Abtak Media Google News

સરદાર સરોવર ડેમ સાઈટ ખાતે આશરે 4 ઇંચ જેટલો વરસાદ થયો હોવાથી ડેમની જળ સપાટી આજે 17 જૂનના રોજ સવારે 127.46 મીટર થઇ છે.  વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળામા ચારેય તરફ લીલોતરી છવાયેલી હોવાથી અને નર્મદા ડેમ પણ 12.46 મીટર ભરેલ હોવાથી દ્રશ્ય આહલાદક અને રમણીય લાગી રહ્યું છે.

Advertisement

ઈન્ડિયન મેટેરોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી મુજબ આ વર્ષ ચોમાસુ નોર્મલ રહેવાની આગાહી કરવામાં આવી  છે આમ, આ વર્ષે પણ નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કુલ સપાટી સુધી થઈ શકશે એવી આશા છે. પાણીની કુલ સપાટી એટલે કે 138.68 મીટર (455 ફુટ) પાણીનો સંગ્રહ 9,460 મિલિયન ક્યુબીક મીટર થશે.

સરદાર સરોવર ડેમના  રિવર બેડ પાવર હાઉસના 200 મેગાવોટના 1 એવા 5 યુનિટ કાર્યરત છે એટલે કે 1 હજાર મેગાવોટ વીજળી હાલમાં ઉતપન્ન થઈ રહી છે આ ઉપરાંત  કેનાલ હેડ પાવર હાઉસના ૫ યુનિટમાંથી ૨ યુનિટ ચાલુ કરવામાં આવ્યુ હોવાથી 100 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે આમ, કુલ 1100 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.