Abtak Media Google News

આશરે ૪૦ હજાર રાશન કિટ તૈયાર કરીને જરૂરિયાત મંદ પરિવારોને વિતરણ

હાલ કોરોના વાઇરસના કારણે લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. પ્રથમ ૨૧ દિવસના લોકડાઉન બાદ વધુ ૧૯ દિવસ ૩ મે સુધી લોકડાઉન લંબાતા નાના ધંધા-રોજગાર અને મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા પરિવારોને વધારે મુશ્કેલીમાં મૂકાવું પડ્યું છે. આવા પરિવારોને મદદ કરવા માટે નરેશભાઈપટેલના માર્ગદર્શન હેઠળ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાશન કીટ વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે પરિવારોને રાશન કીટની અત્યંત જરુરિયાત હોય તેવા પરિવારોએ જ આ રાશન કીટનો લાભ લેવો તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ આપત્તિ સમયે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ હંમેશા રાષ્ટ્રની સેવામાં અગ્રેસર રહ્યું છે. હાલ દેશ અને દુનિયામાં કોરોના રૂપી આપત્તિ આવી પડી છે ત્યારે અનેક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. છૂટક મજૂરી અને નાના ધંધા-રોજગાર સાથે સંકળાયેલા પરિવારોની આવક બંધ થઈ જતા પરિવારનું ગુજરાન ચલાવવું પડકારજનક બન્યું છે. ત્યારે આવા પરિવારો સુધી રાશન કીટ પહોંચાડવામાં આવે છે.

Advertisement

Image 1

આ રાશન કીટમાં ચોખા, મગદાળ, ચણાદાળ, બટાકા અને ખાદ્યતેલ આપવામાં આવી રહ્યું છે. આવી આશરે ૪૦ હજાર જેટલી રાશન કીટ તૈયાર કરીને અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાત મંદ પરિવાર સુધી પહોંચતી કરવામાં આવી રહી છે. હાલ રાજકોટમાં અલગ અલગ વોર્ડ પ્રમાણે ટીમ બનાવીને સરકારના નિતી નિયમોમાં રહીને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે રાશન કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે કોઈ જરૂરિયાત મંદ પરિવારને રાશન કીટની જરૂરિયાત હોય તેઓને ઘરે બેઠા રાશન કીટ પહોંચતી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.