કોરોનાના કહેર અને લોકડાઉનના સમયમાં કોરોનાનું હોટસ્પીટ ગણાતા એવા જંગલેશ્વર જેવા વિસ્તારમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવવા બદલ પી.આઇ. વી.કે.ગઢવી તથા ભકિતનગર પોલીસ સ્ટેશનની ટીમનું લત્તાવાસીઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. નીલકંઠ સિનેમા પાસે મેડીકલ સ્ટોર ધરવાતા ચિરાગભાઇ અને તેની યુવા ટીમે આ વિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલને આ અભિવાદન સમારંભમાં ખાસ ઉ૫સ્થિત રાખેલ. આ તકે પટેલે જણાવેલ કે પોલીસ કર્મીઓએ વી.કે.ગઢવી, પી.એસ.આઇ. ધામડા તથા કોન્ટેબલ રણજીતસિંહ, ભરતસિંહ, મહેન્દ્રભાઇ, વિક્રમભાઇ, દિવ્યરાજસિંહ, કવિરાજભાઇ, મેહુલભાઇ, સતિષભાઇ, દેવાભાઇ, વાલજીભાઇ, ભાવેશભાઇ વિગેરેની ટીમે પોતાની જાતની તથા કુટુંબની પરવા કર્યા વગર જે સેવા બજાવી છે તે અભિનંદનને પાત્ર છે અને આ વિસ્તારના યુવા મિત્રો એ સન્માન કર્યુ છે તે પણ અભિનંદન ને પાત્ર છે આ કાર્યક્રમના કારણે કામ કરનાર કર્મીઓનું મનોબળ વધે તેમ પટેલે જણાવ્યું હતું.
Trending
- જેક ફ્રેઝર અને અભિષેક પોરેલે દિલ્હીની પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી
- નિયમિત સારસંભાળ થેલેસેમીયાથી બચવા માટે એક ઉત્તમ રસ્તો
- શાંતિપૂર્ણ મતદાન લોકશાહી માટે શુકનવંતું
- ક્રૂ મેમ્બર્સે એર ઇન્ડિયા એક્સપ્રેસનું ટેન્શન વધાર્યું
- દર વર્ષે વૈશાખ સુદ એકમથી સાડાત્રણ દિવસ ઉપવાસ કરે છે કાઠી દરબાર
- વૃદ્ધાવસ્થા એટલે શાણપણ, સમજણ, શાંતિ અને સ્થીરતાનો સમય
- આયુર્વેદિક દવાઓની જાહેરાત સામે કાર્યવાહી ન કરવાનો ફતવો કેન્દ્ર પરત ખેંચશે
- અરવલ્લી : બે કાર વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત