Abtak Media Google News

પરસાણાનગર, આરાધના સોસાયટી, સૂર્ય પાર્ક, અરવિંદ મહર્ષી ટાઉન શીપ, ગોકુળપરા અને પીપળીયા ગામે દરોડાથી જુગારીઓમાં ફફડાટ

શહેરમાં પરસાણાનગર, આરાધના સોસાયટી, સૂર્યપાર્ક, અરવિંદ મહર્ષી ટાઉનશીપ, ગોકુલપરા અને પીપળીયા ગામે પોલીસે જુગારનાં દરોડા પાડી બે મહિલા સહિત ૩૪ પત્તાપ્રેમીઓને ઝડપી રોકડ, વાહન અને મોબાઇલ મળી કુલ રૂ. ૧.૯૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ જામનગર રોડ નજીક પરસાણાનગર શેરી નં.ર નજીક અશરફ આમદભાઇ જુણાઇ, પ્રકાશ ઠાકરદાસ સોકવારણી, અભિષેક ઉર્ફે કાનો અઢીયા અને ફારુક યાકુબભાઇ દલવાણી નામના શખ્સોને મોબાઇલ ફોન પર સન એક્ષચેંજ નામની આઇ.ડી. પર જુગાર રમતા ઝડપી ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. એમ.એસ. અંસારી હેડ કોન્સ્ટે. ઝહીરખાન, વીજેન્દ્રસિંહ ઝાલા, પ્રદિપસિંહ ગોહિલ અને અઝરૂદીન બુખારીએ રોકડ એક એકટિવા અને ત્રણ મોબાઇલ મળી કુલ રૂા. ૮૦,૭૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.બીજો દરોડો રેલનગર નજીક સૂર્ય પાર્ક બ્લોક નં. ૩૫માં ભાડાના મકાનમાં રહેતો મહેન્દ્ર તછતલદાસ હરવાણીને ત્યાં પાડી મહેન્દ્ર સહિત રવિ રૂપચંદભાઇ ભાટીયા અને પ્રકાશ લક્ષ્મીચંદ નુરવાણી નામના શખ્સોને જુગાર રમતા ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. એસ.વી. સાખરા સહીતના સ્ટાફે રૂા. ૨૮,૬૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા છે.ત્રીજો જુગારનો દરોડો નવા થોરાળામાં આવેલી આરાધના સોસાયટી શેરી નં.ર માં રહેતા મંસુરખાન યુસુબખાન ના મકાનમાં પાડી જુગાર ખેલતા મસુરખાન સહિત સંજય સોમાભાઇ ચાવડા, સાગર વિરુભાઇ સોલંકી, વિજય અશોકભાઇ સોલંકી અને સતીષ વિઠ્ઠલભાઇ સોલંકી નામના શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. બીપીનભાઇ ગઢવી અને હેડ કોન્સ્ટે. સંતોષભાઇ મોરી સહિતના સ્ટાફે ઝડપી, રૂ. ૫૩ હજારની રોકડ અને પાંચ મોબાઇલ મળી ૬૪ હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.ચોથો દરોડો નવા થોરાળા ગોકુલપરા શેરી નં.૬ માં રહેતી સીતાબેન હરેશભાઇ સારેસાના મકાનમાં પાડી જુગાર રમતી સાતાબેન સહિત કૃણાલ રાજેન્દ્રભાઇ ફીચડીયા, રાજેશ રમેશભાઇ ભટ્ટી, દીનેશ હમીરભાઇ સાગઠીયા, કલ્પેશ જનકભાઇ કકકડ, ભાવેશ માણેકલાલ માંડલીયા, જીજ્ઞેશ ઇન્દુભાઇ ગોસાઇ, યુનાફ અરવિંદભાઇ સોલંકી અને અજીત અરવિંદભાઇ સોલંકીને થોારાળા પોલીસે ઝડપી જુગારના પટમાંથી રૂ. ૧૦,૫૬૦ ની રોકડ કબ્જે કરી છે.પાંચમાં જુગારનો દરોડો કુવાડવા પોલીસે પીપળીયા ગામે પાડી જાહેરમાં જુગાર રમતા, રમેશ મનસુખભાઇ ઝુઝવાડીયા,  સહિત સાત શખ્સોએ રોકડ અને મોબાઇલ મળી કુલ ૧૫,૬૭૦ ના મુદ્ામાલ સાથે ધરપકડ કરી છે.

જયારે છઠ્ઠો દરોડો પ્ર.નગર પોલીસે રેલનગર મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં પાડી જુગાર રમતા અમીન દલસુખભાઇ પરમાર, સંજય મહેન્દ્રભાઇ પરમાર, મહમદ રફીક કાદરી અને પ્રકાશ ઉર્ફે મુન્નો જયંતિભાઇ અધારા નામના શખ્સોને રૂ. ૮,૭૦૦ ની રોકડ સાથે ધરપકડ કરી છે.જયારે બી ડીવીઝન પોલીસે હરી સોસાયટી શેરી નં.૧ માં રહેતા સુરેશ ધરમશીભાઇ ગોધાણીના મકાનમાં પાડી જુગાર ખેલતા સુરેશભાઇ અંકિત મહેબુબભાઇ લોઢીયા, નંદાબેન સુધીરકુમાર વાવડી, ગીતાબેન રમેશભાઇ રાજવાડીયા સહિત દશ પત્તાપ્રેમીઓને રૂા ૧૦,૬૪૦ નો રોકડ સાથે ઝડપી લીધા છે. રોકક, વાહન અને મોબાઇલ મળી રૂ ૧.૯૬ લાખનો મુદામાલ જપ્ત

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.