Abtak Media Google News

આજી-૩ ડેમ સાઈટથી ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ સુધી પાઈપલાઈન નખાશે

બાઈની વાડી વિસ્તારમાં કોમ્યુનીટી હોલમાં પ્રથમ માળ બનાવવા રી-સર્વે કરાશે

શહેરમાં રસ્તા, પાણી વિતરણ સહિતના ૧૨.૫૫ કરોડના વિકાસકામો હાથ ધરાશે

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે સ્ટે.કમિટી ચેરમેન સુભાષ જોષીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કુલ રૂ ૧૨ કરોડ ૫૫ લાખના વિવિધ ખર્ચાઓને મંજુરી આપવામાં આવી હતી. આ બેઠકમાં ડેપ્યુટી મેયર કરશન કરમૂર, કમિશ્નર સતિષ પટેલ, ડેપ્યુટી કમિશ્નર એ.કે.વસતાણી ઉપરાંત આઠ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં કમિશ્નર તરફથી કરાયેલી વિવિધ દરખાસ્તોને મંજુરી આપવામાં આવી હતી. જેમાં ડિઝાઈન બિલ્ટ એન્ડ કંસ્ટ્ર્કશન ઓફ આજી-૩ ડેમ સાઈટની દીવાલની દરખાસ્ત અન્વયે રૂ. ૮ કરોડ ૨૪ લાખ, શહેરના જુદા-જુદા ૧૦ ઈએસઆર ઉપર કોમ્પ્રીહેન્સીવના મેઈન્ટેનન્સ કામ માટે રૂ. ૨૮ લાખ ૯૮ હજાર, ૧૪મા નાણા પંચની ગ્રાન્ટ અન્વયે વોર્ડ નં. ૮માં ખાખીનગર વિસ્તારમાં પાણી નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામ માટે રૂ. ૪૦ લાખ ૩૧ હજાર, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લોક ભાગીદારીની સ્કીમ હેઠળ સાઉથ ઝોનમાં (વોર્ડ નં. ૮, ૧૫, ૧૬) સૂચિત તા સી.સી.રોડ/સી.સી.બ્લોકના કામો સાથે ભૂગર્ભ ગટરના કામે સને ૨૦૨૦-’૨૧ના વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ અન્વયે રૂ. ૧ કરોડ ૨૯ લાખ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લોક ભાગીદારીની સ્કીમ હેઠળ સેન્ટ્રલ ઝોનમાં (વોર્ડ નં. ૫, ૯, ૧૩, ૧૪) સૂચિત તા સી.સી.રોડ/સી.સી.બ્લોકના કામો સાથે ભૂગર્ભ ગટરના કામો સને ૨૦૨૦-’૨૧ના વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ માટે રૂ.૧ કરોડ ૨૮ લાખ, એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલ મહાનગર પાલિકાની ટી.પી.સ્કીમ નં. ૨માં વાણિજ્ય હેતુની જગ્યામાં રહેણાક હેતુના બાંધકામની પરવાનગી આપવાની દરખાસ્તમાં ભલામણ સાથે જનરલ બોર્ડમાં મોકલવા મંજુર કરાયો હતો. એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલી ટી.પી.સ્કીમ નં. ૨ (જેએમસી) એફ.પી. નં. ૧૧૬/બી ની વાણિજ્ય હેતુની જગ્યામાં રહેણાકના હેતુના બાંધકામની પરવાનગી  આપવાની દરખાસ્તમાં ભલામણ સાથે જનરલ બોર્ડમાં મોકલવા મંજુર થઈ હતી. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત પ્રોવાઈડીંગ એન્ડ સપ્લાઈગ  ઓફ રેઝીલેન્ટ સીટેડ ગ્લાનલેસ સ્લુઝ વાલ્વઝ ફોર વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઈન જામનગર સીટી એરિયાના કામની દરખાસ્ત અંગે રૂ. ૩૧ લાખ ૪૩ હજારનો ખર્ચ મંજુર કરાયો હતો.

આજી-૩ ડેમી ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટ સુધી ૮૦૦ એમ.એમ.ડાયા કે-૯ તથા ૭૫૦ એમ.એમ.ડાયા ડી.આઈ.કે.-૭ પાઈપ લાઈન સપ્લાય, લેઈગ કામગીરી, બીપીટી તા આનુસંગિક ઈલેક્ટ્રો-મીકેનીકલ કામ સાથે બે વર્ષ ઓપરેશન અને જાળવણીના કામ માટે રૂ. ૧૬ લાખ ૩૮ હજાર તા કમિશ્નરની દરખાસ્ત સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વોટર વર્કસ શાખાના ડંકી વિભાગ તથા ટેન્કર વિભાગ માનવ શક્તિ પૂરી પાડવાના કામની દરખાસ્તમાં રૂ. ૧૧ લાખ ૬૧ હજાર, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા મ.ન.પા. હસ્તકના જુદા જુદા જાહેર લોકેશનોની સફાઈ કામગીરીના વાર્ષિક કામો પૈકી ઓફિસ બિલ્ડીંગ (વહીવટી ભવન), ન્યુ વહીવટી ભવન, સ્પોર્ટસ સંકુલ, ટાઉન હોલ તા શાક માર્કેટ સફાઈના કામ બાબતે વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટની દરખાસ્ત અન્વયે રૂ. ૨૬ લાખ ૬૨ હજાર, વોર્ડ નં. ૧૦માં રાજપાર્ક સોસાયટીને  પ્રાઈવેટ સોસાયટી સ્કીમ હેઠળ સફાઈ કામદારો/ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત અન્વયે આઠ  માસનો ૬ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત સિવિલ વેસ્ટ, ઈસ્ટ, સાઉથ, નોર્થ અને સેન્ટ્રલ ઝોનમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ પબ્લિક ટોયલેટ વર્કસના વર્ષ ૨૦૨૦-’૨૧ના વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ અંગેની કમિશ્નરની દરખાસ્ત રૂ. ૫ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. સાઉથ ઝોન વોર્ડ નં. ૧૬માં બાઈની વાડી વિસ્તારમાં જા.મ.પા.હસ્તકના કોમ્યુનીટી હોલમાં પ્રથમ માળ બનાવવાના કામની દરખાસ્તમાં રી-સર્વે કરી તેનો રિપોર્ટ કમિટી સમક્ષ રજુ કરવા નિર્ણય લેવાયો હતો. જેમાં ધારાસભ્ય આર.સી.ફળદુની જિલ્લા આયોજન મંડળની ૧૦૦ ટકા ગ્રાન્ટ અન્વયે વોર્ડ નં. ૧૦માં કોમ્યુનીટી હોલ બનાવવાની દરખાસ્ત અન્વયે રૂ. ૬ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. જ્યારે ડ્રાઈવરની કામગીરી માટે ખાસ એલાઉન્સ આપવાની દરખાસ્ત અન્વયે ચાર કર્મચારીને ક્ધવયન્સ એલાઉન્સ  આપવાનું મંજુર કરાયું હતું. મહાનગરપાલિકાના વર્ગ-૪ના કર્મચારી હુલ્લાસબા ઉમેદસિંહ રાઠોડને કેન્સરની બીમારી સબબ આર્થિક સહાય અંગેની દરખાસ્ત અન્વયે રૂ. ૭૫ હજારની સહાય આપવા નિર્ણય લેવાયો હતો. જ્યારે એકાઉન્ટની જગ્યા ઉ૫ર કોન્ટ્રાક્ટ બેઈઝી નવી નિમણૂક આપવા અંગે કમિશ્નરની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.

ઉપરાંત સંસદ સભ્ય પૂનમબેન માડમની ૧૦૦ ટકા ગ્રાન્ટ અન્વયે વોર્ડ નં. ૧૫માં સુભાષ પાર્કમાં સી.સી.રોડના કામ માટે રૂ. ૨ લાખ ૫૦ હજાર તેમજ ગણેશફળીમાં પેવર બ્લોકના કામ માટે રૂ. ૩ લાખ તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની ૧૦૦ ટકા ગ્રાન્ટ અન્વયે વોર્ડ નં. ૬માં સિર્દ્ધાનગરમાં નાવણી બનાવવાના કામ માટે ખર્ચ મંજુરીના આદેશો કમિશ્નર તરફથી રજુ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.