Abtak Media Google News

જામનગર મહાનગરપાલિકાથી સ્ટેન્ડીંગના કમિટીથી બેઠક ગઈકાલે સુભાષ જોષીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ૧૨ સભ્યો ઉપરાંત કમિશ્નર ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં કુલ રૃા. ૪૨ કરોડ ૫૫ લાખના વિવિધ વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી. ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી અમુક ખર્ચાઓ મંજુર થયા હતાં.

જયારે આ જ કામના પેકેજ ૩ માટે રૃા. ૧૨ કરોડ ૪૯ લાખની રકમ મંજુર કરવામાં આવી હતી. તેમજ પેકેજ -૪ ની દરખાસ્ત ના મંજુર કરવામાં આવી હતી.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અન્વયે શહેરના બાકી રહી ગયેલા ગીચ વિસ્તારમાં સીવર કલેકશન પાઈપ લાઈન નેટવર્ક પેકેજ-૧ અને પેકેજ -૨ ના કામો દરખાસ્તની વિગત મુજબ મંજુર કરવામાં આવ્યા હતાં.

જ્ઞાનગંગા, રણજીત નગર તથા પંપ હાઉસ, ઈ.એસ.આર. વિસ્તારમાં આંતરીક પાઈપ લાઈન નેટવર્ક અંતર્ગત ૧૦૦ એમ.એમ. ડાયા.થી ૫૦૦ એમ.એમ.ડાયા. સુધીની ડી.આઈ. કેઈ નું અને કે.ઈ.પાઈપ લાઈન તથા સંલગ્ન માલ સામાન સપ્લાય તથા લેબર વર્કના કામ અંગે રૃા ૧૬ કરોડ ૪૮ લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. ૧૪માં નાણાપંચની ગ્રાન્ટ અર્ંતગર્ત લાલપુર ચોકડી બાયપાસ નજીક ૧૮ મીટર પહોળા ડી.પી. પર  રોડ ઉપર મેટલ રોડ બનાવવા અંગે રૃા.૧ કરોડ ૪૦ લાખ મંજુર કરવામાં આવ્યા હતાં.

ઉપરાંત ૧૪ માં નાણાપંચ ગ્રાન્ટ અર્ંતગર્ત ગોકુલ શોરૃમથી વિભાપર રોડને જોડતો ૧૫ મીટર રોડ બનાવવાની દરખાસ્ત અન્વય ૪૯ લાખ ૪૧ હજાર તેમજ નદી કોસ કરવા માટે પુલીયુ બનાવવાની દરખાસ્ત અન્વયે ૧ કરોડ ૧૨ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. સેવા સદન-૪ થી નાગેશ્વર સુધી ૧૮ મી. ડી.પી. રોડથી અમલવારી કરવા અંગેની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. પટેલ સમાજથી ૪૯ દિ.પ્લોટ (ઈંદ મસ્જીદ) સુધીનાં ૧૮ મી પહોળાઈનો ડી.પી. રોડ અમલવારી અંગેની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.

શહેરના આંતરીક રસ્તાઓ ઉપર આસ્ફાલ્ટ પેચવર્ક/રીકાર્પેટ કરવા રૃ. ૧ કરોડ ૧૧ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. તળાવ સફાઈ માટે બે ફાયબર બોટ ખરીદવા માટે રૃા ૧૨ લાખ ૭૯ હજારનું ખર્ચ મંજુર રખાયું હતું.

ખંભાળિયા ગેઈટ, લાખોટા તળાવના ઓપરેશન મેન્ટનન્સ માટેની દરખાસ્ત અન્વયે રૃા. ૪૮ લાખ ૪૩ હજારનો ખર્ચ તેમજ કમલા નહેરૃ પાર્ક (તળાવની પાળ)માં ત્રણ ફાઉન્ટન પૂન: ચાલુ કરવા જરૃરી સ્પેર પાર્ટસ વગેરે માટેનું રૃા૪ લાખ ૯૧ હજારનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. ગુલાબનગર અને બેડી ઈએસઆરથી ટેન્કર મારફત પીવાનું પાણી વિતરણ કરવાના કામ અંગે વધારાનું રૃા ૨ લાખ ૭૫ હજારનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.

નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ સિવિલ ઝોનમાં સ્ટ્રેન્ધનીંગ ઓફ આસ્ફાલ્ટ રોડ એન્ડ સ્પીડ બ્રેકરના કામ અંગે વાર્ષિક રૃા ૧ કરોડનું ખર્ચ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. વોર્ડ નંબર ૮,૧૫,૧૬ માં મેટલ મોરમ પાથરવાનું કામ માટે વધારાનું રૃા ૩ લાખનો ખર્ચ, વોર્ડ નવા ૧૦,૧૧,૧૨ માં મેટલ, મોરમ, ગ્રીટ પાથરવાના કામ માટે વધારાનું રૃા.૩ લાખ ૮૦ હજારનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર ૧૦,૧૧,૧૨ માં સ્ટ્રેન્ધનીંગ અને અપગ્રેડેશન માટે સીસી રોડ (ચીરોડા)માં કામ માટે વાર્ષિક, રૃા.૨ લાખ ૧૭ હજાર તેમજ વોેર્ડ નંબર ૨,૩ અને ૪ માં આ કામ માટે  વાર્ષિક રૃા. ૩ લાખ ૮૭ હજારનું ખર્ચ મંજુર રાખવામાં આવ્યું હતું. સીવીલ નોર્થ ઝોન, વોર્ડ નં. ૨,૩,૪માં મેટલ, મોરમ ગ્રીટ પાથરવાનું કામ અંગે વધારાનું રૃા.૪ લાખ ૪૦ હજાર ખર્ચ કરવામાં આવ્યું હતું. લાઈટ શાખાના માલ સામાનની ખરીદી માટે વાર્ષિક રૃા.૧૦ લાખના વધારાનું ખર્ચ મંજુર કરાયુ હતું તો ફાયર શાખા માટે માલ સામાન ખરીદી માટે વાર્ષિક રૃા.૧૦ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. વોર્ડ નં.૧ માં સીસીરોડ/સીસી બ્લોકના કામ માટે વાર્ષિક રૃા.ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. તો વોર્ડ નંબર ૨ માં સીસી રોડ સીસી બ્લોકના કામ માટે વાર્ષિક રૃા.૬૦ લાખ નો ખર્ચ કરવામાં આવ્યો હતો. જયારે વોર્ડ નંબર ૩ માટે.૧૬ લાખ, વોર્ડ નંબર ૪ માટે રૃા.૬૦ લાખ, વોર્ડ નંબર ૭ માટે રૃા.૬૦ લાખ, વોર્ડ નંબર ૧૧ માટે રૃા.૬૦ લાખ, વોર્ડ નંબર ૧૨ માટે.રૃા.૬૦ લાખ, વોર્ડ નંબર ૧૫ માટે.રૃા.૬૦ લાખ, વોેર્ડ નંબર ૧૬ માટે રૃા.૬૦લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. જયારે અધ્યક્ષ સ્થાનેથી અન્ય ત્રણ દરખાસ્તો રજુ કરવામાં આવી હતી જેમાં વોર્ડ નં. ૬ માં સીસીરોડ અને સીસી બ્લોકના કામ માટે વાર્ષિક રૃા. ૬૦ લાખ તેમજ વોર્ડ નં. ૮ માટે પણ વાર્ષિક રૃા. ૬૦ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું તથા નવા ફાયર સ્ટેશનમાં કોન્ફરન્સ કમ મિટિંગ હોલ બનાવવા માટે સૈદ્ધાંતિક સ્વીકાર કરીને રૃા. ૩૯ લાખ ૫૮ હજારનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.