Abtak Media Google News

કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારની બહેનોને ઘર આંગણે રોજગારી મળે તે માટે સરકાર પ્રયત્નશીલ હોવાનો ઉલ્લેખ

રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દિન દયાળ અંત્યોદય યેાજના, રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન પુરસ્કૃત અને કોમન સર્વિસ સેન્ટરના સંયુકત ઉપક્રમે આજે જસદણ ખાતે ગોંડલ, જસદણ અને વિંછીયા તાલુકાની ૧૭ સખી મંડળની બી.સી. સખી બહેનોને પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ડી. જી. બાયો મેટ્રીક ડીવાઇસનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ તકે કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગ્રામિણ મહિલાઓના સશક્તિકરણ સો ગ્રામ્ય કક્ષાએ બહેનોને રોજગારી મળી રહે તે માટે સરકારના પ્રયત્નો રહ્યા છે. ગ્રામિણ વિસ્તારની બહેનો ર્આકિ રીતે પગભર ઈને સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે ઘરઆંગણે રોજગારી આપવાનો આ અભિગમ સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે. મહત્તમ બહેનોને શિક્ષિત કરીને આ વિસ્તારમાં બહેનો દ્વારા બેંકિગ સેવા કી રોજગારી ઉપલબ્ધ કરાવવા માટે અમે સતત પ્રયત્નશીલ રહેવાનું પણ તેમણે ઉમર્યુ હતું.

વધુમાં જણાવતા તેઓએ લોકોને અનુરોધ કર્યો કે કોરોનાના સંક્રમણને ટાળવા લોકો પોતાની સામાજીક જવાબદારી નિભાવે, માસ્ક-હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરે તા સામાજીક પ્રસંગોમાં ભાગ લેવામાં પુરતું ધ્યાન રાખે.

જિલ્લા ગ્રાામ વિકાસ એજન્સીના નિયામક જે. કે. પટેલ અને કોમન સર્વિસ સેન્ટરના વિપુલભાઇ સોરાણીએ આ યોજના અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. દહીંસરડા અને પારેવાડા ગામની બે બહેનોને બેંક સખીના નિમણુક પત્રો તા ગોંડલ તાલુકાના ત્રણ ગામોના સખી મંડળની બહેનોને ગ્રામપંચાયત તરફી સફાઈની કામગીરી કરવા માટેના વર્ક ઓર્ડર મંત્રીદ્વારા આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ગલચર, ડિસ્ટ્રીક લાઇવલી હુડ મેનેજર વિરેન્દ્રભાઇ બસીયાએ શાબ્દિક સ્વાગત, સંચાલન પ્રોજેકટ ઓફીસર સરોજબહેન મારડીયાએ જ્યારે આભારવિધી તાલુકા વિકાસ અધિકારી સી. ડી. ભગોરાએ કરી હતી. તેમજ સખી મંડળની લાર્ભાી બહેનો સહિત આગેવાનો ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.