૩૯ મિલકત ધારકોને જપ્તી નોટિસ ફટકારાઈ: રૂ.૩૪.૭૦ લાખની રિકવરી: ૨૪૮ કરોડના ટાર્ગેટ સામે આજ સુધીમાં ૧૮૦ કરોડની વસુલાત
આરબીઆઈ દ્વારા ૩ એપ્રિલ સુધી યસ બેંકના ખાતામાંથી રૂા.૫૦ હજારથી વધુ રકમના ઉપાડ પર પ્રતિબંધ મુક્યો છે ત્યારે તકેદારીના ભાગરૂપે મહાપાલિકા દ્વારા તમામ કલેકશન સેન્ટર પર આજી યસ બેંકના ચેક સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્વારા આજે હાથ ધરવામાં આવેલ ટેકસ રિકવરીની કામગીરી શહેરના અલગ અલગ વોર્ડમાં ૩૯ મિલકત ધારકોને જપ્તી નોટિસ ફટકારવામાં આવી હતી. બપોર સુધીમાં રૂા.૩૪.૭૦ લાખની વસુલાત થવા પામી છે. ૨૪૮ કરોડના ટેક્ષ ટાર્ગેટ સામે ૧૮૦ કરોડની વસુલાત થવા પામી છે.
આજે સેન્ટ્રલ ઝોનમાં ૧૪ મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવતા રૂા.૧૨.૩૦ લાખની વસુલાત જ્યારે વેસ્ટ ઝોનમાં ૧૩ મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવતા રૂા.૧૧.૬૦ લાખની વસુલાત ઈ છે. જ્યારે ઈસ્ટ ઝોનમાં ૧૨ મિલકતને જપ્તી નોટિસ આપવામાં આવતા રૂા.૧૦.૮૦ લાખની વસુલાત વા પામી છે.
આરબીઆઈ દ્વારા યસ બેંકમાંથી આગામી ૩ એપ્રિલ સુધી ૫૦ હજાર કે તેથી વધુ રકમ ઉપાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય. મહાપાલિકાએ આજે તમામ કલેકશન સેન્ટર પર યસ બેંકના ચેક સ્વીકારવાનું બંધ કર્યું છે. આજે પણ શહેરમાં યસ બેંકની શાખા પર લોકોનો સારો એવો ધસારો જોવા મળ્યો હતો.