ગોલ્ડ એન્ડ સિલ્વર મર્ચન્ટ એસોસિએશન દ્વારા લેવાયેલ મહત્વનો નિર્ણય
જુનાગઢના ગોલ્ડ એન્ડ સિલ્વર મર્ચન્ટ એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય લઈને જૂનાગઢ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણથી દૂર રહેવા માટે આજથી આગામી પહેલી ઓગસ્ટ સુધી વેપાર-વ્યવસાયનો સમય સવારના ૧૦ થી સાંજના પ વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે.
જુનાગઢ ગોલ્ડ એન્ડ સિલ્વર મર્ચન્ટ એસોસિએશનના સેક્રેટરીના જણાવ્યા અનુસાર, જૂનાગઢ શહેરમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે તેમના એસોસિયેશનના સભ્યો કે ગ્રાહકો એકબીજાના સંક્રમણમાં આવી, કોરોનાની ઝપેટમાં ન આવે તે માટે આજે સોમવારથી આગામી તા. ૧ ઓગસ્ટ સુધી વેપાર-વ્યવસાયનો સમય સવારના ૧૦ થી સાંજના પ વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.
સેક્રેટરીના જણાવ્યા અનુસાર આ એસોસિયેશનમાં આવતા તમામ વેપારીઓ સાથે ટ્રેડર અને રિફાઇનરીની કામગીરીનો સમય પણ સવારના ૧૦ થી ૫ સુધી કરવામાં આવેલ હોય ત્યારે ગ્રાહકોએ આ સમય દરમિયાન જ ખરીદી કરવા આવા વિનંતી કરવામાં આવી છે.