Abtak Media Google News

સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદને કારણે 592 પોલ ધરાશાયી થયા છે. સાથે 162 જેટલા ટીસી પણ ખોટકાયા છે. ઉપરાંત બે ગામોમાં અંધારપટ્ટ પણ છવાયો છે. આમ વરસાદના કારણે વિજતંત્રને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

Advertisement

પીજીવીસીએલ દ્વારા હાલ ચોમાસામાં અવિરતપણે વીજ પુરવઠો પૂરો પાડવા કમર કસવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા થોડા દિવસથી સૌરાષ્ટ્ર- કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે વીજ કર્મચારીઓ ધંધે લાગ્યા છે. બીજી બાજુ વીજ તંત્રને ભારે નુકસાની પણ વેઠવી પડી રહી છે.

ગઈકાલે રાજકોટમાં 46, મોરબીમાં 12, જૂનાગઢમાં 1, જામનગરમાં 20, ભુજમાં 2, અંજારમાં 9, ભાવનગરમાં 7, બોટાદમાં 4, અમરેલીમાં 33 અને સુરેન્દ્રનગરમાં 28 મળી કુલ 162 ટીસી ખોટકાઈ ગયા છે.

જ્યારે મોરબીમાં 56, પોરબંદરમાં 2,જામનગરમાં 64, ભુજમાં 16, અંજારમાં 95, ભાવનગરમાં 64, બોટાદમાં 17, અમરેલીમાં 278 મળી કુલ 592 વીજપોલ ધરાશાયી થયા છે. આ સાથે ખેતીવાડી ફીડરમાં પણ નુકસાન થયું છે.

જેમાં રાજકોટ ગ્રામ્યમાં 16, મોરબીમાં 61, જૂનાગઢમાં 2, જામનગરમાં 15, ભુજમાં 45, અંજારમાં 30, બોટાદમાં 3 અને સુરેન્દ્રનગરમાં 13 મળી કુલ 185 ખેતીવાડી ફીડર બંધ થઈ ગયા છે. ઉપરાંત મોરબીમાં બે ગામોમાં પણ વીજપુરવઠો ખોરવાયો હોવાનું વીજ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.