Abtak Media Google News

મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠે વડાપ્રધાનને અભિનંદન પાઠવતા ભાજપ પ્રવકતા

દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તેમજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સ૨કા૨ના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થયુ છે અને બીજા વર્ષમાં પ્રવેશ થયો છે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સંપૂર્ણ બહુમતીવાળી ભાજપ સરકારે કેન્દ્રમાં છ વર્ષ પૂર્ણ કરી લીધા છે.

આ અવસર નિમિત્તે ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, અથાક પરિશ્રમ સાથે અપાર સફળતાના શિખર સર કરી પારદર્શી પ્રામાણિક પ્રજાલક્ષી શાસન દ્વારા ભારતને વિશ્વમાં ગૌરવ અપાવનાર નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં મોદી સરકાર ૨- એ કેન્દ્રમાં ૧ વર્ષ એમ કુલ મળી કેન્દ્રમાં ૬ વર્ષ પૂર્ણ કરી લીધા છે.

આ ટર્મ ૪ વર્ષ તથા આગળ ઉપર  ૨૦૨૪ થી ૨૦૩૪  સુધી નરેન્દ્રભાઈ મોદી જેવા પુરુષાર્થવાદી અને પરાક્રમી પ્રધાનમંત્રીનાં મજબૂત નેતૃત્વમાં દેશને સુશાસનનો લાભ મળતો રહેશે. ગુજરાત અને ભારતની પ્રગતિ અને ઉન્નતીમાં નરેન્દ્રભાઈ મોદી અને તેમની સરકારનો ફાળો બહુમૂલ્ય છે. મોદી સરકારના નિષ્કલંક, પારદર્શી અને પ્રામાણિક શાસનમાં ભારતને વિકસિત અને સમૃધ્ધ રાષ્ટ્ર બનાવવાની પ્રબળ ઈચ્છાશકિત જોઈ શકાય છે.

૨૦૧૪માં પ્રથમવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારથી લઈ આજ સુધી નરેન્દ્રભાઈ ૧૩૫ કરોડ ભારતીયોની આશા-આકાંક્ષા અને અપેક્ષાને પૂર્ણ કરવાની જહેમત ઉઠાવી રહ્યાં છે. જીવનસફરની સંઘર્ષમય શરૂઆતથી સફળતાનાં શિખર સુધીની સફર ખેડનાર નરેન્દ્રભાઈ મોદી ભારત અને ભાજપનું ગૌરવ છે. અલબત્ત તેમની સરકાર અને  મંત્રીઓ વિશેષ કરીને  જેમ કે ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ દિવસ-રાત ખૂબ જ નિષ્ઠા અને ઈમાનદારીથી કાર્ય કરી રહ્યાં છે. દેશને ભાજપ સરકારનાં જનસેવકો પર ગર્વ છે.

આજથી એક વર્ષ અગાઉ મોદીની સરકારે જંગી બહુમતી સાથે કેન્દ્રમાં ફરી એકવખત આવીને એ કાર્ય કરી બતાવ્યું જે ૭૦ વર્ષમાં કોઈ સરકાર કરી શકી ન હતી. ગુજરાતની જીવાદોરી સમો નર્મદા બંધનું કામ પૂર્ણ કરવું,કલમ ૩૭૦, ૩૫-એ, રામ મંદિર, સીએએ, ટ્રિપલ તલાક અને ૨૦ લાખ કરોડ રૂપિયાનાં આર્થિક સહાય પેકેજ જેવા ઐતિહાસિક નિર્ણયો લઈ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ પ્રસંશનીય કામગીરી કરીને પ્રજાનાં સપનાઓને પૂર્ણ કર્યા છે.

કોરોના વાયરસની મહામારી, પાકિસ્તાન, ચીન, નેપાળ જેવા પાડોશી દેશોની અવળચંડાઈ, પૂર્વ ભારતમાં વાવાઝોડું અને પશ્ચિમ ભારતમાં તીડનાં આક્રમણ જેવી આફતો વચ્ચે પણ પ્રધાનમંત્રી અને તેમની સરકારે મજબૂતાઈ અને મક્કમતાથી મધ્યમ માર્ગ કાઢવામાં સફળતા મેળવી છે.

અંતમાં રાજુભાઈ ધ્રુવે નરેન્દ્રભાઈ મોદીને કેન્દ્રમાં ૬ વર્ષ પૂર્ણ થયાના અવસર નિમિત્તે આનંદસહ અભિનંદન પાઠવી તેમની સરકારનાં મંત્રીઓને પણ શુભેચ્છાઓ પાઠવી દેશનાં લોકોની સેવા-સહાયતા કરવા બદલની કામગીરીને બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.