Abtak Media Google News
  • ભેટાલી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો 
  • શિક્ષક અને બુટલેગર બંન્નેના મોત નીપજ્યા

અરવલ્લી ન્યુઝ : અરવલ્લીના ભેટાલી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. જેમાં એક શિક્ષક અને બીજો વ્યક્તિ બુટલેગર હતો. શિક્ષક ગોપીચંદ ડાભી ચૂંટણીની કામગીરી પૂર્ણ કરી વતન જેસિંગપુર આવી રહ્યા હતા. તે સમયે બુટલેગર નીતિન બલેવા પુરપાટ ઝડપે કાર હંકારી આવી રહ્યો હતો. બંન્ને કાર સામ-સામે અથડાઇ હતી. શિક્ષક અને બુટલેગર બંન્નેના મોત નીપજ્યા છે. શિક્ષકના મોતથી વતનમાં શોકની લાગણી ફેલાઇ છે. ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રુતુલ પ્રજાપતિ 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.