Abtak Media Google News

ઉપલેટામાં આહીર યુવાને છેલ્લા ચાર દિવસથી ઉપવાસ પર ઉતરતા સૌરાષ્ટ્રભરમાં ઘેરા પડઘા

પબુભા માણેક સામે પગલા ભરવા આહીર યુવાનની માંગ: મામલતદારને આવેદન

ઉપલેટામાં દ્વારકામાં મોરારીબાપુ ઉપર થયેલા હુમલાના મામલે આહિર યુવાનો છેલ્લા ચાર દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. પબુભા માણેક જયાં સુધી આહિર સમાજની માફી નહીં માંગે ત્યાં સુધી આહિર યુવાનો ઉપવાસ કરશે અને જો પબુભા માણેક માફી ન માંગે તો સરકાર દ્વારા તાત્કાલિક તેમની ધરપકડ કરી કાયદેસરનાં પગલા લે તેવી માંગ કરી છે. આહિર યુવાનો દ્વારા આ મામલે જુનાગઢ, ઉપલેટા સહિતના ગામોમાં મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે. આ મામલે વધુ વિગત આપતા આહિર યુવાન સંગઠનના મયુર સોલંકીએ જણાવ્યું હતું કે, આહિર સમાજના આગેવાનો દ્વારા બાપુ માટે ખાસ દર્શન વ્યવસ્થા ગોઠવી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અને પોતાનું શીશ નમાવવા દ્વારકા આવ્યા એટલે વિરોધનું કાર્ય સંપન્ન થયું અને ચોકકસ વિવાદનો અંત આવ્યો હોય એમ કહી શકાય પરંતુ આહિરના ભરોસે અને આશરે આવેલા મોરારીબાપુ પરના હુમલાના પ્રયાસથી આહિર સમાજને ખોટો ચિતરવાના કૃત્ય માટે પબુભા માણેક આહિર સમાજની માફી માંગે ઉપરાંત દ્વારકાધીશના ચરણોમાં દર્શન કર્યા પછી મોરારીબાપુથી આહિર યુવાનોની કોઈ નારાજગીનું કારણ પણ બાકી રહેતુ નથી જેથી પબુભા માણેક મોરારીબાપુની પણ માફી માંગે એટલે એક આહિરનાં દિકરા તરીકે મને ૧૦૦ ટકા સંતોષ થાય અને મારા આહિર સમાજનાં ધર્મનું રક્ષણ થાય.

જો આ મામલે પબુભા પોતાની ભુલની માફી ન માંગે તો સરકાર દ્વારા તાત્કાલિક તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આમ ન થાય ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરી આમરણાંત ઉપવાસ કરીશ. આ મામલે અમે જુનાગઢ, ઉપલેટા સહિતનાં મામલતદારને પણ આવેદનપત્ર પાઠવ્યું છે. છેલ્લા ચાર દિવસ થયા પબુભા માણેકની વિરુઘ્ધમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા મયુર સોલંકીની છાવણીની મુલાકાતે જુનાગઢ મહાનગરપાલિકા બાંધકામ સમિતિનાં ચેરમેન મનિષભાઈ નંદાણીયા, આહિર એકતા મંચ ગુજરાતનાં પારસભાઈ, પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ આંબલીયા, દોલતપરા આહિર સમાજના પ્રમુખ અરશીભાઈ કરમુર, કુતિયાણાનાં સરપંચ દેવાયતભાઈ વાઢીયા, ઉપલેટાનાં જેઠાભાઈ ડેર, કમલેશભાઈ ચંદ્રવાડીયા, કપીલભાઈ સોલંકી, મેહુલભાઈ વાણીયા, લીલાભાઈ સાવલીયા, મેરામણભાઈ કરમુર સહિત આગેવાનોએ છાવણીની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.