહોંચાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોરોનાના ખાત્મા માટે દેશવાસીઓને મફ્તમાં વેક્સિન આપવામાં આવી હતી. ગરીબો માટે જનધન યોજના, શૌચાલયનું નિર્માણ, 3.50 કરોડ આવાસનું નિર્માણ, નલ સે જલ યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ સહિતની અનેક યોજનાઓના કારણે આજે નરેન્દ્રભાઇ મોદી વૈશ્વિક  નેતા બની ગયા છે. વિશ્ર્વભરમાં ભારતનું માન વધ્યું છે.

ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે મારા સહિત 100 નેતાઓને અલગ-અલગ બેઠકની જવાબદારી સોંપાઇ છે: વિજયભાઇ રૂપાણી

અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે તેઓએ લીધેલા પગલાઓના કારણે આજે જ્યારે વિશ્ર્વના મોટા દેશો આર્થિક તંગી વેઠી રહ્યા છે ત્યારે ભારતના અર્થતંત્રએ વિકાસદર 7.2 ટકા જાળવી રાખ્યો છે. જે સૌથી મોટી સિધ્ધી છે. જો દેશમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર, ગરીબીને નાબૂદ કરવી હશે તો ભાજપને ફરી એકવાર કેન્દ્રમાં તોતીંગ બહુમતી સાથે શાસનધુરા સોંપવી પડશે. આગામી વર્ષ-2024 લોકસભાની ચૂંટણી માટે ભાજપે અત્યારથી જ પ્લાનિંગ શરૂ કરી દીધું છે. દેશના 100 નેતાઓને લોકસભાની સીટની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં મને પણ દિલ્હીની અલગ-અલગ ત્રણ સીટોની જવાબદારી આપવામાં આવી છે. આગામી ચૂંટણીમાં ભાજપ 350થી વધુ બેઠકો હાંસલ કરશે તેમાં મને કોઇ શંકા નથી. છેલ્લા 9 વર્ષમાં વડાપ્રધાને જે કાર્યો કર્યા છે તે ખરેખર દેશવાસીઓ માટે આશિર્વાદરૂપ પૂરવાર થયા છે.

ભ્રષ્ટાચાર, ગરીબી અને બેરોજગારીના કાયમી નિવેડા માટે કેન્દ્રમાં સતત ત્રીજી વખત નરેન્દ્રભાઇ મોદીની સરકાર બને તે ખૂબ જ જરૂરી

Dsc 0318

વધુમાં તેઓએ ઉમેર્યું કે કેન્દ્રની મોદી સરકારે સુરક્ષા હોય કે અર્થતંત્ર હંમેશા હિતમાં નિર્ણય લઈ ઇતિહાસ સર્જ્યો છે. આજે ભારતનું અર્થતંત્ર વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે.  જે કાશ્મીરમાં કાયમ અશાંતિ રહેતી ત્યાં આજે પ્રવાસીઓ સમાતા નથી.  આજે કાશ્મીરના લોકોને પણ મોદી સરકારનું વિઝન સમજાયુ છે.  વધુમાં વિજયભાઈએ ઉમેર્યું કે આજે પ્રજા પણ જાગૃત બની છે.  પ્રજા પણ કામને મહત્વ આપે છે.જ્યાં જ્યાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે ત્યાં ભાજપ સરકારના કામ બોલે છે.

 

મુખ્યમંત્રી તરીકે સેવાનો મોકો મળતા મેં રાજકોટ-સૌરાષ્ટ્ર માટે ઘણું કર્યું હવે તેના મીઠા પરિણામો મળશે

મુખ્યમંત્રી તરીકેનો વિજયભાઇ રૂપાણીનો કાર્યકાળ રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ન ભૂતો ન ભવિષ્યતી જેવો રહ્યો હતો. આ અંગે સવાલ કરવામાં આવતા પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભાજપે મને મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જનતાની પાંચ વર્ષ સુધી સેવા કરવાનો મોકો આપતા મેં રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ઘણી યોજનાઓ મંજૂર કરી જેના મીઠા પરિણામો જનતાને આગામી દિવસોમાં ચાખવા મળશે. સીએમ હતો ત્યારે દર 15 દિવસે રિવ્યૂ મિટીંગ કરતો હતો. દેશમાં અન્ય રાજ્યોમાં મંજૂર થયેલી એઇમ્સનું કામ પણ શરૂ થયું ન હતું ત્યારે રાજકોટમાં એઇમ્સનું કામ પુરજોશમાં ચાલતું હતું. જમીન સં5ાદનમાં કોઇ વિવાદ ન થાય તે માટે એઇમ્સની 90 ટકા જમીન સરકાર અને માત્ર 10 ટકા જમીન ખાનગી માલિકોની હતી. જેમાં પણ માલિકોને સવાયું વળતર ચૂકવાયું હતું. ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે પણ આ જ પધ્ધતિથી કામગીરી કરવામાં આવી હતી. રાજકોટનો નાનામાં નાનો વ્યક્તિ મને મળી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી હતી. સૌરાષ્ટ્ર અને રાજકોટને મેં જે આપ્યું છે તેના પરિણામો હવે દેખાશે.

રાજકારણમાં આગળ વધવા પદ સાથે નહિં વિચાર સાથે જોડાશો તો ક્યારેય વિચલીત નહિં થાવ

રાજકારણમાં આગળ વધવા માટે આજની યુવા પેઢીએ શું કરવું જોઇએ તેવા સવાલના જવાબમાં પૂર્વ મુખ્યમંત્રી અને સંગઠનના માણસ ગણાતા વિજયભાઇ રૂપાણીએ ખૂલ્લીને વાત કરી હતી કે તેઓએ જણાવ્યું હતું કે રાજનીતીમાં જોડાનાર દરેક વ્યક્તિએ પદ કે હોદ્ાની લાલચ સાથે નહિં પરંતુ વિચાર સાથે જોડાવવું જોઇએ. પદ માટે કામ કરનાર વ્યક્તિ નાશીપાસ થઇ જાય છે પરંતુ વિચારધારાને વરેલો વ્યક્તિ ક્યારેય નિરાશ થતો નથી. કોઇપણ પદ શાશ્ર્વત નથી. સતત ઉતાર-ચઢાવ આવ્યા કરે છે. દરેક હોદ્ા અને પદની આગળ ભૂતપૂર્વ શબ્દ લાગી જાય છે પરંતુ કાર્યકર્તાને આગળ ક્યારેય આ શબ્દ લાગતો નથી. વિચારધારા, નિષ્ઠા અને ધ્યેય સાથે આગળ વધવામાં આવે તો રાજકારણમાં વ્યક્તિ સફળ થાય છે. જો વિચાર સાથે જોડાશો અને કાર્યકર્તા રહેશો તો સરકાર બને કે તૂટે ક્યારેય કાર્યકર વિચલીત થતો નથી. જનસંઘના સમયે દૂરબીનમાં પણ દૂર-દૂર સુધી સત્તા દેખાતી ન હતી. આજે સર્વત્ર ભાજપની બોલબાલા છે. કોંગ્રેસમાં કાર્યકરો માત્ર પદ અને હોદ્ાની લાલચે જોડાતા હતા.

જેના કારણે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી આજે અસ્તિત્વની લડાઇ લડી રહી છે. હવે સત્તાનું રાજકારણ શરૂ થયું છે. જેમાં લપસી જવાઇ અને દુનિયા લૂંટાઇ જાય પરંતુ જો વિચાર સાથે રહો તો ક્યારેય નિરાશ થવાતું નથી. મને 60 વર્ષે ધારાસભ્ય બનવાનો મોકો મળ્યો છતાં હું વિચલીત ન થયો. ભાજપે મને ખૂબ આપ્યું, આ એ પક્ષ છે જેને મંત્રી, પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી વિવિધ બોર્ડ-નિગમના ચેરમેન પદે બેસાડ્યા. સરકાર બને અને પડે તેમાં કોઇ મોટી વાત નથી. પરંતુ વિચારધારા સાથે રહેવું ઘણી મોટી બાબત છે.

મેં હમેંશા પાર્ટીના કાર્યકર્તા તરીકેનો ભાવ રાખ્યો છે

દરેક પદ અને હોદ્ા આગળ ભૂતપૂર્વ શબ્દ લાગી જાય છે પરંતુ કાર્યકર્તા હમેંશા અડીખમ રહે છે. પ્રદેશ પ્રમુખ હોય કે મુખ્યમંત્રીનું પદ મેં હમેંશા મારા મનમાં કાર્યકર્તા તરીકેનો ભાવ રાખ્યો છે. જેના કારણે હું ક્યારેય વિચલીત થયો નથી.જો ચૂંટાયા બાદ પ્રજા વચ્ચે ન રહો તો પ્રજાને એવું લાગે કે આપણી સાથે વિશ્ર્વાસઘાત થયો છે.

જીવનમાં સત્તાને મેં ક્યારેય મહત્વ આપ્યું નથી. જ્યારે મને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવામાં કહેવામાં આવ્યું ત્યારે મેં બીજી મિનિટે રાજીનામું આપી દીધું હતું. જ્યારે હું મંત્રી પદે કાર્યરત હતો ત્યારે ભાજપના તે સમયના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનો ફોન આવ્યો અને તેઓએ મને એવું કહ્યું કે તમને ઘણા વર્ષો પછી મંત્રી પદ મળ્યું છે. પરંતુ હવે પક્ષને ફરી તમારી જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે મેં તેઓને સામેથી કહ્યું કે પક્ષ કહે ત્યારે રાજીનામું આપી દેવા તૈયાર છું. મને પ્રદેશ ભાજપ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી.

એક વાત મેં હમેંશા યાદ રાખી છે કે પાર્ટી ટકશે અને બચશે તો જ તમે સત્તામાં આવશો અને કંઇક પ્રાપ્ત થશે. પાર્ટીના કાર્યકર્તા તરીકેનો ભાવ જો દિલમાં રાખી કામ કરવામાં આવશે તો ક્યારેય નિરાશા નહિં મળે.

 

જાતિવાદ-પ્રાંતવાદ આધારિત રાજનીતી કોંગ્રેસની દેન, હવે વિકાસની રાજનીતીનો સમય

ભારત જેવા વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રને વિકાસની રાજનીતીની આવશ્યકતા હતી પરંતુ દેશમાં જ્ઞાતિવાદ, જાતિવાદ અને પ્રાંતવાદ આધારિત રાજનીતીનું વર્ચસ્વ જોવા મળે છે.જેના માટે કોંગ્રેસ દોષિત છે. ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે જ જાતિવાદ અને પ્રાંતવાદને પ્રોત્સાહન આપ્યું હતું. જેના કારણે પ્રાદેશિક પાર્ટીઓનું મહત્વ વધી ગયું છે. ખરેખર રાષ્ટ્રવાદ પહેલો હોવો જોઇએ.હવે સમયની માંગ વિકાસ આધારિત રાજનીતીની છે. મને તક મળતા જ મેં વિકાસની રાજનીતીને આગળ રાખી કામ કરવાની પ્રણાલી શરૂ કરી જેના પરિણામો પણ સારા પ્રાપ્ત થયા છે.જો દરેક ચૂંટાયેલો પ્રતિનિધિ વિકાસને ધ્યાનમાં રાખીને કામ કરતો રહેશે તો ચોક્કસ તે લોકપ્રિયતા હાંસલ કરી શકશે. મને રાજકોટે ઘણું આપ્યું અને મુખ્યમંત્રી તરીકેના પાંચ વર્ષના કાર્યકાળમાં મેં માત્ર રાજકોટનું ઋણ ચુકવવાનો જ પ્રયાસ કર્યો.

 

મુખ્યમંત્રી તરીકે સેવાનો મોકો મળતા મેં રાજકોટ-સૌરાષ્ટ્ર માટે ઘણું કર્યું હવે તેના મીઠા પરિણામો મળશે

મુખ્યમંત્રી તરીકેનો વિજયભાઇ રૂપાણીનો કાર્યકાળ રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ન ભૂતો ન ભવિષ્યતી જેવો રહ્યો હતો. આ અંગે સવાલ કરવામાં આવતા પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભાજપે મને મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જનતાની પાંચ વર્ષ સુધી સેવા કરવાનો મોકો આપતા મેં રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ઘણી યોજનાઓ મંજૂર કરી જેના મીઠા પરિણામો જનતાને આગામી દિવસોમાં ચાખવા મળશે. સીએમ હતો ત્યારે દર 15 દિવસે રિવ્યૂ મિટીંગ કરતો હતો. દેશમાં અન્ય રાજ્યોમાં મંજૂર થયેલી એઇમ્સનું કામ પણ શરૂ થયું ન હતું ત્યારે રાજકોટમાં એઇમ્સનું કામ પુરજોશમાં ચાલતું હતું. જમીન સં5ાદનમાં કોઇ વિવાદ ન થાય તે માટે એઇમ્સની 90 ટકા જમીન સરકાર અને માત્ર 10 ટકા જમીન ખાનગી માલિકોની હતી. જેમાં પણ માલિકોને સવાયું વળતર ચૂકવાયું હતું. ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે પણ આ જ પધ્ધતિથી કામગીરી કરવામાં આવી હતી. રાજકોટનો નાનામાં નાનો વ્યક્તિ મને મળી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી હતી. સૌરાષ્ટ્ર અને રાજકોટને મેં જે આપ્યું છે તેના પરિણામો હવે દેખાશે.

 

નરેન્દ્રભાઇના વિઝનના કારણે ભારતનું અર્થતંત્ર મજબૂત: મફ્તનું રાજકારણ દેશ માટે જોખમી

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ પાસે ખૂબ જ મોટું વિઝન છે. જેના કારણે આજે ભારત વિશ્ર્વનું સૌથી મજબૂત અર્થતંત્ર છે તેવું કહી શકાય. લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે તોડ-જોડનું રાજકારણ શરૂ થયું છે. જે ચિંતાનો વિષય છે. આ એક અનૈતિક જોડાણ છે. તેવું કહેવામાં આવે તો પણ કશું ખોટું નથી. કારણ કે ભવિષ્યમાં આવા જોડાણના કારણે જનતા પાર્ટી પણ તૂટી હતી. હાલ સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે દેશમાં મફ્તનું રાજકારણ શરૂ થયું છે. જે વિકાસ માટે જોખમી છે. કરદાતાઓનો પૈસો વિકાસ કામો માટે વાપરવાના બદલે મફ્તની યોજનાઓ જાહેર કરીને વાપરવામાં આવે છે. જે ખરેખર વ્યાજબી નથી. કારણ કે મફ્તના રાજકારણથી અર્થતંત્ર ખોખલું બની જશે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.