Abtak Media Google News

ઘટના બાદ બાપુ સાથે ટેલીફોનિક વાત કરતા પ્રવીણભાઇ રડી પડયાં…..

દેવભૂમિ દ્વારકામાં મોરારીબાપુ ઉપર જે ધટના બની છે તેના સમગ્ર વિશ્ર્વમાં ધેરા પડઘા પડયા છે આ ધટનાને ઉપલેટા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા વખોડી કાઢી દુ:ખદ વ્યકત કરેલ હતું.

વિશ્ર્વ વંદનીય સંત મોરારીદાસબાપુ ઉપર જે હુમલાની ધટના બની તેને દુ:ખદ ગણાવી આ ધટનાને વખોડતા ઉપલેટા-ધોરાજીના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયાએ જણાવેલ કે સૌરાષ્ટ્રની ભૂમિ સંતોની ભૂમિ કહેવાય છે. સૌરાષ્ટ્રની અનેક જગ્યા પર ખુદ ભગવાનના બેસણા છે આવી પાવન કારી સૌરાષ્ટ્રની ભૂમિનું દેશ અને દુનિયામાં જેમને નામ રોશન કર્યુ છે તેવા સંત વિભૂમિ મોરારીદાબાપુ હરિયાણી ઉપર આપણી જ ધરતી અને આપણા જ ઘર આંગણે હુમલો થાય તે કેટલું વ્યાજબી છે. જયા દેશ વિદેશમાં મોરારીબાપુ સંતના એક દર્શન કરવા માટે વર્ષો સુધી લોકો રાહ જોવે છે દેશ વિદેશમાં ભારતીય સંસ્કૃતિને જેને ઉજાગર કરેલ છે. તેમ વાણીનો લાખો લોકો સાંભળવા માટે કલાકો સુરી એક જ સ્થળે બેસી રહે છે આવા  સંત ઉપર હુમલો તો શું હાસ્ય વહેવું તે પણ પાપ છે ત્યારે ગઇકાલે દેવભૂમિ દ્વારકામાં જે સંત મોરારીબાપુ હરીયાળી ઉપર ધટના બની તે અંગે ઉંડા દુ:ખની લાગણી વ્યકત ધોરાજી-ઉપલેટા ના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા કરેલ છે એક તબકકે સંત મોરારીદાસબાપુ સાથે ટેલીફોનીક ઉપર દુ:ખદની લાગણી વ્યકત કરતા કરતા માકડીયા તેની આંખોમાંથી આંસુ રોકી શકયા નહોતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.