દેશ આગે બઢ રહા હૈ
ગત ૧ માસમાં ફોરેન રિઝર્વમાં ૧૫ બિલીયન ડોલરનો વધારો નોંધાયો: દેશનું ફોરેન રિઝર્વ ૫૧૬ બિલીયન ડોલરે પહોંચ્યું
દેશને આર્થિક રીતે વિકસિત કરવા અને મજબુત બનાવવા માટે વડાપ્રધાન મોદીએ ગત બજેટમાં દેશને ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી બનવા તરફનું સ્વપ્ન જોયું હતું ત્યારે આ વૈશ્ર્વિક મહામારીમાં પણ ભારતે પ્રથમ વખત અડધા ટ્રિલીયનને પાર પહોંચી ગયું છે. હાલની સ્થિતિને જોતા દેશનો આર્થિક વિકાસ પણ થતો જોવા મળે છે જેને લઈ હાલ જે રિલાયન્સ દ્વારા ઝીરો ડેપ્ટ કંપની બન્યા બાદ જે રીતે વિદેશી કંપનીઓએ ભારત દેશમાં રોકાણ કર્યું છે તેનાથી દેશનું વિદેશી હુંડિયામણ ૫૧૬ બિલીયન ડોલરને પાર પહોંચ્યું છે. ગત સપ્તાહમાં દેશનાં ફોરેન રીઝર્વમાં ૩.૧ બિલીયન ડોલરનો વધારો નોંધાયો છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર હાલ ભારત ડોલરની ખરીદી પુરઝડપે કરી રહ્યું છે જેને લઈ ગત માસમાં અડધા ટ્રિલીયનને પાર દેશનું ફોરેન રીઝર્વ પહોંચ્યું હતું. ગત માસમાં ભારતે ૫૦૧ બિલીયન ડોલરનું ફોરેન રીઝર્વ નોંધાવ્યું હતું જેમાં વિદેશી કંપનીઓનું રોકાણ જે ભારતમાં થયું છે તે પણ એક મુખ્ય કારણ માનવામાં આવે છે.
અનેકવિધ વિદેશી કંપનીઓ સાથે રીલાયન્સ જીયોનાં વ્યાપારીક કરારો, ટ્રેડ સરપ્લસ અને ઈમ્પોર્ટમાં ઘટાડો થતાની સાથે જ દેશ આર્થિક મજબુતી તરફ આગળ વધી રહ્યું છે. દેશ માટે સૌપ્રથમ વખત ફોરેન રીઝર્વમાં વધારો નોંધાયો છે. કોઈપણ દેશનું ફોરેન રીઝર્વ જો વધુ હોય તો તે દેશની આર્થિક સ્થિતિ અત્યંત મજબુત હોય છે. ઘણીખરી આપતિ અને વિપતિનાં સમયમાં ભારતે પીછેહઠ કરવા બદલે જે રીતે આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપ્યું છે અને રિલાયન્સ દ્વારા જે વિદેશી કંપનીઓ સાથે જે મહત્વપૂર્ણ કરારો કરવામાં આવ્યા છે તેનાથી દેશનાં ફોરેન રીઝર્વમાં અનેકગણો વધારો થયો છે. પરિણામરૂપે દેશ ટ્રેડ સરપ્લસ પણ થયું છે. ગત ૧૮ વર્ષમાં પ્રથમ વખત ભારતે ટ્રેડ સરપ્લસની સ્થિતિમાં આવ્યું છે જયારે ભારત હરહંમેશ તેની આવક ઉદભવિત થયેલી ખાદ્યને પુરવા માટે જ ઉપયોગમાં લેતું હોવાની સ્થિતિનું નિર્માણ થતું હતું પરંતુ હાલની સાંપ્રત પરિસ્થિતિમાં અન્ય દેશોની સરખામણીમાં ભારતે આર્થિક રીતે મજબુતી દાખવી છે અને આવનારા સમયમાં પણ આ સ્થિતિ દેશને વિકાસરથ પર આગળ ધપાવવા પણ મદદરૂપ સાબિત થઈ શકશે.
ટ્રેડ સરપ્લસનું કારણ સ્થાનિક માંગમાં ઘટાડો જયારે વૈશ્ર્વિક માંગમાં વધારો થતા ટ્રેડ સરપ્લસ થયું હોવાનું પણ સામે આવ્યું છે. ટ્રેડ સરપ્લસ થતા પૂર્વે ભારત ઈમ્પોર્ટ ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરતું હતું. કારણકે દેશમાં જે ઉત્પાદન શકિત વધવી જોઈએ તેમાં ઘટાડો પણ જોવા મળતો હતો પરંતુ ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ એટલે કે એફડીઆઈનો વધારો થતા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને વિદેશી હુંડિયામણનો ખુબ મોટા પ્રમાણમાં જથ્થો એકત્રિત થયો છે જેથી દેશનું ફોરેન રીઝર્વ અડધા ટ્રિલીયન ડોલરે પણ પહોંચી ગયું છે. ફોરેન રીઝર્વની જો વાત કરવામાં આવે તો ફોરેન કરન્સી, ગોલ્ડ સહિત અનેકવિધ વસ્તુઓ થકી ફોરેન રીઝર્વમાં વધારો થયો છે. વડાપ્રધાન મોદી દ્વારા દેશને ૨૦૨૫ સુધીમાં ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીએ પહોંચાડવા માટેનો જે લક્ષ્ય રાખવામાં આવ્યો છે તે આવનારા સમયમાં કેવી રીતે પૂર્ણ કરી શકાય તે દિશામાં હાલ સરકાર કામગીરી કરી રહી છે.
ક્રુડનાં ઈમરજન્સી રિઝર્વની સાથે વિતરણમાં વિક્ષેપ ન થાય તે માટે ભારત અમેરિકામાં ક્રુડનો સંગ્રહ કરશે
ભારત દેશે જયારે ક્રુડનો પ્રતિ બેરલનો ભાવ ૩૦ ડોલરથી નીચે પહોંચ્યો હતો તે સમયમાં દેશે ક્રુડનો ખુબ મોટા પ્રમાણમાં જથ્થાનો સંગ્રહ કર્યો છે અને વિવિધ જગ્યાઓ પર તેનું સ્ટોરેજ પણ કરવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ભારત, હાઈસી અને અમેરિકામાં તેનો સંગ્રહ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ ક્રુડનાં ઈમરજન્સી રીઝર્વનાં પગલે ભારત અમેરિકા સાથે એમઓયુ સાઈન કરશે જેમાં ઈમરજન્સી ક્રુડનો જથ્થો અમેરિકામાં સંગ્રહ કરાશે. આ સંગ્રહ થતા જે વિતરણમાં વિક્ષેપ પડતો હતો તે પણ હવે નહીં પડે. બીજી તરફ અમેરિકામાં સંગ્રહ કરવાનો લાભ ભારતને એટલે પણ મળશે કે ભારતે ખુબ સસ્તા ભાવે ક્રુડની ખરીદી કરેલી છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં જણાવયા અનુસાર હાલ ભારત-ચાઈના વચ્ચે જે સરહદીય પ્રશ્ર્ન ચાલી રહ્યા છે તેને ધ્યાને લેતા ક્રુડનો સંગ્રહ અમેરિકામાં કરવાનો નિર્ધાર દેશ દ્વારા કરવામાં આવ્યો છે. હાલ ભારત-અમેરિકા વચ્ચે જે એમઓયુ થયા છે તેમાં પ્રથમ વિકલ્પ એ છે કે જયારે ક્રુડનો ભાવ સસ્તો હોય તે સ્થિતિને ધ્યાને લઈ નિર્ધારીત સમય માટે સંગ્રહ કરવામાં આવેલા ક્રુડની ગુફાઓને લાંબા સમય માટે લીઝ પર લેવી. જયારે બીજો વિકલ્પ દેશ પાસે એ પણ છે કે, ક્રુડની ક્ષમતાનાં આધારે લાંબા સમય સુધી તે અંગેની લીઝ લેવામાં આવે. કોરોના પૂર્વે ભારત પ્રતિ દિવસ ઓઈલનો વપરાશ ૪.૫ મિલીયન બેરલનો રહેલો છે ત્યારે સ્ટ્રેટેજીક સ્ટોરેજનાં ભાગરૂપે સરકારે ૫ મિલીયન ટન એટલે આશરે ૩૮ મિલીયન બેરલનાં જથ્થાનો સંગ્રહ કરવાનો નિર્ધાર કર્યો છે જે સતત ૯ થી ૧૦ દિવસ સુધી તેનો ઈમરજન્સી સમયે તેનો ઉપયોગ કરી શકાય.