Abtak Media Google News

માર્ગ અને પરિવહન મંત્રાલયે કમ્પ્રેસ હાઈડ્રોજન ગેસથી વાહનો ચલાવવાના સુરક્ષા માપદંડો અંગે સુચનો મંગાવ્યા

કુદરતનો ક્રમ છે કે મારતુ તે જ પોસતું એક સમયે વિશ્ર્વના અનેક દેશોની ધરતીમાંથી પેટ્રોલીયમ પેદાશોને વિપૂલ જથ્થો મળતા પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોની શોધ થઈ હતી આગામી સમયમાં ભૂર્ગભમાં રહેલા પેટ્રોલીયમનો જથ્થો પૂરો થઈ જવાનું નિશ્ર્ચિત મનાય રહ્યું છે.ત્યારે તેના વિક્લ્પે કયાં ઈંધણથી વાહનો ચલાવવા તેનું અત્યારથી સંશોધન થવા લાગ્યું છે. તેમાં આપણા દેશ માટે મહત્વનું પૂરવાર થનારો છે. હાઈડ્રોજન ગેસ, હાઈડ્રોજન ગેસને પાણીમાંથી છૂટો પાડીને કારખાનામાં બનાવી શકાય છે.જેથી હાઈડ્રોજન ગેસનું કૃત્રિમ રીતે ઉત્પાદન શકય છે. વિશાળ દરિયા કિનારો ધરાવતા ભારત દેશમાં પાણીના વિપુલ સ્ત્રોતો ઉપલબ્ધ હોય હાઈડ્રોજન ગેસનું પુષ્કળ પ્રમાણમાં કૃત્રિમ ઉત્પાદન શકય છે. આગામી સમયમાં ભારતમાં હાઈડ્રોજન ગેસથી વાહનોનો ચલાવવામાં આવે તો પેટ્રોલીયમ પેદાશોની ખરીદી પાછળ થતો ૮૫ ટકા વિદેશી હુંડીયામણનો ખર્ચ બચી શકે તેમ છે પરંતુ હાઈડ્રોજન ગેસને યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં ન આવે તો વિસ્ફોટ થવાની સંભાવના પણ રહેલી છે. જેથી કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા આગામી દિવસોમાં હાઈડ્રોજન ગેસથી વાહનો ચલાવવા માટેના સેફટી મેજરમેન્ટને લઈને લોકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. પરિવહન મંત્રાલય દ્વારા આ અંગેનું નોટીફીકેશન ૧૦મી જુલાઈએ બહાર પાડયું છે. અને ૩૦ દિવસમાં સુચનો આપવા જણાવ્યું છે.

ગેસથી ચાલનારા મોટર વાહનો કે જેને એમ અને એન કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. આ કેટેગરીના વાહનોને ક્રમ્પ્રેસ હાઈડ્રોજન ગેસથી ચલાવવા માટેની તૈયારીઓ થઈ રહી છે. તે માટે ઈન્ડીયન સ્ટાંડર્ડ બ્યુરોનાં એકર ૨૦૧૬ મુજબ ઓટોમેટીવ ઈન્ડસ્ટ્રીય સ્ટાંડર્ડ ૧૫૭:૨૦૨૦ મુજબ એમેન્ડેડ કરવામાં આવ્યું છે. તેના સેફટી મેજરમેન્ટમાં ફેરફાર થઈ તેવા સુચનો મંત્રાલય દ્વારા મંગાવવામાં આવે છે. ઉપરાંત હાઈડ્રોજન ગેસથી ચાલતા વાહનોને આઈએસઓ ૧૪૬૮૭ આપવામાં આવ્યું છે. તેમ બીઆઈએસ નોટીફીકેશનમાં જણાવાયું છે. પરિવહન મંત્રાલય દ્વારા ૧૦મી જુલાઈએ બહાર પડાયેલા નોટીફીકેશનમાં આવનારા સુચનો બાદ કેન્દ્રીય મોટર વ્હીકલ એકટ ૧૯૮૯માં ફેરફાર કરીને કમ્પ્રેસ હાઈડ્રોજન ગેસનો ઈંધણ તરીકે નોંધણી કરવામાં આવશે.

પેટ્રોલીયમ પેદાશો કુદરતી, જયારે હાઈડ્રજન ગેસનું કૃત્રિમ ઉત્પાદન શકય

આગામી સમયમાં ધરતીનાં પેટાળમાંથી કુદરતી રીતે બનતા પેટ્રોલીયમ પેદાશોનો જથ્થો ખતમ થઈ જવાના આરે પહોચી ગયું છે. ત્યારે પેટ્રોલીયમ પેદોશોમાંથી નીકળતા પેટ્રોલ, ડીઝલ, અલેપીજી, સીએનજી વગેરે ઈંધણો પણ મળવાનાં બંધ થઈ જનારા છે.  ત્યારે આગામી દિવસોમાં પેટ્રોલીંયમ પેદાશોનાં વિકલ્પે સૂર્યઊર્જા અને હાઈડ્રોજન ગેસથી વાહનો ચલાવવા શકય છે. પાણીમાંથી હાઈડ્રોજન ગેસનું કૃત્રિમ રીતો ઉત્પાદન થઈ શકે છે. ભારત પાસે વિશાળ દરિયાકિનારો છે. જેથી પાણી વિપુલ માત્રામાં મળી શકે છે. જેના કારણે હાઈડ્રોજન ગેસનું અઢળક માત્રામાં ઉત્પાદન શકય બની કે છે. જેથી પેટ્રોલીયમ પેદાશો પાછળ ૮૫ ટકા વિદેશી હુંડીયામણને બચાવી શકાય છે. જેથી ભારત આ ઈંધણ ક્ષેત્રે પણ આત્મનિર્ભર થઈ શકે છે. હાઈડ્રોજન વિસ્ફોટ હોય તેને યોગ્ય રીતે સંગ્રહીત કરીને વાહનો કેવી રીતે ચલાવી શકાય તે અંગે સરકારે સુચનો મંગાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.