Abtak Media Google News

આ બાઇક જે વ્યક્તિની હતી તે હવે આ દુનિયામાં નથી રહ્યો કહેવાય છે કે જ્યારે આ બાઇકને અહીંયાથી હટાવવાનો પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે તે ખબર નહી ક્યાંથી જાતે જ આ જગ્યા પર પરત આવી જાય છે અને આ ઘટના ૩૦ વર્ષ જુની છે જ્યારે આ બાઇકમાં કોઇ દિવ્ય આત્મા હોવાની વાત નીકળી હતી.

ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું કે ૨૩ ડિસેમ્બર ૧૯૮૮માં અહિંયા ઓમ સિંહ રાઠોર નામના ૨૩ વર્ષીય યુવાનની બાઇકએ એક્સિડેન્ટમાં મૃત્યુ થઇ હતી. તે આ જ રાય એનફિલ્ડ ૩૫૦ ની બાઇક પર સવાર હતો અને ઝાડ સાથે અથડાવાને કારણે તેની ઘટનસ્થળે મૃત્યુ થઇ ગયુ તેમજ આ બાઇકને પોલીસ સ્ટેશન લઇ ગયા. બીજા દિવસે તે બાઇક ત્યાંથી ગુમ થઇ ગઇ હતી.

પોલીસે જ્યારે તપાસ શ‚ કરી ત્યારે આ બાઇક તે જગ્યાએ હતી. જ્યાં એક્સીડન્ટ થયું હતું અને પોલીસ ફરી એક વખત પોતાની સાથે બાઇક પોલીસ સ્ટેશન લઇ ગયા. આ વખતે પેટ્રોલ પણ નીકાળી દીધુ હતું અને ચેનથી લોક કરી દીધુ હતું બીજા દિવસે સવારે ફરી એક વખત તે એક્સીડેન્ટની જગ્યા પર જોવા મળી હતી.

ધીમે ધીમે લોકોમાંથી લીધુ કે આ બાઇકમાં કોઇ દિવ્ય શક્તિ છે અને તેની પૂજા કરવા લાગ્યા અને ત્યાં જ એક મંદિર બનાવવામાં આવ્યું જેને લોકોએ બુલેટ બાબાનું મંદિર અથવા તો ઓમ બન્નાનું મંદિર કહેવામાં આવે છે.

રાજસ્થાનના રાપર જિલ્લામાં જાઘપુર પાલી હાઇવેની પાસે પાલી જિલ્લામાં આવેલા આ મંદિરની ત્યાંથી પસાર થતા લોકો દર્શન કરે છે અને જે ઝાડની સાથે બાઇકનો એક્સિડન્ટ થયો હતો તેની પણ લોકો પૂજા કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.