Abtak Media Google News

કેરીની આવક વધતાં યાર્ડ બહાર શાકભાજીની હરાજી કરવાનો યાર્ડ દ્વારા લેવાયો હતો નિર્ણય 

જુનાગઢ માં ગઈકાલે કિશાન સંઘ દ્વારા કરાયેલ ઉગ્ર વિરોધ અને તંત્રને અપાયેલ આવેદન પત્ર બાદ આજે જુનાગઢની સબ માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજીની હરારાજી અને વેચાણ રાબેતા મુજબ શાકભાજી યાર્ડમાં જ થવા પામ્યું હતું.

જુનાગઢ શાકભાજીના વેપારીઓ અને ગઈકાલે માર્કેટિંગ યાર્ડ ના સત્તાવાળાઓ તરફથી આજે તા. ૧૬ થી યાર્ડમાં શાકભાજીની હરરાજી અને વેચાણ ન કરવાના લેવાયેલા નિર્ણય સામે ગઇકાલે કિસાન સંઘ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, આ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.

જુનાગઢ શાકભાજી યાર્ડ ખાતે વર્ષોથી શાકભાજીની વહેલી સવારથી હરરાજી થાય છે અને બપોર સુધી શાકભાજીના થડા દ્વારા છૂટક વેચાણ પણ કરવામાં આવે છે, ત્યારે કેરીની સિઝનમાં કેરીની આવક વધતા શાકભાજી વેચવા આવતા ખેડૂતો, થડાવાળાઓ તથા વેપારીઓને ૧૬ તારીખથી શાકભાજીની હરાજી બંધ કરવાની સૂચના આપવામાં આવતા આ તઘલખી નિર્ણય સામે ભારતીય કિસાન સંઘેના પ્રવકતા મનસુખભઈ પટોળીયાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને જુનાગઢના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી, શાકભાજીની હરાજી અને વેચાણ શાકભાજી યાર્ડમાં જ કરાવવામાં આવે તેવી માંગણી કરી હતી.

આ સમયે જૂનાગઢ મનપાના કોર્પોરેટર મંજુલાબેન પરસાણા સહિતના કોંગ્રેસી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી ટેકો જાહેર કર્યો હતો.કિશાન સંઘની આ રજૂઆતને યોગ્ય જણાવી તંત્ર દ્વારા લાગતાં વળગતા અધિકારીઓ અને યાર્ડ ના સત્તાવાળાઓ ને સૂચનો અપાતા આજે જુનાગઢની સબ માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજીની હરારાજી અને વેચાણ રાબેતા મુજબ શાકભાજી યાર્ડમાં જ થવા પામ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.