Abtak Media Google News

Ipoint Logo For Header 1 2

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે નવી યોજાનાઓ જાહેર કરવામાં આવે તેવા સંકેતોએ બજારને સપોર્ટ મળ્યો છે. આ ઉપરાંત ટેલિકોમ કંપનીઓને ૯૨૦૦૦ કરોડની ચૂકવણીમાં રાહત આપવાના સંકેતથી પણ બજારમાં પોઝિટીવ મૂવમેન્ટ જોવા મળી છે. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૦૨૮૪.૧૯ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૦૪૫૫.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૨૯૦.૨૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૩૦૯ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૯૨૦.૯૦ સામે ૧૧૯૧૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૯૦૧.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૯૨૪ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

ગોલ્ડ-સિલ્વર :– સોનાની તુલનાએ ચાંદીમાં બે તરફી ચાલ જોવા મળી છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૦૦૦ની સપાટી ઉપર ૩૮૨૫૦ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણે બે તરફી વધઘટે અથડાઇ રહ્યું છે. આજે ઉપરમાં ૩૮૨૭૦ અને ૩૮૪૦૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૮૦૦૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૭૭૫૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર ૪૫૦૦૦ની સપાટી નજીક છે. અત્યારે ૪૪૫૫૦ની સપાટી રહી છે. જે ઉપરમાં ૪૫૦૦૦-૪૫૨૫૦ અને નીચામાં ૪૪૫૦૦ સુધી જઇ શકે.

ક્રૂડ :- ક્રૂડ ઓઇલની તેજી માટે કોઇ યોગ્ય કારણ ન હોવાથી ક્રૂડ ઝડપી ૬૩ ડોલર આસપાસ લાંબા સમયથી અથડાઇ રહ્યું છે. જ્યાં સુધી અમેરિકા અને ચીન વચ્ચે વાટાધાટનો દૌર પુર્ણ નહિં થાય ત્યાં સુધી બજારમાં બે તરફી વધઘટ જોવા મળશે.એમસીએક્સ નવેમ્બર ૪૧૩૭ની સપાટી આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ ઉપરમાં ૪૧૭૦ અને ત્યાર બાદ ૪૨૦૦ સુધી પહોંચી શકે છે. નીચામાં હવે ૪૦૦૦ ન તોડે ત્યાં સુધી ઝડપી ઘટાડો પણ જણાતો નથી. ચીનની માગ અને રશિયા તેની નિકાસમાં કેટલો વધારો કરે છે તેના પર બજારની મુવમેન્ટ જોવાશે.

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝન પૂરી થયા બાદ હવે બજાર માટે ખાસ નવું પોઝિટીવ પરિબળ નહીં રહીને આર્થિક વિકાસના આંકડા સતત નબળા આવી રહ્યો હોઈ અને નાણા પ્રધાન નિર્મલા સીતારામને પણ આર્થિક વિકાસ મંદ પડયો હોવાનું અને ત્વરિત રિકવરી શકય નહીં હોવાનું સ્વિકારતાં આ આર્થિક અધોગતિની પરિસ્થિતિએ ફંડોએ શેરોમાં નવી તેજીમાં સાવચેત રહી ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવા મળી હતી. પરિણામોની સીઝનની સાથે સાથે ભારતીય શેરબજારોમાં ફોરેન ફંડોની શેરોમાં શોર્ટ કવરિંગ સાથે ખરીદીના પરિણામે સેન્સેક્સમાં નવો ઈતિહાસ રચાયો હોવા સાથે સંખ્યાબંધ કંપનીઓના શેરોના ભાવો વધતાં જોવાયા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર પણ મજબૂત બન્યો હતો. આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વાટાઘાટની પ્રગિત પર વિશ્વની નજરે એશીયાના બજારોમાં મજબૂતી સામે યુરોપના બજારોમાં નરમાઈ જોવાઈ હતી. ઈન્ડેક્સ હેવીવેઈટ શેરો હીરો મોટો, ટીસીએસ, HDFCમાં ફંડોની વેચવાલી સાથે ઓટોમોબાઈલ શેરો તેમજ આઈટી, પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ ઉછાળે નરમાઈ તરફી થઈ હતો. અલબત ફાર્મા, બેન્ક અને મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોના પસંદગીના આકર્ષણ જોવા મળિયું હતું.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૧૦ અને વધનારની સંખ્યા ૮૧૦ રહી હતી. ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, યુ.એસ.ફેડરલ રિઝર્વ-ફેડરલ ઓપન માર્કેટ કમિટી(એફઓએમસી)ની ઓકટોબર નીતિ માટે જાહેર થનારી ૨૧,નવેમ્બર ૨૦૧૯ના મીનિટ્સ અને અમેરિકાના ૧૫,નવેમ્બર ૨૦૧૯ના જાહેર થનારા ઓકટોબર ૨૦૧૯ મહિનાના રીટેલ વેચાણના આંકડા અને અમેરિકાના નવેમ્બર ૨૦૧૯ મહિનાના મેન્યુફેકચરીંગ પીએમઆઈના ૨૨,નવેમ્બર ૨૦૧૯ના જાહેર થનારા આંક પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે, જ્યારે ખાસ ક્રુડ ઓઈલના ભાવ ફરી વધતાં હવે આગામી સપ્તાહમાં ક્રુડના ભાવ અને રૂપિયા-અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- (  ૧૧૯૧૩ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૮૩૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૯૪૯ પોઈન્ટ થી ૧૧૯૭૩ પોઈન્ટ, ૧૧૯૮૮ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૯૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • લાર્સેન લિમિટેડ ( ૧૩૬૬ ) :- રૂ.૧૩૫૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૩૩ ના બીજા સપોર્ટથી કન્સ્ટ્રકશન સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૩૮૩ થી રૂ.૧૩૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • ACC લિમિટેડ ( ૧૪૯૬ ) :- સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૧૭ થી રૂ.૧૫૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૪૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ટાટા સ્ટીલ ( ૪૦૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૧૭ થી રૂ.૪૨૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.