Abtak Media Google News

‘ફરે તે ચરે…’

ટેકનોલોજી, ડિફેન્સ, વ્યાપાર અને રોકાણ ક્ષેત્રે દેશ માટે વિકાસના દ્વાર ખોલ્યા

રાજયસભામાં પુછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં એકસટર્નલ અફેર મંત્રાલયના મંત્રી વી.મુરલીધરને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૫ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૮ દેશોની મુલાકાત કરી છે જેમાં યુ.એસ., રશિયા અને ચાઈનામાં કુલ ૫-૫ વખત મુલાકાત લીધેલ છે આ તમામ ૫૮ દેશોની યાત્રાનો ખર્ચ કુલ રૂા.૫૧૭ કરોડ જેટલો સામે આવ્યો છે બીજી તરફ મંત્રી વી.મુરલીધરનના જણાવ્યા મુજબ આ તમામ મુલાકાત ભારત દેશ માટે વિકાસના દ્વાર ખોલશે તેવી સ્થિતિનું નિર્માણ પણ થવા પામ્યું છે. વડાપ્રધાન મોદીની મુલાકાત જે દેશોમાં થઈ છે તેમાં તેઓએ મુખ્યત્વે વ્યાપાર અને રોકાણ, ટેકનોલોજી અને ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધેલા છે જે નિર્ણય આવનારા સમયમાં ભારત દેશ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

વડાપ્રધાન મોદીએ સિંગાપોર, જર્મની, ફ્રાંસ, શ્રીલંકા અને યુનાઈટેડ અરબ એમીરાતની મુલાકાતે પણ ગયેલા છે. આ તમામ મુલાકાત દ્વિપક્ષીય હોવાના કારણે ભારત દેશને તેનો સીધો ફાયદો પહોંચ્યો છે. વડાપ્રધાનની છેલ્લી મુલાકાત વર્ષ ૨૦૧૯ના ૧૩ થી ૧૪ નવેમ્બર બ્રાઝીલ ખાતેની બ્રિકસ સમિતિની બેઠકમાં ઉપસ્થિતિ હતી જેમાં બ્રાઝીલ, રશિયા, ભારત, ચાઈના અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. મંત્રી મુરલીધરનના જણાવ્યા મુજબ વડાપ્રધાને જે દેશોની મુલાકાત કરેલી છે તેમાં દ્વિપક્ષીય અને વૈશ્ર્વિક સમુદાયના મુદાઓને પણ ધ્યાને લેવામાં આવ્યા છે. ૫૮ દેશોની મુલાકાત બાદ ભારત દેશ પ્રત્યેનો જે વિશ્ર્વાસ જોવા મળ્યો છે તેનાથી વ્યાપાર ક્ષેત્રે ભારતને ઘણો ફાયદો પણ પહોંચ્યો છે અને વૈશ્ર્વિક સ્તર ઉપર દેશનો વિકાસ થતા અર્થતંત્રમાં પણ અનેકગણો સુધારો જોવા મળ્યો છે અને લોકોની જીવનશૈલીમાં પણ સુધારો જોવા મળ્યો છે.

ભારત દેશ હાલ કલાયમેન્ટ ચેન્જ, ટેરેરીઝમ, સાયબર સિકયોરીટી જેવા મુદાઓ ઉપર હાલ વિશેષરૂપથી વૈશ્ર્વિક સમુદાયને ચેતવી રહ્યું છે અને આ તમામ મુદાઓને કેવી રીતે નાબુદ કરી શકાય તે દિશામાં પણ હાલ વિચારણા અને કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ નેપાળનો મુદ્દો પણ પુછવામાં આવ્યો હતો જેના જવાબમાં મંત્રી વી.મુરલીધરને જણાવ્યું હતું કે, નેપાળનું બે તૃતિયાંશ જે વૈશ્ર્વિક વ્યાપાર છે તે ભારત મારફતે જ થઈ રહ્યો છે જેથી આવનારા સમયમાં નેપાળ સાથેના વ્યાપારીક સંબંધો સ્થાપિત થયા છે તે ભારતની વિચારશરણી અને વિશેષ મુદાઓને ધ્યાને લઈને જ કરવામાં આવ્યા છે. હાલ નેપાળ ચાઈના સાથે ગત થોડા વર્ષોમાં અનેકવિધ પ્રકારના ટ્રાન્ઝીટ અને ટ્રાન્સપોર્ટેશનને લઈ અનેકવિધ કરારો કરેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.