Abtak Media Google News

Table of Contents

રાજકોટ મ્યુ. કોર્પોરેશનની આગામી ચૂંટણીના પડઘા બેસી ગયાનું ઉપસતું ચિત્ર: ‘કમિંગ ઈવેન્ટસ કાસ્ટ ધેઅર શેડોઝ બિફોર’ કહેવત રાજકોટના એક પછી એક વોર્ડમાં ચરિતાર્થ થતી રહી છે એમાં ડામર રોડ, નવી ફૂટપાથો અને પ્રચારના બ્યુટી પાર્લર જેવા ચીલાચાલુ લપેડા જ છે ! કેજરીવાલનો પક્ષ લડવા આવશે તો શું શું કરશે ? ભેદી પ્રશ્ર્નાર્થ !

અવનવા નુસ્ખા માટે જબરો ખર્ચ કરવાની શ્રીમંતાઈ હશે તેવા ઉમેદવારોનો મજબૂત પ્રતિકાર કરવાની ત્રેવડ પેદા કરવાનું રાજકીય કૌશલ્ય અનિવાર્ય બનશે, ને એની માંગ વધી જશે… પ્રચારની કુટિલતાના કાળાબજાર થશે અને જોરૂકા પરિબળોના ભાવ પૂછાવા લાગશે: ચૂંટણી-સંધિ અને વ્યૂહાત્મક અપક્ષોની પપુડીઓ કાને પડવા લાગશે ! ચુનંદા સ્પીકરોએ અને મતદારોને સંમોહિત કરી મત મેળવી આપી શકે એવા લોકોએ દુકાનો ખોલવાનો અવસર આવવાની ટકોર !

રાજકોટ મ્યુ. કોર્પોરેશનની આગામી ચૂંટણીનો માહોલ દ્રષ્ટિગોચર થવા લાગ્યો છે.

દિલ્હી ચૂંટણી અને કેજરીવાલના આમઆદમી પક્ષની જવલંત જીત બાદ હવે પછીની ચૂંટણીઓ સારી પેઠે રોમાંચક બનવાનાં ચિંહનો નજરે પડવા લાગ્યા છે.

રાજકોટમાં મ્યુ. કોર્પોરેશનની આગામી ચૂંટણી પડઘા બેસી ગયા હોવાનું ચિત્ર ઉપસે છે.

અંગ્રેજીમાં એક કહેવત છે કે, ‘કમિંગ ઈવેન્ટસ કાસ્ટ ધેઅર શેડોઝ બિફોર… (એટલે કે જે બનાવો બનવાનું હાથવેંતમાં હોય છે તેના ઓશછાયા અગાઉથી દ્રષ્ટિગોચર થાય છે)

રાજકોટના એક પછી એક વોર્ડમાં આવા ઓછાયા દ્રષ્ટિગોચર થવા લાગ્યા છે. એ ચીલાચાલુ હોવાનું દેખાઈ આવે છે. ટામર રોડ, નવી ફૂટપાથો અને પ્રચાર મ્યુટિપાર્લર જેવી આ ગતિવિધિઓ છે..

જો કે, આ ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમી બનવાના સંકેતો સાંપડે છે. રાજકોટ શહેરની વસ્તી અંગેનું પૃથકકર થતું રહ્યું છે. કોમ અને જાતિને લગતા ગણિત મંડાઈ રહ્યા છે. રાજકોટની આ ચૂંટણીમાં મુસ્લીમ-મત નોંધપાત્ર બની રહેવાનો સંભવ છે.

ઓછામાં પૂરૂ મુસ્લીમોની લાગણીને અને માનસિકતાને સ્પર્શે એવો એક અહેવાલ વોશિંગ્ટનના વગદાર વર્તુળમાંથી આવ્યો છે એ દર્શાવે છે કે ધાર્મિક સ્વતંત્રતા માટેના અમેરિકાના આંતરરાષ્ટ્રીય પંચ યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ એ નવી દિલ્હીમાં નાગરીકત્વ સુધારા ધારાને મુદે થયેલી હિંસા અંગે ગંભીર ચિંતાય વ્યકત કરરી હતી અને ભારત સરકારને મુસલમાનો સહિતના નાગરીકોની સલામતી માટે તાત્કાલીક અસરકારક પગલા લેવાની વિનંતી કરી હતી. આવી જ રીતે મુસ્લિમ રાષ્ટ્રોએ પણ ભારત સરકારને વણમાગી સલાહ આપી છે કે મુસ્લિમોનું રક્ષણ કરો !

આ અહેવાલનાં પ્રત્યાઘાતમાં ભારતીય અભ્યાસીઓ એવું કહેતા થયા છે કે, ભારતમાં હિન્દુ-મુસલમાન પ્રજામાં ભાગલા પડાવવાનું અને તેમની વચ્ચે ઘૈરૂ વૈમનસ્ય સર્જવાનું કાવતરૂં ચલાવાઈ રહ્યું છે.

ભારતમાં મુસ્લીમો સુરક્ષીત નથી અને સલામત નથી એવો પ્રચાર આ અહેવાલમાં પ્રતિબિંબિત થાય છે.

રાજકોટ મ્યુ. કોર્પોરેશનની અને બીજી આગામી ચૂંટણીઓમાં મુસ્લીમોને બહેકાવીને તેમના મત બિન મુસ્લીમોને ન આપવાનો સૂર આમાં નિષ્પન્ન થાય છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાતને કારણે અને ટ્રમ્પે પાકિસ્તાનને અને ત્યાંના આતંકવાદી પરિબળોને આકરામાં આકરી ચેતવણી આપી હતી. આની સામે અમેરિકાની જ માતબર લેખાતી સંસ્થા ભારતમાં મુસ્લીમો અસુરક્ષીત અને અસલામત છે એવો પડઘો પાડે તથા ભારતમાં મુસ્લીમોને રક્ષણ આપવાનું જણાવે એ કેટલી હદે વિરોધાભાસી બન રહે છે !…

દિલ્હીની ચૂંટણીમાં કેજરીવાલે મુસ્લીમોને મહત્વ આપીને મત મેળવ્યા હોવાની છાપ ઉઠી જ છે.

જો કેજરીવાલ રાજકોટ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી લડવા આવે અને મુસ્લીમોનો વિશ્ર્વાસ પ્રાપ્ત કરી લઈ શકે તો શું થાય એવો સવાલ ઉઠે છે. આ પ્રશ્ર્ન બેશક ભેદી બને તેમ છે !

આ ચૂંટણીમાં ભાજપના કોર્પોરેટરો અને આગેવાનોએ જ પ્રચારનો ઘંટારવ આરંભ્યો છે.

કેજરીવાલ અને અન્ય વિપક્ષોએ હજુ આને લગતી રાજરમત ગંભીર પણે શરૂ કરી હોવાનું જણાતું નથી.

આ ચૂંટણીમાં તેમણે પણ અવનવા નુસ્ખા અજમાવવા પડશે. એને માટે જબરો ખર્ચ કરવો જ પડશે, ને શ્રીમંતાઈ જોઈશે. આવો ખર્ચ કરવાની શ્રીમંતાઈ અને અન્ય ત્રેવડ પેદા કરવા આકાશપાતાળ એક કરવા પડશે જેમાં રાજકીય કૌશલ્ય અનિવાર્ય બનશે, અને આવા કૌશલ્યની માંગ વધશે. પ્રચારની કુશળતા અને કુટિલતા જોઈશે એનાં કાળાબજાર થઈ શકે, જોરૂકા પરિબળોના ભાવ પૂછાવા લાગી શકે. ચૂંટણી-સમજૂતીની અને વ્યૂહાત્મક અપક્ષોની પીપુડીઓ કાને પડવા લાગશે.

સારા સ્પીકરો અને મત અપાવી શકે એવા ચુનંદા પ્રચારકો દુકાનો ખોલી શકશે.

મુસ્લીમ મતદારોની માનસિકતા સમજવી મુશ્કેલ બનશે, કારણે હિન્દીમાં અને બીજે તાજેતરમાં થયેલા કાળમુખી હિંસાની ઘટનાઓ સામે બુલંદ અવાજ ઉઠ્યો છે. અને તેની અસરો કેવી ભૂમિકા ભજવશે એ જોવાનું રહેશે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.