Abtak Media Google News

પડધરી, શાપર, જેતપુર, કોટડાસાંગાણી, ગોંડલ અને પાટણવાવમાં જુગારના દરોડા: રૂ. 7.85 લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ સમાચાર

શ્રાવણ માસનો પ્રારંભ થતા જ જાણે જુગારની મૌસમ ખીલી હોય ત્યારે રાજકોટ જિલ્લા પોલીસે  જેતપુરના  દેરડી ગામે, પડધરીના ઢોકળીયા ગામે વાડીમાં શાપરમાં કારખાનામાં, કોટડાસાંગાણીનાં નાનામાંડવા ગામે, શાપર-વેરાવળમાં, ગોડલનાં ધુડશીયા ગામે અને પાટણવાવમાં જુગારના દરોડા પાડી જુગાર રમતા 45 જુગારીઓને ઝડપી લઈ કુલ રૂ. 7.85 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેતપુરનાં દેરડી ગામે જાહેરમાં  જુગાર રમતો  દેરડી ગામનો  વીનું ઠાકરશીભાઈ તારપરા સહિત નવ શખ્સોને ઝડપી જુગારના પટમાંથી રૂ. 85 હજારની રોકડ કબ્જે કરી છે.

કોટડાસાંગાણી પોલીસે નાનામાડવા ગામે જાહેરમાં જુગાર રમતો મેરૂ મોહનભાઈ ચૌહાણ સહિત ચાર પતાપ્રેમીને રૂ.10440ની રોકડ  સાથે કોટડાસાગાણી પોલીસ ઝડપી લીધા છે. શાપર પોલીસે વેરાવળ રામજી મંદિર પાસે જુગટુ રમતો રાજેશ ઉર્ફે રાજુ જયેન્દ્રભાઈ લુકા સહિત પાંચ પતાપ્રેમીને શાપર પોલીસ ઝડપી જુગારના પટમાંથી 12,450ની રોકડ કબ્જે કરી છે.ગોંડલ તાલુકા પોલીસે ઘુડશીયા ગામે આવેલા ચામુંડા માતાજી મંદિર પાસે જુગાર ખેલતો  બાબુ જાદવભાઈ રૈયાણી સહિત છ શખસોને રૂ.11 હજારની રોકડ સાથે ધરપકડ કરી છે.જયારે પાટણવાવ પોલીસે આસામ ડૂંગર પાસે સીમમાં   જુગાર રમતા અજય ઉર્ફે લાલો ચંદુભાઈ ઝીઝુવાડીયા સહિત છ શખ્સોને રૂ. 14580ની રોકડ સાથે ધરપકડ કરી છે.

શાપરમાં કારખાનામાંથી જુગાર કલબ પકડાય

રોકડ અને બાઈક મળી કુલ રૂ.1.91 લાખનો મુદામાલ કબ્જે: આઠ શખ્સ ઝડપાયા

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટના મોટામૌવા પાછળ  આગમન ગ્રીન સીટીની બાજુમાં નેસ્લેક એપાર્ટમેન્ટમાં રહેતો અને શાપરમાં ક્રિેએટીવ ગેઈટઅંદર તુલીપ પેકેજીંગ નામનું કારખાનું  ધરાવતો મિલન શાંતીભાઈ જાવીયા નામનો શખ્સ તેના કારખાનાનાં શેડમાં જુગાર  કલબ ચલાવતો હોવાની બાતમી શાપર પોલીસને મળતા કારખાનામાં દરોડો પાડી જુગટુ રમતા કારખાનેદાર મિલન જાવીયા સહિત  વેરાવળનો પિયુષ વજુભાઈ ચનીયારા શાપરનો તેજશ જમનલાલ કાસુદ્રા, નિકુંજ જમનલાલ કાસુંદ્રા, ગુંદાસરનો વિશાલ જમનાદાસ ભલાણી, ધર્મેન્દ્ર કરમશીભાઈ ભૂવા,  અનીલ કરમશીભાઈ ભૂવા અને પાટડીનો મયુર મહેશભાઈ પરમાર નામના શખ્સોને ઝડપી લઈ   36660ની રોકડ પાંચ બાઈક મળી કુલ રૂ. 1.91 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

પડધરી: ઢોકળીયા ગામે જુગારધામ ઝડપાયું

રોકડ,કાર,બાઈક અને મોબાઈલ મળી રૂ. 4.60 લાખનો મુદામાલ કબ્જે: આઠ પતાપ્રેમીની ધરપકડ

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પડધરીના ઢોકળીયા ગામે રહેતો અને ગામમા વાડી ધરાવતો મહેશ ચૂનીલાલભાઈ સીરજાની વાડીમાં ચાલતા જુગારધામ પર પડધરી પોલીસે  જુગારનો દરોડો પાડી જુગાર રમતા મહેશ સીરજા સહિત ઢોકળીયા ગામનો દિનેશ મોહનભાઈખેતલીયા, પ્રજેશ રમેશભાઈ પાણ, રામજી શામજીભાઈ મુછડીયા, નરેન્દ્ર વાગજીભાઈ પાણ, ન્યારાનો વિજય ગોરધનભાઈ મુછડીયા, અશોક મોહનલાલ મકવાણા અને રાજકોટમાં નાના મોવા પાસે આત્મીય એપાર્ટમેન્ટમાં રહેતો ભાર્ગવ કાંતીભાઈ મેતલીયા નામના પતાપ્રેમીઓને પડધરી પી.એસ.આઈ.  જી.જે.ઝાલા સહિતના સ્ટાફે ધરપકડ કરી  જુગારના પટમાથી 1.12 લાખની રોકડ આઠ મોબાઈલ, બે બાઈક અને કાર મળી કુલ રૂ. 4.60 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.