Abtak Media Google News

લોહી બોલી શકે છે…!!!

અમેરિકાની આરસીએસઆઇ યુનિવર્સિટી ઓફ મેડિસિન એન્ડ હેલ્થ સાયન્સિસ દ્વારા કરાયું સંશોધન

માનસિકતાનું જોખમ ધરાવતી વ્યક્તિ અને ‘પાગલપન’ થવાની જેમને શકયતા રહેલી છે તેવી વ્યક્તિના લોહીના રિપોર્ટના આધારે આગોતરી જાણકારી મળી શકે તેમ હોવાનું અમેરિકાની આરસીએસઆઇ યુનિર્વસિટીના મનોચિકિત્સ પ્રોફેસર અધ્યન ડેવિડ કોટર દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે. જેના આધારે કહી શકાય કે લોહી બોલી શકે છે. માનસિક રોગ કંઇ રીતે થયો અને કંઇ રીતે તેનો ઇલાજ કરી શકાય તે પણ આ સંશોધનના કારણે સરળ બની રહેશે તેમ સુત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

અમેરિકાની આરસીએસઆઇ યુનિર્વસિટી દ્વારા માનસિક રોગ કંઇ રીતે થાય અને તેનો ઇલાજ કંઇ રીતે થઇ શકે તે અંગે લાંબા સમયથી ચાલતા સંશોધન દરમિયાન પ્રોટિન યુકત ખોરાકના આધારે કેટલાક મુદે તપાસ થઇ હતી. લાંબા સમયથી માનસિક સંતુલન ગુમાવનાર દર્દીના લોહીના રિપોર્ટ અને જેઓને ભવિષ્યમાં પાગલપનની બીમારી લાગુ થઇ શકે તેવી વ્યક્તિઓના લેવામાં આવેલા લોહીના નમુનાનું પરિક્ષણની મદદથી સંશોધન કરવામાં આવ્યું હતું.

આરસીએસઆઇ યુનિર્વસિટીના પરમાણું મનોચિકિત્સાના વરિષ્ટ પ્રોફેસર અધ્યન ડેવીડ કોટરના આગેવાની હેઠળ કરવામાં આવેલા સંશોધન દરમિયાન માનસિકતાનું જોખમ ધરાવનાર અને આગામી વર્ષોમાં માનસિક રોગ થવાની જેઓને શકતા રહેલી છે તેના પર આગાહી કરવામાં આવી છે.

માનસિક અસ્થિરના લોહીના નમુનાનું પરિક્ષણ દરમિયાન આવા દર્દીઓ પ્રોટીનનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ વિશલેષ્ણ દ્વારા જાણી શકાયુ હતું કે પ્રોટીનના દાખલા શોધી શકાયા હતા જેના આધારે માનસિક વિકાર કંઇ રીતે થયો અને આગામી વર્ષોમાં કોને થઇ શકશે તે જાણવું સરળ બન્યું છે. આમાં ઘણા પ્રોટીન બળતરામાં સામેલ છે. જે સુચવે છે કે, લોકો માનસિક વિકાર વિકસીત કરે છે. તેમની રોગ પ્રતિકારક શક્તિમાં પ્રારંભીક ફેરફાર થાય છે. તેમજ ઘણા વર્ષો અગાઉ લેવાયેલા લોહીના નમુનાનો ઉપયોગ કરી તેમના પરિણામ અંગે આગાહી કરી શકાય તેમ સંશોધન દરમિયાન સામે આવ્યું છે.

પ્રોટીન આધારે ૧૦ દર્દીના લેવાયેલા લોહીના રિપોર્ટ અંગે પ્રોટીનની તપાસ કરવામાં આવતા તેઓને માનસિક વિકાર વિકસાવનાર લોકોને સરળતાથી ઓળખી શકાયા હતા. આ સંશોધન થકી માનસિક રોગ થતો અટકાવી શકાય છે પરંતુ તેની આગોતરી જાણકારી મેવવી જરૂરી છે. કોને માનસિક રોગ થઇ શકે છે તે અંગે પ્રોફેસર અધ્યન ડેવિડ કોટર દ્વારા જણાવવી તેઓએ આ સંશોધન દ્વાર માનસિક રોગને અટકાવવો ઘણો સરળ હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યુ છે. તેઓ દ્વારા થયેલા સંશોધનની પ્રોફેસર અધ્યન ડેવિડ કોટર દ્વારા જરૂરી લાયસન્સ મેળવવા અને ઉદ્યોગ સાથે ભાગીદારી માટે પેટન્ટ માટે અરજી દાખલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.