Abtak Media Google News

પૃથ્વી પર સતત બગડી રહેલા પર્યાવરણના સંતુલનને કારણે ગરમીનું પ્રમાણ અતિશય વધી જવાથી માનવ સભ્યતાનો નાશ થવાનો અભ્યાસ અહેવાલ

પૃથ્વી પર માનવ સભ્યતાનું અસ્તિત્વ જેના અંતિમ દાયકામાં પ્રવેશી ચુકયુ હોય છે અને હવે પૃથ્વીનો અંત નજીકમાં જ હોઇ તેવા સંકેતો અને ભવિષ્ય વાણી અંગેની એક અહેવાલમાં પૃથ્વી પર માનવ સભ્યતાનો અંત આવી જાય એવી એક અભ્યાસના અહેવાલમાં જણાવાયું છે.

પૃથ્વી પર વધતી જતી પર્યાવરણની સમસ્યા અને વાયુ પ્રદુષણના કારણે આપણો ગ્રહ અંત ભણી ઝડપથી ધસી રહ્યો છે વધતી જતી પર્યાવરણની અસંતુલિત સ્થિતિ પૃથ્વીનો અંત લાવે તેવું મનાઇ રહ્યું છે.

તાજેતરમાં જ ઓસ્ટ્રેલીયાના મેલબોર્ડની એક પર્યાવરણીય સંસ્થા નેશનલ સેન્ટર ફોર કલાઇમેટ રિસ્ટોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા એક અભ્યાસ અહેવાલમાં જણાવાયું છે કે પૃથ્વી પરની જળવાયુની પરિસ્થિતિનો બદલાવ હવે તેના ટોચ ઉપર પહોંચી ગયો છે. જેનાથી ઉભી થનારી વિષમ પરિસ્થિતિના કારણે માનવ સભ્યતાનો અંત હવે નજીક માનવામાં આવે છે.પૃથ્વી પર જ બદલાતું જતું આ વાતાવરણ માનવ સભ્યતા માટે ઘાતક પુરવાર થશે. જો દરેક કેસોની સરકાર આ સમસ્યાના ઉકેલ માટે જાગૃત નહિ થાય અને વાતાવરણ બદલાશે નહિ તો ૨૦૫૦ સુધીમાં પૃથ્વી પરની માનવ સભ્યતાનો અંત આવી જશે.

આ અહેવાલમાં જણાવાયું છે કે તમામ દેશો પર ફલાઇટમુટ ચેન્જની પ્રતિકુળ અસરો દેખાવવા લાગી છે. ભૂતકાળના અનુભવેથી વાતાવરણની જાળવણી માટે વચલો રસ્તો કાઢવાની હવે તમામે જવાબદારી ઉઠાવવી પડશે. પૃથ્વીના અસ્તિત્વ વિકાસ અને અંગેની વિગતો તમામ ધર્મ અને તત્વચિંતકો દ્વારા કરવામાં આવી છે. ઇસ્લામ સહીતના ધર્મોમાં પૃથ્વી પર પ્રલય કયામત અને માનવ સભ્યતાના અંતની આગાહી કરવામાં આવી છે.વિશ્ર્વ માટે  કરેલી મોટાભાગની આગાહી સાચી પડી છે. તેવા ફ્રેન્ચ ભવિષ્ય વેતા નેસ્ત્રોદોશસે પણ પૃથ્વીના અંતની ભવિષ્યવાણી કરી છે. તેના શબ્દોમાં કરેલા વર્ણવની વાત કરીએ તો તેણે જણાવી  મુજબ જીવિત ગ્રહો (પૃથ્વી) એકાએક અગન ગોળામાં પરાવર્તિત થઇને દરિયામાં ડુબી જશે.

વિજ્ઞાનીકો એ પણ છેલ્લા એક દાયકામાં સતત વધતા જતા પૃથ્વી પરના તાપમાનજે ગ્લોબલ વોમિંગની પરિસ્થિતિના કારણે જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો ૨૦૫૦ સુધીમાં પૃથ્વી પર માનવ સભ્યતા ખત્મ થઇ જશે તેવી આગાહી કરી છે.

પૃથ્વી પર જળવાયુનું વધતું તાપમાન માનવ સભ્યતા જ નહી સમગ્ર જીવસૃષ્ટિ માટે ખતરનાક માનવામાં આવે છે. તાપમાનના વધારાના ઘાતક પરિણામો દેખાવવાના શરુ થયાં છે. ઉત્તર ધ્રુવના ગ્લેશિયલ હિમશિલાઓ પીગળવાની શરુઆત થઇ ચુકી છે અને ૨૦૪૦ સુધીમાં સમુદ્રની સપાટી ૭ મીટર જેટલી ઉંચે ચઢવાની દહેશત વ્યકત કરવામાં આવી છે. ત્યારે પૃથ્વી પર નો અસ્તિત્વ જ૨૦૫૦ સુધીમાં ખતમ થઇ જાય તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.