Abtak Media Google News

Table of Contents

છેલ્લા આઠ વર્ષનું સૌથી ઉંચું ૭૬.૨૯ ટકા પરિણામ

બનાસકાંઠાનું સોની ૯૭.૭૬ ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર: ગીર-સોમનાથના ડોળાસા કેન્દ્રનું સૌથી ઓછું ૩૦.૨૧ ટકા પરિણામ

૫૨૨ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-૧ ગ્રેડ, ૧૦૯૮૨ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ મેળવ્યો

ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું રાજ્યનું એકંદરે ત્રણ ટકા પરિણામ વધ્યું જ્યારે સૌરાષ્ટ્રનું ૨.૩૭ ટકા પરિણામ ઘટયું

સૌથી વધુ પાટણ જિલ્લાનું ૮૬.૮૭ ટકા પરિણામ અને સૌથી ઓછુ જૂનાગઢ જિલ્લાનું ૫૮.૨૬ ટકા પરિણામ

૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૨૬૯: ૧૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૫૬

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધો.૧૦ના પરિણામ બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે ૮ વાગ્યે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૭૬.૨૯ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા ૮ વર્ષમાં આ ચાલુ વર્ષે સૌથી ઉંચુ પરિણામ આવ્યું છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે રાજ્યના ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં ૩ ટકાનો વધારો થયો છે. જો કે, ધો.૧૦ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ કરતા પણ સામાન્ય પ્રવાહનું પરિણામ આ વર્ષે ઉંચુ જોવા મળ્યું છે. ગત ૫ વર્ષથી પરિણામ કથળી રહ્યું હતું. જો કે, આ વર્ષે પરિણામ સા‚ આવતા સમગ્ર રાજ્યભરના વાલીઓ અને વિદ્યાર્થીઓ ખુશ-ખુશાલ થઈ ગયા છે.

ચાલુ વર્ષે માર્ચ ૨૦૨૦માં લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરિણાનું ૭૬.૨૯ ટકા પરિણામ આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યમાં ૯૭.૭૬ ટકા સાથે બનાસકાંઠાનું સોની સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે અને ગીર-સોમનાથનું ડોળાસા ૩૦.૨૧ ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નોંધાયું છે. આ ઉપરાંત પાટણ જિલ્લાનું ૮૬.૮૭ ટકા સૌથી શ્રેેષ્ઠ પરિણામ આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ ૫૮.૨૬ ટકા નોંધાયું છે.

માર્ચ ૨૦૨૦ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૩૭૩૧૫૯ નિયમીત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી ૩૭૧૭૭૧ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતા અને ૨૮૩૬૨૪ પરીક્ષાર્થીઓ ઉતિર્ણ થયા છે. નિયમીત ઉમેદવારોનું પરિણામ ૭૬.૨૯ ટકા આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉતિર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તીત ઉમેદવારો તરીકે ૭૯૬૫૮ ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી ૭૬૭૬૪ ઉપસ્થિત રહ્યાં હતા અને ૨૦૦૭૩ ઉમેદવારો સફળ થયા છે. આમ પુનરાવર્તીત ઉમેદવારોનું પરિણામ ૨૬.૫૧ ટકા આવ્યું છે. જ્યારે આ પરીક્ષામાં ૩૬૨૭૪ ખાનગી નિયમીત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી ૩૧૦૦ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિ રહ્યાં હતા અને ૯૬૭૧ પરીક્ષાર્થીઓ ઉતિર્ણ થયા છે. એટલે કે, ખાનગી નિયમીત ઉમેદવારોનું પરિણામ ૨૮.૩૬ ટકા આવ્યું છે અને અગાઉના વર્ષમાં ઉતિર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તીત ઉમેદવારો તરીકે ૨૬૦૦૫ ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી ૨૪૨૧૩ વિદ્યાર્થી ઉપસ્થિ રહ્યાં હતા. તે પૈકી ૪૪૭૫ ઉમેદવારો ઉતિર્ણ થયા હતા. આમ ખાનગી પુનરાવર્તીત ઉમેદવારોનું પરિણામ ૧૮.૪૮ ટકા આવ્યું છે.

ચાલુ વર્ષે લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં વધારો થયો છે અને જે ગત વર્ષે ૨૨૨ માંથી ૨૬૯ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. આ ઉપરાંત ૧૦ ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૫૬ જેટલી નોંધાઈ છે. એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૨૨, એ-૨ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૧૦૯૮૨, બી-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૪૦૨૮૫, બી-૨ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૭૮૭૯૧, સી-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૯૫૪૨૬, સી-૨ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૩૧૦૪, ડી ગ્રેડ પ્રાપ્ત કરનાર ૪૩૭૨ અને ઈ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૧૪૨ વિદ્યાર્થી નોંધાયા છે.  ગેરરીતિના કેસોની સંખ્યામાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો ગેરરીતિના ૨૭૩૦ કેસો સામે આવ્યા હતા જ્યારે આ વર્ષે તે ઘટીને ૭૪૪ પર આંકડો પહોંચ્યો છે.

અગાઉ ધો.૧૦ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, આ બન્ને પરિણામની તુલનાએ આજે જાહેર થયેલા પરિણામ ખુબજ સા‚ છે. જો કે, લોકડાઉન હોય શાળા-કોલેજો બંધ હોવાથી વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઈન જ પરિણામ જોઈ શકયા છે. આગામી થોડા દિવસોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્કશીટ વિતરણની તારીખ જાહેર કરવામાં આવશે.

ગેરરીતિનું પ્રમાણ ઘટયુ છતાં ઉંચુ પરિણામ

માર્ચ ૨૦૨૦માં લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ છેલ્લા ૮ વર્ષની તુલનાએ સૌથી ઉંચુ આવ્યું છે અને આ વર્ષે ગેરરીતિના કેસોની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે ગેરરીતિ કરતા ૨૭૩૦ વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. જેની સંખ્યામાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને ગેરરીતિ આચરતા વિદ્યાર્થીની સંખ્યા ૭૪૪ પર પહોંચી છે.

સૌરાષ્ટ્રમાં બોટાદ જિલ્લો ૮૩.૫૦ ટકા પરિણામ સાથે અવ્વલ: રાજકોટનું ૭૯.૧૪ ટકા પરિણામ

રાજકોટ જિલ્લાના ૧૦૮ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-૧ ગ્રેડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦માં લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું રાજ્યનું ૭૬.૨૯ ટકા પરિણામ અને સૌરાષ્ટ્રનું ૭૪.૬૬ ટકા પરિણામ આવ્યું છે. જો કે સૌરાષ્ટ્રના પરિણામમાં ગત વર્ષની તુલના કરતા આ વર્ષે ૨.૭૩ ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જો કે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ જિલ્લો ૮૩.૫૦ ટકા પરિણામ સાથે અવ્વલ રહ્યો છે જ્યારે રાજકોટ જિલ્લાનું ૭૯.૧૪ ટકા પરિણામ આવ્યું છે અને રાજકોટ જિલ્લામાં એ-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા ૧૦૮ જે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાનું ૬૯.૨૯ ટકા, જામનગરનું ૭૮.૩૩ ટકા, જૂનાગઢનું ૫૮.૨૬ ટકા, ભાવનગરનું ૭૯.૫૨ ટકા, રાજકોટનું ૭૯.૧૪ ટકા, સુરેન્દ્રનગરનું ૮૦.૭૨ ટકા, પોરબંદરનું ૭૬.૨૧ ટકા, બોટાદનું ૮૩.૫૦ ટકા, દ્વારકાનું ૭૭.૯૧ ટકા, ગીર-સોમનાથનું ૬૧.૭૦ ટકા અને મોરબીનું ૭૬.૬૭ ટકા પરિણામ નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.