Abtak Media Google News

વડોદરામાં 83 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો, જ્યારે 1444 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો

વડોદરા શહેર અને જિલ્લાનું પરિણામ 60.19 ટકા આવ્યું છે. વડોદરા શહેર અને જિલ્લામાં ગત વર્ષે 67.04 ટકા પરિણામ આવ્યું હતું. આમ ગત વર્ષની સરખામણીમાં 6.84 ટકા ઓછુ છે.

Advertisement

વડોદર શહેર અને જિલ્લામાં આ વર્ષે 38,135 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વડોદરામાં 83 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 1444 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો છે.

પરિણામ જાહેર થતાં જ વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભેગા થયા હતા. પરિણામને લઇને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ખુશી જોવા મળી હતી. જોકે પરિણામ નીચુ હોવાથી ઘણા વિદ્યાર્થીઓ નિરાશ થયા હતા.

ગ્રેડ        વિદ્યાર્થીઓની સંખ્યા
A-1                83
A-2             1444
B-1-            3213 
B-2             4783  
C-1             6924
C-2             5680
D                 827
E-1             8695
E-2             6486
EQC         22954

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.