Abtak Media Google News

નવ-નવ ગોળીઓ ઝીલ્યા બાદ મોત સામેની જંગ જીત્યા ભારતીય જવાન: માથાસહિતની જગ્યાએ ગોળી લાગ્યા બાદ જુસ્સો ન હારતા ચેતનકુમાર ચિત્તા

જમ્મુ-કાશ્મીરમાં યેલી એક આતંકી અડામણમાં સીઆરપીએફના જવાન ચેતનકુમાર ચિત્તાને શરીરમાં નવ ગોળી વાગી હતી અને અત્યંત ગંભીર હાલતમાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઆઈઆઈએમએસ ટ્રોમા સેન્ટરના ડોકટરે કહ્યું હતું કે, જવાનની હાલત અત્યંત ગંભીર હોવાી બચવાની શકયતા ઓછી છે. પરંતુ કહેવાય છે ને કે ‘રામ રાખે તેને કોણ ચાખે’ તેવી રીતે ૪૫ વર્ષના ચિત્તાને માા સહિત શરીરમાં નવ ગોળી વાગી હોવા છતાં તેઓએ મોત સામેની જંગ જીતી છે.

કાશ્મીરના બંદીપુરા જિલ્લામાં ગત ૧૪મી ફેબ્રુઆરીએ આતંકી અડામણ ઈ હતી જેમાં ત્રણ જવાનો શહિદ યા હતા. ત્યારે એક આતંકીને ઠાર મરાયો હતો. આ હુમલામાં ચેતનકુમાર ચિત્તા ગંભીર રીતે ઘાયલ યા હતા. ચિત્તાની સારવાર કરતા ડોકટર અમિત ગુપ્તાએ કહ્યું હતું કે, તેઓને ોડા દિવસમાં જ ઘરે મોકલવાની તૈયારી શ‚ કરવામાં આવી છે. સૌપ્રમ સીઆરપીએફ જવાનને શ્રીનગરની મિલ્ટ્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને લોહી વહેવાનું બંધ કરવાની સારવાર ઈ હતી. જો કે ઈજાઓ વધુ ગંભીર હોવાી વિમાન દ્વારા એઆઈઆઈએમએસમાં ખસેડવામાં આવ્યા હતા જયાં ૨૪ કલાકની સર્જરી બાદ તેને હાલત સુધારી શકાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.