Abtak Media Google News

Ipoint Logo For Header 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૮૬૨૩.૭૦ સામે ૩૮૭૧૫.૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૨૨૦.૮૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૭ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૫૨૬.૫૬ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૨૯૪.૭૫ સામે ૧૧૨૯૮.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૨૩૫.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૮ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૨૫૫.૨૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ.૪૩૩૫૭ ના મથાળેથી ખુલીને રૂ.૪૩૫૬૮ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૩૨૯૩ ના નીચા મથાળે નોંધાવી ૯૪ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૩૫૬૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મે સિલ્વર રૂ.૪૬૩૪૬ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૬૯૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૨૨૫ ના નીચા મથાળે નોંધાવી ૨૭૮ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૬૬૫૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી પરંતુ ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. કોરોના વાઈરસ ચાઈનામાં અંકુશમાં આવી રહ્યા સામે વિશ્વના અન્ય દેશોમાં ઝડપી ફેલાઈ રહ્યો હોઈ હવે ભારતમાં પણ કોરોના વાઈરસના કેસોની સંખ્યા રોજબરોજ વધી રહ્યાના અહેવાલો વચ્ચે ગઇકાલે દસ નવા કેસો નોંધાતાં કોરોના વાઈરસના નામે ફંડો-મહારથીઓએ ભારતીય શેરબજારોમાં ઈન્ડેક્સ બેઝડ ગઇકાલે અફડા – તફડીનો કરીને તેજી-મંદીના ખેલંદાઓને મૂંઝવણમાં મૂકી દીધા હતા. કોરોનાના નામે ફંડોએ બે-તરફી ઈન્ડેક્સ બેઝડ તોફાન મચાવીને આ સાથે સારા શેરો ખરીદી જોવા મળી હતી. કોરોનાના કહેરે ભારતને હાઈ એલર્ટ પર મૂકી દેતાં અને દક્ષિણ કોરિયા, જાપાન, ઈરાન, ઈટાલીના નાગરિકોના વીસા રદ કરી દીધા સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસના ભયથી પેનીક નહીં થવા દેશવાસીઓને જણાવ્યા સાથે ફાર્મામાં કોરોનાના વાઈરસને લઈ સરકારે કેટલીક દવાઓ-એન્ટીબાયોટિક્સ, પેરાસિટામોલ અને વીટામીન બી૧, વીટામીન બી૬, વીટામીન બી૧૨ અને તેના ફોર્મ્યુલેશનોની નિકાસો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધા સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વૈશ્વિક અને સ્થાનિક ડેવલપમેન્ટસ પર નજર રાખી રહ્યાનું જણાવી સ્ટીમ્યુલસ પગલાંનો સંકેત આપતાં ફંડોએ સાવચેતીએ આજે શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૭૯૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૪૯ અને વધનારની સંખ્યા ૬૫૬ રહી હતી. ૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, આર્થિક સ્તરે સુસ્તીના કારણે અને દુનિયાભરમાં કોરોના વાયરસના લીધે મંદી જેવો માહોલ છે, ત્યારે સરકારને રાહત મળી છે. નાણાંકિય વર્ષ ૨૦૧૯-૨૦ના ડિસેમ્બરના ક્વાર્ટરમાં GDPના આંકડાઓમાં સુધારો થયો છે. દેશની GDP ગ્રોથ રેટ સુધરીને ૪.૭% પર રહ્યો છે. ૩૧મી માર્ચેના પૂરા થતા વર્તમાન નાણાં વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દર ફિચે ૪.૯૦% અંદાજ રાખ્યો છે. ઘરઆંગણેથી મંદ માગ અને કોરોનાને કારણે પૂરવઠા સાંકળ ખોરવાવાને પરિણામે ઉત્પાદન ક્ષેત્ર દબાણ હેઠળ આવી શકે છે. જો કે આગામી નાણાં વર્ષ માટેનો આર્થિક વિકાસ દર સહેજ વધીને ૫.૪૦% રહેવાની ધારણાં મૂકવામાં આવી છે. આગામી દિવસોમાં કોરોના વાયરસના લીધે વૈશ્વિક બજારો સાથે સ્થાનિક સ્તરે એસબીઆઈ કાર્ડસ એન્ડ પેમેન્ટ સર્વિસિઝના મેગા આઈપીઓ પર બજારની નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૧૨૪૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૧૧૧૮૮ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૨૮૮ પોઈન્ટ થી ૧૧૩૦૩ પોઈન્ટ, ૧૧૩૩૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૩૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • ડીવી’ઝ લેબ ( ૨૧૬૭ ) :- રૂ.૨૧૩૦ નો પ્રથમ તેમજ રૂ.૨૧૦૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૨૧૯૩ થી રૂ.૨૨૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • લુપિન લિ. ( ૬૪૭ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૬૨ થી રૂ.૬૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૪૬૧ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૪૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૬૭ થી રૂ.૪૭૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.